Not Set/ યુવરાજ સિંહનાં ફેન માટે આવ્યા સારા સમાચાર, પબ્લિક ડિમાન્ડ પર મેદાનમાં પરત ફરશે Yuvi

પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે ક્રિકેટ મેદાનમાં વાપસીની જાહેરાત કરી સૌ કોઇને ચોંકાવી દીધા છે. તેમણે કહ્યું છે કે, તે લોકોની માંગ પર પીચ પર પરત ફરી રહ્યા છે.

Top Stories Sports
યુવરાજ સિંહ

પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે ક્રિકેટ મેદાનમાં વાપસીની જાહેરાત કરી સૌ કોઇને ચોંકાવી દીધા છે. તેમણે કહ્યું છે કે, તે લોકોની માંગ પર પીચ પર પરત ફરી રહ્યા છે. આ સાથે યુવરાજે એ પણ જણાવ્યું છે કે તે ક્યારે રમવાનો છે. જોકે, તેણે ટૂર્નામેન્ટનું નામ જાહેર કર્યું નથી.

આ પણ વાંચો – T20 World Cup / ભારતીય ટીમની T20 વર્લ્ડકપમાં બેક ટૂ બેક હાર બાદ પાકિસ્તાની ફાસ્ટ બોલરે કર્યો કટાક્ષ

ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહ ફરી એકવાર મેદાન પર ચોક્કા અને છક્કાનો વરસાદ કરતા જોવા મળી શકે છે. જણાવી દઇએ કે, યુવરાજ સિંહે 2017માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી ધમાકેદાર ઈનિંગ્સનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂક્યો હતો. યુવરાજ સિંહે કટકમાં રમાયેલી મેચમાં માત્ર 127 બોલમાં 21 ચોક્કા અને 3 છક્કાની મદદથી 150 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેના સિવાય એમએસ ધોનીએ પણ 122 બોલમાં 134 રન બનાવ્યા હતા. યુવરાજ એક એવો ખેલાડી કે જે પોતાના દમ પર ટીમને જીત અપાવી શકવાની તાકત રાખે છે, જેના આ ચૌંકાવનારી જાહેરાત બાદ તેના ફેન્સ ઘણા ખુશ થઇ શકે છે. જો કે, યુવરાજે તે જાહેર કર્યું નથી કે તે કઈ ટૂર્નામેન્ટ રમવાનો છે. જો કે, એવું બની શકે છે કે યુવી આવતા વર્ષે રમાનારી રોડ સેફ્ટી સીરીઝમાં સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ ખેલાડીઓ સાથે રમી શકે છે. યુવીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા તેના ચાહકોને આ વિશે જાણ કરી અને આ દરમિયાન એક વીડિયો પોસ્ટ કર્યો જે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય સદી હતી. આ વીડિયોમાં બોલિવૂડનું પ્રખ્યાત ગીત તેરી મિટ્ટી પણ ચાલી રહ્યું હતું. પોસ્ટ શેર કરતા યુવીએ લખ્યું, “ભગવાન તમારી મંઝિલ નક્કી કરે છે. ફેન્સની માંગ પર હું ફેબ્રુઆરી મહિનામાં ફરી પીચ પર આવીશ. તમારા પ્રેમ અને સારી પ્રાર્થના માટે આભાર. મારા માટે આ મોટી વાત છે. હંમેશા સપોર્ટ કરતા રહો અને આ જ સાચા ચાહકની નિશાની છે.”

Instagram will load in the frontend.

આ પણ વાંચો – T20 World Cup / પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી ઇયોન મોર્ગને બનાવ્યો T20 માં રેકોર્ડ

યુવરાજ સિંહે પોતે મંગળવારે જાહેરાત કરી હતી કે તે 2022માં પીચ પર પરત ફરશે. યુવરાજ ભારતનાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો એક છે. તેણે 2011નાં વર્લ્ડ કપમાં મેન ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ પણ જીત્યો હતો. તેના શાનદાર પ્રદર્શનનાં કારણે ભારતે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ દરમિયાન તેને કેન્સર હોવાનું સામે આવ્યુ હતું, પરંતુ તેણે ટીમ ઈન્ડિયા માટે રમવાનું ચાલુ રાખ્યું હતું. યુવરાજે 40 ટેસ્ટ, 304 ODI અને 58 T20 ઈન્ટરનેશનલમાં 17 સદી અને 71 અડધી સદી સાથે 11,000 થી વધુ રન બનાવ્યા છે. આ સિવાય તેણે 2007 T20 વર્લ્ડકપમાં સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં સતત છ સિક્સર ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.