ક્રિકેટ/ આજે ભારત-શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાશે પ્રથમ વનડે, નહીં રમી શકે સ્ટાર ખેલાડીઓ

હવે ટીમ ઈન્ડિયાનું આગળનું મિશન શ્રીલંકા છે. જોકે, શ્રીલંકાની મુલાકાતે આવતી ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ નથી…

Top Stories Sports
11 350 આજે ભારત-શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાશે પ્રથમ વનડે, નહીં રમી શકે સ્ટાર ખેલાડીઓ
  • આજે ભારત-શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાશે પ્રથમ વનડે
  • ઈન્ટરનેશનલ ભારતીય ટીમના સુકાની તરીકે શિખર ધવન
  • કોચ તરીકે રાહુલ દ્રવિડ

હવે ટીમ ઈન્ડિયાનું આગળનું મિશન શ્રીલંકા છે. જોકે, શ્રીલંકાની મુલાકાતે આવતી ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ નથી, કારણ કે તે બધા ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે. 5 ઓગસ્ટથી ઈંગ્લેન્ડ સાથેની શ્રેણી શરૂ થશે.

11 351 આજે ભારત-શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાશે પ્રથમ વનડે, નહીં રમી શકે સ્ટાર ખેલાડીઓ

ક્રિકેટ / અંતિમ ઓવરમાં 6 છક્કા ફટકારી આ બેટ્સમેને અપાવી પોતાની ટીમને જીત

દરમ્યાન, શ્રીલંકા પ્રવાસ માટે શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે ભુવનેશ્વર કુમાર ટીમનો વાઇસ-કેપ્ટન રહેશે. કોચ તરીકે ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ ટીમની સાથે આવ્યા છે. આ સીરીઝમાં ભારતીય ટીમ ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચ રમશે. ટીમ ઈન્ડિયાનાં સિનિયર ખેલાડીઓ વિના ભારતીય ટીમ માટે પણ તે એક મોટી અને અઘરી કસોટી હશે. ભૂતકાળમાં ટીમમાં કેટલાક યુવા ખેલાડીઓ અને આઈપીએલમાં સારૂ પ્રદર્શન કરનારા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. જોવાનું એ રહેશે કે આ સીરીઝમાં આઈપીએલનાં યુવા હીરો કેવું પ્રદર્શન કરે છે. ભારત અને ઈંગ્લેન્ડ સીરીઝની પહેલી મેચ 18 જુલાઈએ રમાશે, આ એક દિવસીય મેચ હશે અને આ મેચ કોલંબોનાં આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાશે. જોકે અગાઉ આ સીરીઝની શરૂઆત 13 જુલાઇથી જ થવાની હતી, પરંતુ કોરોના વાયરસનાં કારણે તેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રથમ વન-ડે મેચ ભારતનાં સમય પ્રમાણે બપોરે 3 વાગ્યે શરૂ થશે.

11 352 આજે ભારત-શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાશે પ્રથમ વનડે, નહીં રમી શકે સ્ટાર ખેલાડીઓ

Wedding / ક્રિકેટર શિવમ દૂબેએ ગર્લફ્રેન્ડ સાથે મુસ્લિમ રીતિ-રિવાજથી કર્યા લગ્ન, જુઓ ફોટો

તમે આ સીરીઝમાં રમાયેલી તમામ વન-ડે મેચ બપોરે 3 વાગ્યાથી જોઈ શકો છો. બીજી બાજુ, જો આપણે ટી-20 મેચની વાત કરીએ, તો આ સીરીઝમાં ત્રણ મેચ રમાવાની છે. આ તમામ મેચ ભારતનાં સમય પ્રમાણે સાંજે આઠ વાગ્યે શરૂ થશે. જો કે અહી મોટો સવાલ એ પણ છે કે તમે આ મેચ ટીવી પર કઈ ચેનલમાં જોઈ શકશો. તો જવાબ એ છે કે તમે ભારત અને શ્રીલંકા વચ્ચેની છ મેચની સીરીઝની તમામ મેચોને સોનીની સ્પોર્ટ્સ ચેનલ પર લાઇવ જોઈ શકશો. બીજી તરફ, જો તમે તમારા મોબાઇલ પર મેચ જોવા માંગતા હોવ, તો તમારે તમારા મોબાઇલ પર સોની લાઇવ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને તેની સાથે, જે પણ સબ્સ્ક્રિપ્શન ચાર્જ છે, તમારે તે ચૂકવવું પડશે, માત્ર ત્યારે જ તમે તેના પર મેચને જીવંત જોઈ શકશો.

કોરોના સંકટ / ટોક્યો ઓલમ્પિકને પણ કોરોનાનું ગ્રહણ, પ્રથમ કેસ નોંધાતા મચ્યો હડકંપ

શ્રીલંકા પ્રવાસ માટે પસંદ કરવામાં આવેલી ટીમ

11 353 આજે ભારત-શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાશે પ્રથમ વનડે, નહીં રમી શકે સ્ટાર ખેલાડીઓ

શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડિકલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતીશ રાણા, ઇશાન કિશન (વિકેટ કીપર), સંજુ સેમસન (વીકેટ કિપર), યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, કે ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (વાઇસ-કેપ્ટન), દીપક ચહર, નવદીપ સૈની, ચેતન સાકરીયા…