બોલિવૂડ/ વેકેશનની મજા માણી રહેલી જ્હાનવીએ બોલ્ડ અવતારમાં કરી મસ્તી, ફોટા વાયરલ

આજે સમગ્ર દેશમાં કોરોના મહામારીએ લોકોનાં જીવનને મોટા પ્રમાણમાં પ્રભાવિત કર્યુ છે. વળી આ સમયે ઘણા બોલિવૂડ સ્ટાર અલગ-અલગ પ્લેસ પર રજાની મજા માણી રહ્યા છે.

Entertainment
123 17 વેકેશનની મજા માણી રહેલી જ્હાનવીએ બોલ્ડ અવતારમાં કરી મસ્તી, ફોટા વાયરલ

આજે સમગ્ર દેશમાં કોરોના મહામારીએ લોકોનાં જીવનને મોટા પ્રમાણમાં પ્રભાવિત કર્યુ છે. વળી આ સમયે ઘણા બોલિવૂડ સ્ટાર અલગ-અલગ પ્લેસ પર રજાની મજા માણી રહ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર આજકાલ વેકેશન મૂડમાં જોવા મળી રહી છે. તે માલદિવમાં વેકેશનની મજા લઇ રહી છે.

Glamour: જ્હાનવી કપૂરે સમુદ્ર કિનારે સ્વિમસૂટમાં વરસાવ્યો કહેર, જુઓ બોલ્ડ ફોટો

આપને જણાવી દઇએ કે, બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી હોય છે. જાહ્નવી પોતાના ચાહકો સાથે વેકેશનનાં અદભૂત ફોટા શેર કરતી જોવા મળી રહી છે. તાજેતરમાં તેણે તેના મિત્ર સાથે કેટલીક મનોરંજક તસવીરો શેર કરી હતી. જેમાં તે બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. જાહ્નવીની આ નવીનતમ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

Instagram will load in the frontend.

પોનીટેલ લુકમાં દેખાઇ જાહ્નવી

જાહ્નવી કપૂર તેના મિત્રો સાથે વેકેશન પર માલદિવ આવી છે. વળી તેણે તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માલદીવ વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટામાં તે એક મિત્ર સાથે મસ્તી કરતી અને સનબાથ લેતી જોવા મળી રહી છે. જાહ્નવીનો બોલ્ડ અંદાજ લેટેસ્ટ ફોટામાં જોવા મળી રહ્યો છે. તેણે સફેદ ક્રોપ ટોપ અને હોટ પેન્ટ પહેર્યુ છે. આ સાથે, તેણે પોતાના વાળને એક પોનીટેલમાં બાધ્યા છે.

કુંભ અંગે વિવાદ / કુંભમેળામાં ઉમટી રહેલી ભીડને આ કલાકારોએ આઘાતજનક ગણાવી, જેમાંથી એકને મળી ધમકી

123 18 વેકેશનની મજા માણી રહેલી જ્હાનવીએ બોલ્ડ અવતારમાં કરી મસ્તી, ફોટા વાયરલ

જાહ્નવી તેના વેકેશન દરમિયાન સતત સોશિયલ મીડિયા પર ફોટા શેર કરતી રહે છે. આ પહેલા તે ચાંદીના સ્વીમસ્યુટ્સ અને ફ્લોરલ બિકિની ફોટા શેર કરીને ચાહકોને આશ્ચર્યચકિત કરી ચૂકી છે. આ સાથે જ તેણે મસ્તીનો ફોટો પણ તેના મિત્ર સાથે શેર કર્યો છે. આ વેકેશન ફોટામાં જાહ્નવી કપૂરની અલગ શૈલી જોવા મળી રહી છે. તેણે ટ્રેન્ડી લુક બિકીનીમાં નહીં પણ ક્રોપ ટોપમાં ફ્લોન્ટ કરી છે. જેને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. આ સિવાય તેની સ્મિત પણ ચાહકોના દિલ જીતી રહી છે. કામની વાત કરીએ તો હાલમાં જ જ્હાનવી કપૂરની ફિલ્મ રિલીઝ થઈ હતી. જેને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે એક્ટ્રેસ જલ્દી જ તેની આગામી ફિલ્મ ‘ગૂડ લક જેરી’ અને ‘દોસ્તાના 2’ માં નજર આવશે. આપને જણાવી દઇએ કે તાજેતરમાં જ દોસ્તાના 2 નાં એક્ટર કાર્તિક આર્યનને કરણ જોહરે ફિલ્મમાંથી બહાર કરી દીધો છે.

Untitled 35 વેકેશનની મજા માણી રહેલી જ્હાનવીએ બોલ્ડ અવતારમાં કરી મસ્તી, ફોટા વાયરલ