રાજકોટ/ પાલક પિતાએ અપંગ પુત્રી પર કર્યું દુષ્કર્મ, પિતા-પુત્રીના સંબંધો પર લાગ્યું કલંક

નરાધમ પાલક પિતા મુન્નાની ધમકીથી ડરી ગયેલ પાલક પુત્રી એ આ વાત કોઈને કરી ના હતી, હજીતો આ ઘટના ભુલાય ન હતી ત્યાં જ તેના પાલક બાપ નરાધમ પ્રવીણ ઉર્ફે મુન્નાના મનમાં વાસનાનો કીડો સળવળી ઉઠ્યો અને ફરી તેણે તેની પાલક દીકરીનો ફાયદો ઉઠાવીને તેની સાથે રાક્ષસ પણ ના કરે તેવી રીતે ન કરવાનું કર્યું હતું

Gujarat Rajkot
અપંગ પુત્રી

રાજકોટના જસદણ તાલુકાના મોટા દડવા ગામે પાલક પિતાએ અપંગ પુત્રી પર દુષ્કર્મ આચાર્યાની આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે માતાએ બીજા લગ્ન કર્યા હોવાથી અપંગ પુત્રી પાલક પિતા સાથે 6 મહિનાથી રહેતી હતી પરંતુ એકલતાનો લાભ લઈ પાલક પિતા મારી નાખવાની ધમકી આપી અપંગ પુત્રી પર બે વખત દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ થઇ છે.

મૂળ વિસાવદરની વતની અને જસદણના મોટાદડવા ગામે માતા અને પાલક પિતા સાથે રહેતી 21 વર્ષની અપંગ યુવતીએ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે ટ્રક ડ્રાઇવિંગ કરતા 48 વર્ષના પાલક પિતાનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ત્રણ વર્ષ પહેલા ફરિયાદી યુવતીની માતાએ તેના પતિ સાથે અણબનાવ બનતા મોટાદડવાના ટ્રક ડ્રાઇવર સાથે લગ્ન કરી લીધા હતા.

જ્યારે છ માસ પહેલાબંને પગે અપંગ 21 વર્ષની પુત્રી પણ માતા અને પાલક પિતા સાથે મોટા દડવા ગામે રહેવા આવી હતી. ગત તા. 5/4 ના માતા કામસર બહાર ગઈ ત્યારે ઘરે એકલી રહેલી યુવતિની એકલતાનો લાભ લઈ પાલક પિતાએ બળજબરીથી દુષ્કર્મ આચરી જો કોઈને કહીશ તો તને અને તારી માતાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

પાલક પિતાની ધમકીથી ડરી ગયેલી યુવતિએ માતાને કાંઈ જાણ નહી કરતા પાલક પિતાની હીંમત વધી ગઈ હતી. અને તા. 7/4 ના ફરી અપંગ પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. બે બે વખત દુષ્કર્મનો ભોગ બનેલી અપંગ યુવતિએ અંતે માતાને જાણ કરતા ગઈકાલે આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ. કે.પી. મેતાએ ગુનો નોંધી આરોપી ટ્રક ડ્રાયવરની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

21 વર્ષય અપંગ પાલક દીકરી થી તેના પાલક પિતાની હવસ અને ત્રાસ સહન ન થતા અંતે તેણે તેને સમગ્ર હકીકત તેને તેની માતાને કહેતા તેણે આટકોટ પોલીસમાં જઈને સમગ્ર હકીકત કહી હતી અને તેને આધારે આટકોટ પોલીસે દુષ્કર્મ ની ફરિયાદ લઈ ને તપાસ શરૂ કરી હતી અને તાત્કાલિક આ નરાધમ પાલક પિતા પ્રવીણ ઉર્ફે મુન્ના ને પકડી પાડી ને કાયદેસર કાર્યવાહી શરુ કરી હતી

હવસ ખોર નરાધમ પ્રવીણ ઉર્ફે મુન્નો જસદણ તાલુકાના મોટા દડવા ગામે રહે છે અને તે ટ્રક ડ્રાઈવર નું કામ કરે છે,આ દરમિયાન તેનો સમ્પર્ક જૂનાગઢ જિલ્લાના વિસાવદરની મહિલા સાથે સંપર્ક થયો વિસાવદરની આ મહિલા ને તેના આગળના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા અને તેના પગલે તેણે મોટા દળવા ના પ્રવીણ સાથે લગ્ન કરીને રહેતી હતી આ નરાધમ પ્રવીણ 21 વર્ષય અપંગ યુવતીનો પાલક પિતા થાય, અને તેણે આજે પિતા પુત્રીના સબંધો ને લજવ્યાં છે,

હાલ તો નરાધમ પ્રવીણ તેના કરતૂતો માટે જેલમાં છે પરંતુ તેણે કરેલ કૃત્ય માટે અને તેણે લજાવેલ પિતા પુત્રીના સબંધો માટે કોઈ પણ સજા ટૂંકી પડે તે ચોક્કસ છે.

આ પણ વાંચો:ગુજરાતના ખંભાતમાં હિંસાના આરોપીઓની સંપત્તિ પર બુલડોઝર ચલાવી દેવાયું, વાંચો સમગ્ર અહેવાલ