હાલમાં મહિલાઓ પર અણબનાવના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે યુવતીઓ આત્મરક્ષણ કઈ રીતે મેળવે તે માટે અરવલ્લી ના બાયડ માં આવેલ એન એચ શાહ હાઈસ્કૂલ માં ગુજરાત રાજ્ય મહિલા આયોગ ના સંયુક્ત ઉપક્રમે શાળામાં અભ્યાસ કરતી 400 થી વધુ વિદ્યાર્થિનીઓ ને ગુડ ટચ બેડ ટચ વિશે આ કાર્યક્રમમાં માહિતી આપવામાં આવશે.ગુજરાતરાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયા ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાશે.
દેશની 100 થી વધુ મજબુત મહિલાઓમાં ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાને સ્થાન
ઉલ્લેખનીય છે કે, દેશની 100 થી વધુ શક્તિશાળી મહિલાઓ અંગે ઇન્ડિયન નેશનલ બાર એશોસિયેશન દ્વારા તૈયાર કરાયેલા પુસ્તક ‘ધ ફીનોમીનલ શી’ ની બીજી આવૃત્તિ ૨૦૧૯માં પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયા ને સ્થાન મળ્યું છે. લીલાબેનના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ૨૦૭ નારી અદાલત શરુ કરવામાં આવી છે. જેમાં પર્ણ તેનાનું અમુલ્ય યોગદાન રહ્યું છે. જેણે મહિલા અદાલતોની દ્રષ્ટીએ ગુજરાતને દેશમાં પ્રથમ સ્થાન અપાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
