આત્મવિલોપન/ ગોધરાના નવાગામના માજી સરપંચે આ કારણથી કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

આજના આત્મવિલોપનના પ્રયાસથી સફાળા જાગી ગયા હોય એમ નવાગામમાં ૨૦૨૧માં ૮ કામોને મંજૂરી આપી હોવાના વહીવટી ખુલાસાઓ કરવા મજબૂર બન્યા હતા.!!

Gujarat
5 1 15 ગોધરાના નવાગામના માજી સરપંચે આ કારણથી કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

ઘોઘંબા તાલુકાના નવાગામના માજી સરપંચ કંચનભાઈ મકવાણાએ આજરોજ તેઓના ગામના ખેડૂતોને ખેતરો સમતળ થાય અને ગરીબોને ઘરઆંગણે રોજગારીઓ મળે આ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સત્તાધીશો છેલ્લાં એક વર્ષથી વહીવટી મંજૂરી આપતા નથીના ચોંકાવનારા આક્ષેપો વચ્ચે ગોધરા સ્થિત D.R.D.A.કચેરી બહાર આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. જો કે સ્થળ ઉપર હાજર રહેલા પોલીસ કર્મચારીઓ દ્વારા આત્મવિલોપનના પ્રયાસને નિષ્ફળ બનાવીને નવાગામના માજી સરપંચ કંચનભાઈ મકવાણા એ કરેલા આત્મવિલોપનના પ્રયાસથી ચોંકી ગયેલા ગોધરા સ્થિત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઈન્ચાર્જ નિયામક ડી.આર.પટેલે નવાગામમાં ૨૦૨૧માં ૮ કામોમાં વહીવટી મંજૂરીઓ આપવામાં આવી હતી.એમાં અંદાઝે ₹ ૪૫ હજાર મનરેગા યોજના અંતર્ગત જોબકાર્ડ ધારકોને વેતનના નાણાં ચુકવવામાં આવ્યા હતા અને માજી સરપંચ કંચનભાઈ મકવાણા પોતાના વ્યક્તિગત લાભ માટે ખોટી રજૂઆતો કરતા હોવાના પ્રતિ આક્ષેપો કરતા આ ચોંકાવનારા પ્રકરણમાં મામલો વધુ ગરમાયો છે.

ઘોઘંબા તાલુકામાં ગરીબોને ઘરઆંગણે રોજગારીઓ આપનાર મનરેગા યોજના હેઠળ કરોડો રૂપિયાના કામો કરવામાં આવ્યા છે, પરંતુ ગરીબ ખેડૂતોને પોતાની ખેતીની જમીનો સમતળ થાય અને ઘરઆંગણે રોજગારીઓ મળે આ મનરેગા યોજના હેઠળ માંગવામાં આવેલા આવા કામોની વહીવટી મંજૂરીઓ આપવાના બદલે રોજગારી માટે કામો માંગતા ગરીબ જોબકાર્ડ ધારકોને એક વર્ષથી સરકારી કચેરીઓમાં ધરમધક્કાઓ ખવડાવતા ગોધરા સ્થિત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વહીવટ થી હેરાન પરેશાન થઈ ગયેલા ૬ જેટલા ખેડૂતોના જમીનોના સર્વે નંબરો સાથે અરજદાર માજી સરપંચ કંચનભાઈ મકવાણાએ તા.૧૨’ મે ના રોજ ગોધરા સ્થિત D.R.D.A.ના ઈન્ચાર્જ નિયામકને ૨૦૨૧-૨૨ના વર્ષમાં મનરેગા યોજના અંતર્ગત જમીન સમતળના કામોની વહીવટી મંજૂરીઓ ન મળતા આત્મવિલોપન કરીશું ની લેખિતમાં ચીમકી પણ આપી હતી.ત્યાં સુધી મનરેગાના વહીવટી સામે મૌન રહેલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વહીવટી સત્તાધીશો આજના આત્મવિલોપનના પ્રયાસથી સફાળા જાગી ગયા હોય એમ નવાગામમાં ૨૦૨૧માં ૮ કામોને મંજૂરી આપી હોવાના વહીવટી ખુલાસાઓ કરવા મજબૂર બન્યા હતા.!!

રિર્પોટર-મોહસીન