Maharashtra/ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્યોના ભાવિનો આજે ફેંસલો, કોની થશે જીત

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે વિધાનસભામાં આજે મહત્વનો નિર્ણય લેવામાં આવશે.

Uncategorized
1704868019 429 udd મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્યોના ભાવિનો આજે ફેંસલો, કોની થશે જીત

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે વિધાનસભામાં આજે મહત્વનો નિર્ણય લેવામાં આવશે. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર નિર્ણય લેશે કે એકનાથ શિંદ મુખ્યમંત્રી પદ પર રહેશે કે ગુમાવશે. જો શિંદેને ગેરલાયક ઠેરવવામાં આવશે તો તેઓ મુખ્યમંત્રી પદ ગુમાવશે. શિંદેને ગેરલાયક ઠેરવવામાં આવે છતાં મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર રહેશે.

મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ 16 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવે છે, તો એકનાથ શિંદેએ તાત્કાલિક મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડશે. આ પછી ભાજપ અજિત પવારના NCP જૂથ અને અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી ફરી સરકાર બનાવી શકે છે. જો કે નિર્ણય પહેલા સીએમ એકનાથ શિંદેએ કહ્યું- બહુમત અમારી સાથે છે, અમે શિવસેના છીએ. ચૂંટણી પંચે અમને શિવસેના પક્ષ અને ચૂંટણી ચિન્હ આપ્યા છે.

અકોલા જિલ્લાના બાલાપુરના ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્ય નીતિન દેશમુખે કહ્યું કે સ્પીકર રાહુલ નાર્વેકરે નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ. આનાથી સ્પષ્ટ થશે કે નાર્વેકર કોઈના દબાણમાં આવીને નિર્ણય નથી લઈ રહ્યા. આજે દેશના લોકોની નજર મહારાષ્ટ્રના રાજકારણ પર છે. મહારાષ્ટ્રમાં દોઢ વર્ષ પહેલાં શિવસેના જૂથને લઈને મોટું રાજકારણ છેડાયું હતું. શિવસેના જૂથ બે જૂથમાં વંહેચાઈ ગયું હતું. જેના બાદ બંને જૂથ વચ્ચે શિવસેના નામને લઈને કાનૂની લડાઈ છેડાઈ હતી. આ લડાઈ હવે તેના અંતને આરે હોય તેવું લાગી રહ્યું છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત શિવસેનાના 16 ધારાસભ્યો સામે દાખલ કરવામાં આવેલી ગેરલાયકાતની અરજીઓ પર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર દ્વારા નિર્ણય લેવામાં આવશે. જો સ્પીકર નાર્વેકરે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ સીએમ શિંદે સહિત 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવશે તો શું મહારાષ્ટ્રની વર્તમાન સરકાર પર સંકટમાં મૂકાશે કે પછી માત્ર શિંદેને જ મુખ્યમંત્રી પદ છોડવું પડશે? તે લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં સત્તાનો ખેલ કયાં પંહોચશે તે આગામી સમય કહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ

આ પણ વાંચો:વાઈબ્રન્ટ સમિટ પહેલા પીએમ મોદી તેમની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતમાં ટ્રેડ શોનું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમ

આ પણ વાંચો:ગાદોઇ ટોલ ટેક્સ વિવાદ અંગે કલેકટરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલકિસ બાનોના ઘરે ઉજવણીનો માહોલ, ફોડ્યા ફટાકડા