Not Set/ બજેટ કેવું રહ્યું,જાણો સામાન્ય વેપારીઓની પ્રતિક્રિયા

અમદાવાદ નાણામંત્રી અરૂણ જેટલીએ આજે  સંસદમાં સામાન્ય બજેટ રજુ કર્યું હતું.બજેટની અસર સામાન્ય વ્યક્તિઓ પર કેવી પડી છે તે જાણવા અમે પ્રયત્ન કર્યો હતો.આ બજેટથી સામાન્ય વેપારીઓની પ્રતિક્રિયા શું હતી તે અહીં રજુ કરવામાં આવી છે. -બજેટથી નાના અને સામાન્ય વેપારીઓને કોઈ જ લાભ નથી થતો. ટેક્સથી સામાન્ય વ્યક્તિને લાભ થાય છે.નાના વેપારીથી લઈને મોટા વેપારીઓને ટેક્સ ભરે […]

Gujarat
budget 1 1 બજેટ કેવું રહ્યું,જાણો સામાન્ય વેપારીઓની પ્રતિક્રિયા

અમદાવાદ

નાણામંત્રી અરૂણ જેટલીએ આજે  સંસદમાં સામાન્ય બજેટ રજુ કર્યું હતું.બજેટની અસર સામાન્ય વ્યક્તિઓ પર કેવી પડી છે તે જાણવા અમે પ્રયત્ન કર્યો હતો.આ બજેટથી સામાન્ય વેપારીઓની પ્રતિક્રિયા શું હતી તે અહીં રજુ કરવામાં આવી છે.

-બજેટથી નાના અને સામાન્ય વેપારીઓને કોઈ જ લાભ નથી થતો. ટેક્સથી સામાન્ય વ્યક્તિને લાભ થાય છે.નાના વેપારીથી લઈને મોટા વેપારીઓને ટેક્સ ભરે તે દેશના લાભમાં રહે છે,જો કે  બજેટથી લોકોને લાભ નથી થતો એ નાના વેપારી હોય કે મોટા.

મમતાબહેન પટેલ

બ્યુટી એડવાઇઝર

– સામાન્ય વેપારીને બજેટથી ફાયદો જ થવાનો છે કેમ કે સરકાર જે કરે છે સારું જ કરે છે. ટેક્સની વાત કરીએ તો ટેક્સથી કઈ લાભ તો નથી.પરંતુ હવે જીએસટી પછી દરેક વસ્તુઓ પર ટેક્સ છે એ વાત સારી છે.ઓછી આવકવાળા વેપારીઓને ટેક્સ ભરવાનો હોતો જ નથી.ઓછી આવક વાળા વેપારી માટે આ બજેટ સારું છે.

હમીદભાઈ બોક્સવાલા

વેપારી

-બજેટથી સામાન્ય વ્યક્તિઓને કોઈ જ લાભ નથી થતો.બજેટથી ગરીબ લોકોને કોઈ ફાયદો નથી થતો.. ટેક્સથી કોઈ ફાયદો કે રાહત નથી.બજેટ અને ટેક્સથી નાના માણસોને કોઈ જ રાહત નથી મળતી.

મંજુબહેન ડાભી

શાકભાજીના વેપારી

-બજેટ થી સામાન્ય વેપારીઓને ફાયદો જ છે.પરંતું ટેક્સ થી તો કોઈ વેપારીને સંતોષ નથી.

સુરેશભાઈ સોની

સોનીના વેપારી