Not Set/ કોરોના મહામારીમાં સુરતનું ચોથું સ્મશાન ગૃહ કરાયું કાર્યરત.

સંજય મહંત-સુરત-મંતવ્ય ન્યુઝ સુરત શહેરમાં કોરોના મહામારી ખૂબ ભયાવહ સ્વરૂપ ધારણ કરી રહી છે. કોરોના ના આંકડાઓ રોજ નવા રેકોર્ડ સર કરી રહ્યા છે. સ્મશાન ગૃહમાં મૃતદેહોની લાંબી કતાર ના વિડીયો રોજ વાયરલ થઇ રહ્યા છે એ વચ્ચે આજે તંત્ર અચાનક છેલ્લા 15 વર્ષથી બંધ સ્મશાનગૃહ ને કાર્યરત કરવા કવાયત એ ચડ્યું હતું. પાલ એક્વેરિયમ […]

Gujarat Surat
Untitled 122 કોરોના મહામારીમાં સુરતનું ચોથું સ્મશાન ગૃહ કરાયું કાર્યરત.

સંજય મહંત-સુરત-મંતવ્ય ન્યુઝ

સુરત શહેરમાં કોરોના મહામારી ખૂબ ભયાવહ સ્વરૂપ ધારણ કરી રહી છે. કોરોના ના આંકડાઓ રોજ નવા રેકોર્ડ સર કરી રહ્યા છે. સ્મશાન ગૃહમાં મૃતદેહોની લાંબી કતાર ના વિડીયો રોજ વાયરલ થઇ રહ્યા છે એ વચ્ચે આજે તંત્ર અચાનક છેલ્લા 15 વર્ષથી બંધ સ્મશાનગૃહ ને કાર્યરત કરવા કવાયત એ ચડ્યું હતું. પાલ એક્વેરિયમ પાસે આવેલું સ્મશાન ગૃહ છેલ્લા ઘણા સમયથી આ સામાજિક તત્વોનો અડ્ડો બની ગયું હતું. સ્થાનિક કોર્પોરેટરો અને રહીશોના આવેદન પછી સ્થિતિની ભયાવહ તને સમજતા તંત્ર આજે એમની સાથે આ સ્મશાન ગૃહ કાર્યરત કરવાના કામમાં જોતરાઈ ગયું હતું.
હાલ તો માજી ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલા તથા કોર્પોરેટર મહેશ પટેલ અને નીતિન પટેલ જગ્યા પર હાજર રહી નિર્માણ કાર્ય નું ધ્યાન રાખી રહ્યા છે. પ્રશાસન અને શહેરના રહીશો તરફથી લાકડાઓ તથા અન્ય જરૂરી ચીજવસ્તુઓની સહાય પૂરી પડાઇ રહી છે. આવતીકાલથી આ સ્મશાન ગૃહ કાર્યરત થશે એવી યોજનાબદ્ધ રીતે કામ ચાલી રહ્યું છે.
હાલ ભટ્ટીની કોઈ સુવિધા ન હોય લાકડા પર જ અંતિમ સંસ્કાર અહીં થઈ શકશે. જેથી કરીને નોન કોવિદ મૃતદેહોને સાધન યા આપવામાં આવશે અને જો તંત્ર પર લોડ વધારે પડી જાય તો નોન કોવિડ મૃતદેહો પણ અહીં અંતિમ સંસ્કાર કરી શકાશે જેમાં ટ્રસ્ટીઓ અહીંના રહીશો ને કોઈ આપત્તિ નથી અને એવો સામે ચાલીને સહકાર આપશે, એવું કોર્પોરેટર મહેશ પટેલે જણાવ્યું હતું.
માજી ભાજપ પ્રમુખ નિતીન ભજીયાવાલા ના કહેવા પ્રમાણે પાલ ગામ ના ટ્રસ્ટીઓ અને કોર્પોરેટર એમની પાસે સ્મશાન ગૃહ ને સુઝાવ લઈને આવ્યા હતા અને એમણે લાકડા તથા અન્ય જરૂરીયાતો પૂરી પાડવા સાથે તંત્ર સાથેના સંકલનમાં પણ મહેનત કરી આ સ્મશાન ગૃહ તૈયાર કરાવી રહ્યા હતા.
એક તરફ રોજ જાહેર થતા મૃત્યુ આંક ૧૬ થી વધારે નથી, અને બીજી બાજુ સુરતમાં 3 મોટા સ્મશાન ગૃહ પણ મૃતદેહો માટે ખૂટી પડ્યા. મહામારીની સ્થિતિની ભયાવહતા એ રીતે ભાપી શકો કે તંત્રએ ૨૦૦૬ થી બંધ પડેલું સ્મશાન ગૃહ એક જ દિવસમાં કાર્યરત કરી દેવું પડ્યું.