સુરેન્દ્રનગર/ થાનગઢના કારખાનાના માલિક પાસે ખંડણી અને કાર માંગતા ઉધોગ કારોમાં રોષ ફેલાયો

ઉધોગકારને આંતરી ધોકો અને કુહાડી જેવા હથીયારથી ઇજા કરી જાનથી મારીનાંખવાની ધમકી આપી

Gujarat
Untitled 30 થાનગઢના કારખાનાના માલિક પાસે ખંડણી અને કાર માંગતા ઉધોગ કારોમાં રોષ ફેલાયો

થાનગઢના કારખાનાના માલિકને રાત્રી દરમિયાન ત્રણ શખ્સોએ આંતરી ધોકો અને કુહાડી જેવા હથીયારથી ઇજા પહોંચાડી ખંડણી અને કાર માંગતા ઉધોગકારોમાં રોષ ફેલાયો છે.આ બનાવની થાન પોલીસ સ્ટેશને ત્રણ શખ્સો સામે ફરીયાદ નોંધાતા પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.

આ  પણ વાંચો ;રાજકોટ / વ્યાજખોરોના ત્રાસ ના કારણે યુવાને ઝેરી દવા પી મોતને વહાલું કર્યું

થાનગઢમાં ઉધોગકારને ધમકી આપવી ખંડણી માંગવી લુંટ ચલાવવી જેવા ગુનાઓમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે.ત્યારે થાનગઢના ઉધોગકારને આંતરી મારમારી ખંડણી માગવાના બનાવને લઇ ચકચાર ફેલાઇ છેઆ અંગેની ફરીયાદ અરવીંદભાઇ કહોદરીયાએ થાન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.જેમાં જણાવ્યા મુંજબ તેઓ થાનમાં શ્રવણ સોસાયટી પાસે હીટરપ્લેટનું કારખાનુ ધરાવે છે.તેઓ તા.11-12-21 ના રોજ રાત્રી દરમિયાન થાન શ્રવણ સોસાયટી પાસે પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન ત્રણ શખ્સોએ આવી ખંડણી રૂ.10,000 અને ગાડી માંગી હતી.આથી તેમને ધોકાવળે મુઢમાર મારી ઇજા કરી તેમજ ફરીયાદીને કુહાડીવળે જમણા તથા ડાબા હાથે ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી ઢીકાપાટુનો માર માર્યો હતો.આથી થાનગઢ શ્રવણ સોસાયટીના રહીશ વીજયભાઇ સોમાભાઇ ખાચર, હકુભાઇ સોમલાભાઇ ખાચર, સોમલાભાઇ ખાચર સામે ફરીયાદ નોંધાવી હતી.આથી આ બનાવની વધુતપાસ એએસઆઇ એસ.આર.ધોરી ચલાવી રહ્યા છે.

આ પણ વાંચો ;ગુજરાત /  ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 16 લાખ જેટલા બેલેટ પેપર છપાવવાની કામગીરી શરૂ કરાઇ

થાનગઢમાં અગાઉ વેપારી પર હુમલો અને લુંટના બનાવો બન્યા હતા. આથી થાનગઢમાં આવેલા 300થી વધુ કારખાના માલીક અને કર્મચારીઓની સુરક્ષામાટે કડક અધિકારી મુકવા ગાંધીનગર ગૃહ મંત્રી સુધી અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. પણ જેમ કાયદાનું કોઈપણ જાતની બીક રાખ્યા વગર પોલીસની કોઈ પણ જાતની ડર રાખ્યા વગર ખુલ્લેઆમ વેપારીઓને ધમકાવવામાં આવે છે.આથી સીરામીક ઉધોગકારોમાં રોષની લાગણી ફેલાઇ જવા પામી છે.