Smart Meter Dispute/ સ્માર્ટ મીટરના મામલે છેવટે સરકારે છેવટે ‘સ્માર્ટનેસ’ બતાવી

ગુજરાતમાં સ્માર્ટ મીટરના મામલાને વેગ પકડતો જોઈને છેવટે સરકારે બેકફૂટ પર આવવું પડ્યુ છે. સ્માર્ટમીટરને લઈને રાજ્ય સરકારે જણાવ્યું છે કે સ્માર્ટ મીટરની સાથે-સાથે પરંપરાગત મીટર પણ લગાવવામાં આવશે. સ્માર્ટ મીટર માંગ કરનાર વીજ ગ્રાહકને વધુ એક મીટર લગાવાશે.

Gujarat Gandhinagar Top Stories Ahmedabad Rajkot Surat Vadodara
Beginners guide to 16 1 સ્માર્ટ મીટરના મામલે છેવટે સરકારે છેવટે 'સ્માર્ટનેસ' બતાવી

ગાંધીનગરઃ ગુજરાતમાં સ્માર્ટ મીટરના મામલાને વેગ પકડતો જોઈને છેવટે સરકારે બેકફૂટ પર આવવું પડ્યુ છે. સ્માર્ટમીટરને લઈને રાજ્ય સરકારે જણાવ્યું છે કે સ્માર્ટ મીટરની સાથે-સાથે પરંપરાગત મીટર પણ લગાવવામાં આવશે. સ્માર્ટ મીટર માંગ કરનાર વીજ ગ્રાહકને વધુ એક મીટર લગાવાશે. સ્માર્ટ મીટર મામલે સુરતમાં દક્ષિણ ગુજરાતથી શરૂ થયેલો વિરોધ પછી મધ્ય ગુજરાત અને હવે સૌરાષ્ટ્ર સુધી પહોંચતા સરકાર હરકતમાં આવી છે. રાજ્ય સરકારે MGVCLના એમડીને તાત્કાલિક ગાંધીનગર બોલાવ્યા હતા. જેમાં ગ્રાહકોના સ્માર્ટ મીટર સામેના તમામ સંશયો દૂર કરવા આદેશ કર્યો છે. તેની સાથે જ ઊર્જા મંત્રી અને સચિવે MGVCLના MD પાસે તમામ વિગતો પણ માંગી છે.

સ્માર્ટ સિટીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. પરંતુ આ પ્રોજેક્ટ સંપૂર્ણ પાર પડે તે પહેલા જ તેનો વિરોધ શરૂ થયો છે. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતા હોવાનો દાવો કરાયો છે, તો વિપક્ષે ચીમકી આપી છે કે જો સ્માર્ટ મીટર લાગ્યા તો ઉગ્ર આંદોલન કરીશું. વડોદરામાં 15 હજાર ઘરોમાં લગાવેલા આ સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે અને આ જ કકળાટને કારણે શહેરીજનોએ ઉગ્ર રજૂઆત કરી. મોટી સંખ્યામાં મહિલાઓએ હાઉસિંગ બોર્ડની ઓફિસમાં જઈને હોબાળો મચાવ્યો. લોકોનો આક્ષેપ છે કે પહેલા જે મીટર હતા તેની સરખામણીએ સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે. એવા પણ આક્ષેપ થયા છે કે, રિચાર્જ કરાવ્યા બાદ પણ બેલેન્સ ઓછું આવે છે. ઘરમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડે છે. વડોદરામાં લાગેલા સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ તો વિરોધ કર્યો જ પરંતુ સાથે સાથે હવે વિપક્ષ પણ મેદાનમાં આવી ગયું છે.

શું છે સ્માર્ટ મીટર અને હાલ આપણા ઘરમાં છે તે સાદા મીટર વચ્ચે તફાવત? તો, સાદા મીટરમાં વીજના વપરાશ પછી બીલ ભરવાનું હોય છે. સ્માર્ટ મીટરમાં પહેલા જ પૈસા આપ્યા પછી વીજળી વાપરી શકાશે. સાદા મીટરમાં બીલ રિડિંગ માટે કર્મચારી આવતો હતો. સ્માર્ટ મીટરમાં બીલ રિંડીંગની જરૂર નહીં પડે, સાદા મીટરમાં બિલ આવે ત્યારે નાણાં ભરવા માટે જવું પડતું હતું. સ્માર્ટ મીટરમાં પહેલા જ રિચાર્જ કરાવું પડે છે, સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી શકાતો નહતો. સ્માર્ટ મીટરમાં રોજિંદો વીજ વપરાશ જાણી શકાશે. સાદા મીટરમાં જો બિલ લેટ ભરીએ તો પણ વીજળી ચાલુ રહેતી હતી પરંતુ સ્માર્ટ મીટરમાં રિચાર્જ પત્યું તેની સાથે જ વીજળી ગુલ થઈ જશે, સાદા મીટરમાં વીજ ચોરી થઈ શક્તી હતી. પરંતુ સ્માર્ટ મીટરમાં વીજ ચોરી ભૂતકાળ બની જશે, સાદા મીટરમાં સ્માર્ટ ફોનની જરૂર પડતી નહતી. સ્માર્ટ મીટરમાં સ્માર્ટ ફોન ફરજિયાત રહેશે, સાદા મીટરથી સામાન્ય વ્યક્તિને બીલ ભરવામાં કોઈ સમસ્યા આવતી ન હતી.

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત મોટો નિર્ણય લેવાયો છે કે, સ્માર્ટ મીટર હવે સરકારી કચેરીઓમાં લગાવાશે. રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે. સ્માર્ટ મીટરના થઈ રહેલા વિરોધ બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવા કવાયત હાથ ધરાઈ છે. રહેણાંક વિસ્તારમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવા પ્રયાસ હાથ ધરાયો છે. સામાન્ય જનતાની ગેર સમજ દૂર કરવા સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા, ગુજરાતમાં એલર્ટ

આ પણ વાંચોઃ અમદાવાદ RTOમાં ફરી સર્વર થયું ઠપ

આ પણ વાંચો: અમદાવાદમાં શાળાઓ 23મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટનું વિતરણ કરશે

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર સોના-ચાંદીની દાણચોરીમાં જંગી વધારો