Interesting/ બાળકીનાં હાથમાં હતો મોબાઈલ અને અચાનક આવી ગયો વાંદરો, પછી જે થયુ તે જુઓ આ Video માં

એક વીડિયો આજકાલ ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક નાની છોકરી અને એક વાંદરો મોબાઈલ માટે એકબીજા સાથે લડી રહ્યાં છે. બન્ને વચ્ચે થઈ રહેલી આ નિર્દોષ લડાઈનો આ વીડિયો જોઈને તમે પણ તમારું હાસ્ય રોકી શકશો નહીં.

Ajab Gajab News
બાળકીનાં હાથમાંથી વાંદરાએ છીનવ્યો મોબાઈલ

સોશિયલ મીડિયા પર અવાર-નવાર પ્રાણીઓનાં ઘણા વીડિયો વાયરલ થાય છે. વિવિધ સોશિયલ મીડિયા વેબસાઈટ પર પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચેની મિત્રતાનાં ઘણા વીડિયો આપણે જોયા છે. આવો જ એક વીડિયો આજકાલ ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક નાની છોકરી અને એક વાંદરો મોબાઈલ માટે એકબીજા સાથે લડી રહ્યાં છે. બન્ને વચ્ચે થઈ રહેલી આ નિર્દોષ લડાઈનો આ વીડિયો જોઈને તમે પણ તમારું હાસ્ય રોકી શકશો નહીં. વાંદરો છોકરીને કોઈપણ રીતે નુકસાન પહોંચાડતો નથી. બન્ને એકબીજા પાસેથી મોબાઈલ છીનવવામાં જ વ્યસ્ત દેખાઇ રહ્યા છે.

આ પણ વાંચો – Children’s day / દેશનાં પ્રથમ વડાપ્રધાન ચાચા નેહરુની જન્મજયંતિ પર PM મોદી સહિત અન્ય નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વાંદરો નાની બાળકી પાસેથી મોબાઈલ ફોન છીનવી રહ્યો છે. લોકોને આ વીડિયો એટલો ક્યૂટ લાગી રહ્યો છે કે આ વીડિયો જોયા પછી તેઓ હસવાનું રોકી શકશે નહીં. તો ત્યાં જ, હવે આ વીડિયો મીડિયાની હેડલાઇન્સમાં આવ્યો છે અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક નાની છોકરી ઘરની બહાર ખાટલા પર બેઠી છે. તેના હાથમાં મોબાઈલ ફોન છે, જેની સાથે તે રમતી જોવા મળી રહી છે. આ દરમિયાન એક વાંદરો ત્યાં પહોંચે છે અને તેના બાથમાંથી ફોન છીનવી લેવાનો પ્રયાસ કરે છે. ગુસ્સામાં આવીને બાળકી વાંદરાનાં હાથમાંથી ફોન છીનવી લે છે. છોકરી માત્ર એક ક્ષણ માટે જ ફોન પોતાની પાસે રાખી શકે છે, કારણ કે વાંદરો ફરી તેની પાસેથી ફોન છીનવી લે છે. આ દરમિયાન યુવતી નિર્ભયતાથી વાંદરા પાસેથી મોબાઈલ છીનવવાનો પ્રયાસ કરે છે. આ વીડિયો જોયા બાદ લોકોનાં ચહેરા પર હાસ્ય આવી જાય છે. આપને જણાવી દઈએ કે, વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. તમે @jagadeeshmadinenimadineni નામનાં એકાઉન્ટ પર આ વીડિયો જોઈ શકો છો.

https://www.instagram.com/reel/CVI0gqchbJp/?utm_source=ig_web_copy_link

આ વીડિયોને અત્યાર સુધીમાં 01 લાખ 50 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. વળી, હજારો લોકોએ આ વીડિયો પર તેમની ટિપ્પણીઓ કરી છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, વાનર માતા-પિતાનાં રોલમાં જોવા મળે છે. તે યુવતીને ઠપકો આપી રહ્યો છે અને કહી રહ્યો છે કે મોબાઈલ બાળકો માટે નથી. બીજા યુઝરે લખ્યું, ‘વળી, કયો વાંદરો આવું કામ કરે છે’, ત્રીજા યુઝરે લખ્યું, ‘સારુ છે આ વાંદરાએ બાળકીને નુકસાન નથી પહોંચાડ્યું’ આ સિવાય વીડિયોનાં કોમેન્ટ સેક્શનમાં ઘણી બધી ઈમોજી જોવા મળી રહી છે.