Politics/ વડાપ્રધાનના નિકટના ગણાતા આ પૂર્વ IAS અધિકારી જોડાશે ભાજપમાં, મળી શકે છે મોટી જવાબદારી

પૂર્વ IAS અરવિંદ શર્મા નરેન્દ્ર મોદીનાં નિકટનાં ગણાય છે. શર્માને ભાજપમાં જોડાયા બાદ મોટી જવાબદારી મળી શકે છે.તો યૂપીમાં પણ મોટી જવાબદારી મળે તેવી સંભાવના વ્યકત કરાઇ છે.

Top Stories India
a 206 વડાપ્રધાનના નિકટના ગણાતા આ પૂર્વ IAS અધિકારી જોડાશે ભાજપમાં, મળી શકે છે મોટી જવાબદારી

ગુજરાતનાં પૂર્વ IAS અરવિંદ શર્મા ભાજપમાં જોડાઈ શકે છે.પૂર્વ IAS અરવિંદ શર્મા કેન્દ્ર સરકારમાં મંત્રી બની શકે છે.કેન્દ્ર સરકારમાં તેમને મહત્વની જવાબદારી મળી શકે છે. પૂર્વ IAS અરવિંદ શર્માએ હજુ ત્રણ દિવસ પહેલા જ VRS લીધું હતું.શર્માનાં VRSને લઇને અનેક પ્રકારની અટકળો થઇ હતી.CMO અને PMOમાં 18 વર્ષ સુધી શર્મા સેવા આપી ચુકયા છે.

મહત્વપૂર્ણ છે કે પૂર્વ IAS અરવિંદ શર્મા નરેન્દ્ર મોદીનાં નિકટનાં ગણાય છે. શર્માને ભાજપમાં જોડાયા બાદ મોટી જવાબદારી મળી શકે છે.તો યૂપીમાં પણ મોટી જવાબદારી મળે તેવી સંભાવના વ્યકત કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત કેડરના IAS અધિકારી  અરવિંદ શર્મા કેન્દ્ર સરકારમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. શર્માએ આજે જ સ્વૈચ્છિક નિવૃત્તિ નિવૃતી લઈ લીધી હોવાની વિગતો સામે આવી હતી, જણાવી દઇએ કે શર્મા અગાઉ પીએમઓમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. ગુજરાત સીએમઓમાં પણ શર્માએ ફરજ બજાવી છે.

ગુજરાત કેડરના IAS અધિકારી  અરવિંદ શર્મા લેવામાં આવતા લોક મુખે બે વર્ષ પહેલા નિવૃત્તિ લેવાનું કારણ શું? અને એવુ તે શુ થઇ ગયુ કે નિવૃતી જ જાહેર કરી તેવા પ્રશ્નો ચર્ચાતા થયા હતા. સાથે સાથે શર્મા દ્વારા અચાનક નિવૃતી જાહેર કરી દેવામાં આવતા રાજ્યના આઈએએસ બેડામાં પણ ભારે ચર્ચા જોવામા આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો