લોકાર્પણ/ કેન્સરની સારવારમાં ઉપીયોગી થતું ETHOS મશીનનું સુરતની આ હોસ્પિટલમાં કરાયું લોકાર્પણ

ભારતમાં સૌ પ્રથમવાર કેન્સરની સારવારમાં ઉપીયોગી થતું ETHOS મશીનનું સુરતની ખાનગી હોસ્પિટલમાં કરાયું લોકાર્પણ

Gujarat Surat
ETHOS

સુરતમાં સૌ પ્રથમ વખત ખાનગી હોસ્પિટલ માં ETHOS થેરાપી મશીન નું લોકાર્પણ કરવામાં આવ્યું છે.. કેન્સરની સારવાર માટે અસરકારક રેડીએશન સિસ્ટમ મશીન સમગ્ર ભારતમાં પ્રથમ વખત ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યું છે.આયુષ્માન ભારત યોજના થકી આ મશીન ની સારવારનો લાભ લઈ શકાશે આ મશીન નું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

ભારતભરમાં કેન્સરના રોગો ખૂબ વધી રહ્યા છે અને તેની સારવાર પણ ખૂબ જટિલ હોય છે ત્યારે ભારતમાં સૌપ્રથમ વખત ETHOS મશીન લાવવામાં આવ્યું છે આ થેરાપી એક રેડીએશન સિસ્ટમ છે 40 કરોડ રૂપિયાના ખર્ચે આ મશીન સુરતની એક ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યું છે.જોકે આ મશીન સામાન્ય લોકોને પણ ઉપયોગી થશે કારણ કે આ મશીન નો લાભ આયુષ્માન ભારત યોજના થકી પણ આ મશીનથી સારવારનો લાભ મળી શકશે.

ખાનગી હોસ્પિટલમાં આ મશીનના લોકાર્પણમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા સાથે જ રેલવે ને ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે ગુજરાતમાં ઉત્તમ સુવિધા ઉભી કરવામાં આવશે સાથે જ અમદાવાદમાં ખાસ આરોગ્ય લક્ષી સુવિધા ઉભી કરવા જઈ રહ્યા છે.અને અમદાવાદ એર કનેક્ટિવિટીથી દુનિયા સાથે જોડાઈ રહ્યું છે ત્યારે દુનિયાના અન્ય દેશો ના  ગુજરાતીઓ પણ ગુજરાત સારવાર માટે આવે છે.

આ પણ વાંચો: ‘હું હનુમાન ભક્ત છું, મારો જન્મ કંસના વંશજોને મારવા માટે થયો છે…’ ગુજરાતમાં કેજરીવાલનો હુંકાર

આ પણ વાંચો:ગુજરાતમાં આજે મોદી vs કેજરીવાલ, ફરી ખીલશે કમાલ કે AAP કરશે પંજાબવાળું કમાલ

આ પણ વાંચો:પાકીસ્તાની નેવી વિરુધ પોરબંદર નવીબંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ, જાણો કેમ ?