Not Set/ દીકરી સાથે બળાત્કારની વાત સાંભળીને પાગલ થયો પિતા, કરી નાંખી 6 લોકોની હત્યા

ભારતમાં બળાત્કાર અટકાવવા, અપરાધ કરવા ઇચ્છતા વ્યક્તિમાં ડર પેદા કરવા માટે ખૂબ જ કડક કાયદો બનાવવામાં આવ્યો છે.તેમ છતાં બળાત્કારની ઘટનાઓ  અટકવાનું નામ નથી લઇ રહી.

India
A 190 દીકરી સાથે બળાત્કારની વાત સાંભળીને પાગલ થયો પિતા, કરી નાંખી 6 લોકોની હત્યા

ભારતમાં બળાત્કાર અટકાવવા, અપરાધ કરવા ઇચ્છતા વ્યક્તિમાં ડર પેદા કરવા માટે ખૂબ જ કડક કાયદો બનાવવામાં આવ્યો છે.તેમ છતાં બળાત્કારની ઘટનાઓ  અટકવાનું નામ નથી લઇ રહી. ત્યારે આવામાં વધુ એક ઘટના સામે આવી છે. જ્યાં દીકરી સાથે બળાત્કાર થતા પિતાએ એકસાથે બળાત્કાર આરોપીના પરિવારના 6 સભ્યોની હત્યા કરી નાખી છે. જણાવીએ કે, દીકરી પર બળાત્કાર થયાના સમાચાર સાંભળીને એક પિતા એટલો પાગલ થઇ ગયો કે બળાત્કાર કરનારના પરિવારના છ સભ્યોની હત્યા કરી દીધી હતી, પિતાએ દીકરીનો બદલો બધાની હત્યા કરીને લેતા સમગ્ર પંથકમાં ચકચારમચી ગઈ છે.

આ પણ વાંચો :દેશમાં 88 દિવસમાં 58 લાખ રસીના ડોઝ બરબાદ, 87 કરોડનું નુકસાન : આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ

મળતી માહિતી મુજબ, એક દીકરી તેની સાથે થયેલા બળાત્કારના બદલામાં એક પિતા હત્યારાઓ બની ગયો હતો  અને તેણે છ લોકોની હત્યા કરી હતી. હત્યા બાદ પિતા  ફરાર હોવાનું જણાવાયું છે. વિશાખાપટ્ટનમ જિલ્લાના જટ્ટડા ગામની આ ઘટના પણ પોલીસ સાંભળી પણ ચોંકી ઉઠી છે. હત્યારએ એક જ પરિવારના છ સભ્યોની હત્યા કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ કેસની તપાસ કરી રહી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતક પરિવારના એક સભ્યએ હત્યા ના આરોપીની પુત્રી સાથે કથિત રીતે બળાત્કાર ગુજાર્યો હતો, અને આ અંગેની માહિતી મળતાની સાથે જ પીડિતાના પિતા પર પાગલપન છવાઈ ગયું   અને  ગુસ્સે ભરાયેલ પિતાએ  એક સાથે 6 લોકોની હત્યા કરી દીધી. પરંતુ કથિત બળાત્કાર કરનાર હજી ફરાર છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ ભયાનક ઘટનાની માહિતી મળતાની સાથે જ લોકોના ટોળા ઘટના સ્થળે  ઉમટ્યા છે અને વિવિધ રીતે ચર્ચાઓ થઈ રહી છે.

આ પણ વાંચો :કોરોનાથી મોત થયા બાદ શવને કચરો ફેંકતા વાહનમાં લઇ જવાયા

આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં પ્રતિબંધથી બન્યો કર્ફ્યુ જેવો માહોલ, રસ્તાઓ થયા સૂમસામ