રાજકોટ/ ફટાકડાના સ્ટોલ માટે 60થી વધુ અરજીઓ ફાયર બ્રિગેડ શાખાએ શરૂ ર્ક્યું ચેકિંગ

આ વર્ષે અત્યાર સુધીમાં 60 જેટલી અરજી આવી છે જેને મંજૂરી આપવા માટે ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરે જણાવ્યું હતું.

Gujarat Rajkot
Untitled 424 ફટાકડાના સ્ટોલ માટે 60થી વધુ અરજીઓ ફાયર બ્રિગેડ શાખાએ શરૂ ર્ક્યું ચેકિંગ

દિવાળીના તહેવારોમાં શેરી અને ગલીએ ગલીએ ફટાકડાના સ્ટોલ ખડકાઈ જાય છે. જે પૈકી માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ લોકો  ફાયર બ્રિગેડ શાખાની મંજૂરી મેળવતા હોય છે. દિવાળીના આડે હવે એક પખવાડીયાનો સમય બાકી રહ્યો છે ત્યારે ફટાકડાના સ્ટોલ માટે મંજૂરી આપવા ફાયર બ્રિગેડ શાખા સમક્ષ અત્યાર સુધીમાં 60 જેટલી અરજીઓ આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામને ફાયર એનઓસી આપવા માટે ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો ;તપાસ / કેપ્ટન અમરિંદરની પાકિસ્તાની મિત્ર આરૂસા આલમની ISI સાથે કડી? ચન્ની સરકાર કરશે તપાસ

ગત વર્ષે કોરોનાકાળમાં શહેરમાં દિવાળીના તહેવારમાં ફટાકડાના સ્ટોલ માટે 125 જેટલી અરજી આવી હતી. જે પૈકી 112 સ્ટોલ ધારકોને ફાયર બ્રિગેડ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં 60 જેટલી અરજી આવી છે જેને મંજૂરી આપવા માટે ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરે જણાવ્યું હતું.

આ પણ વાંચો ;દેહવ્યાપારનો પર્દાફાશ / વડોદરાના આ વિસ્તારમાં ઝડપાયું કુટણખાનું, 7 યુવતી સાથે 12.5 વર્ષની બાળકી પણ શામેલ

તેઓએ ઉમેર્યું હતું કે, આવતા સપ્તાહે અરજીનું પ્રમાણ વધે તેવી સંભાવના જણાય રહી છે. જો ફાયર બ્રિગેડની મંજૂરી વિના ફટાકડાના સ્ટોલ ખડકી દેવામાં આવશે તો તે બંધ પણ કરાવાશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.