સુરેન્દ્રનગર/ જિલ્લા પોલીસ દ્વારા ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ધજા ચડાવવામાં આવી

ચોટીલામાં બિરાજતા ચામુંડા માતાજી ના ડુંગર પર ચઢાણ કરીને ધજા ચડાવી જિલ્લાભરમાં શાંતિનું વાતાવરણ બની રહે અને કોરોના સામે લોકોને રક્ષણ મળે અંગે દરવક લોકોનું સ્વાસ્થ્ય નિરોગી રાખે તે અંગે પ્રાર્થના કરવામાં આવી હતી.

Gujarat Others
Untitled 166 જિલ્લા પોલીસ દ્વારા ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ધજા ચડાવવામાં આવી

આજથી શરૂ થયેલ આસોમાસ ના નોરતાના પ્રથમ દિવાસે જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ એ ચોટીલામાં બિરાજતા ચામુંડા માતાજી ના ડુંગર પર ચઢાણ કરીને ધજા ચડાવી જિલ્લાભરમાં શાંતિનું વાતાવરણ બની રહે અને કોરોના સામે લોકોને રક્ષણ મળે અંગે દરવક લોકોનું સ્વાસ્થ્ય નિરોગી રાખે તે અંગે પ્રાર્થના કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા શ્રી મહેન્દ્ર બગડીયા, લીંબડી ડિવિજનના ડી.વાય.એસ.પી. ચેતન મૂંધવા,સુરેન્દ્રનગર ડી.વાય.એસ.પી.દોશી ધ્રાંગધ્રા ડીવીઝન ના ડી.વાય.એસ.પી.દેવધા ડી.વાય.એસ.પી.પટેલ અને ચોટીલા પી.આઇ.બી.એમ.દેસાઈ, એલસીબી-એસઓજી પી.આઇ.ચૌધરીતેમજ પોલીસ મિત્ર દ્વારા ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર પર પગથિયા સર કરીને આજથી શરૂ થયેલ આસોમાં ની નવરાત્રી ના પ્રથમ નોરતા હોવાથી વહેલી સવારે નવદુર્ગા ચામુંડા માતાજી ને ધજા ચડાવવામાં આવી અને દરેક ઓફિસરો એ બે હાથ જોડીને જિલ્લા માં શાંતિ ભર્યું વાતાવરણ બની રહે અને લોકોના સ્વાસ્થ્ય સહિત કોરોના સામે લોકોને રક્ષણ મળી રહે તેવી માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી.