ગુજરાત હાઇકોર્ટ/ સરકારે ટેસ્ટ ઘટાડયા એટલે કેસ ઓછા દેખાય છે, હાઇકોર્ટમાં એડ્વોકેટ્સ એસોસિયેશનની રજૂઆત

કોરોના વાયરસ સંક્રમણની વકરેલી સ્થિતિના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લીધેલી સુઓમોટો પિટિશનમાં આજે ફરી સુનાવણી શરૂ કરાઈ હતી.આ સુનાવણી અંતર્ગત રાજ્ય સરકારે ફરી એક વખત કોરોનાની પરિસ્થિતિ માટે ભરેલા પગલાં માટે સોગંદનામું

Top Stories Gujarat
gujarat highcourt સરકારે ટેસ્ટ ઘટાડયા એટલે કેસ ઓછા દેખાય છે, હાઇકોર્ટમાં એડ્વોકેટ્સ એસોસિયેશનની રજૂઆત

કોરોના વાયરસ સંક્રમણની વકરેલી સ્થિતિના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લીધેલી સુઓમોટો પિટિશનમાં આજે ફરી સુનાવણી શરૂ કરાઈ હતી.આ સુનાવણી અંતર્ગત રાજ્ય સરકારે ફરી એક વખત કોરોનાની પરિસ્થિતિ માટે ભરેલા પગલાં માટે સોગંદનામું રજૂ કર્યું હતું. ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિયેશન પાસે માંગેલા સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યની હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાની એડવોકેટ એસોસિયેશને રજૂઆત કરી છે.પરંતુ આજે પણ સરકારના સોગંદનામાં થી હાઇકોર્ટ ખુશ ન હોય તેમ લાગ્યું હતું તેમજ હાઈકોર્ટે એડવો કેસ એસોસિયેશન દ્વારા સૂચવેલા મુદ્દાઓને ધ્યાનમાં લઇને સરકારને ખવડાવી હતી સાથે જ કહ્યું કે, રાજ્યના અનેક વિસ્તારોમાં સરકારની ગાઈડલાઈનનું અમલીકરણ નથી થતું. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી માળખાની સુવિધાઓનો અભાવ અને RTPCR ટેસ્ટિંગના માળખાનો રાજ્યમાં અભાવ હોવાની રજૂઆત કરાઈ હતી.

સુઓમોટો PIL પર સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ 

રાજ્યમાં 1190 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂર સામે કેન્દ્ર 975 મેટ્રીક ટન ઓક્સિજન પૂરો પાડે છે જ્યારે બાકીનો જથ્થો રાજ્ય સરકાર અન્ય રીતે મેળવતી હોવાનો દાવો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી એફિડેવીટમાં સરકારે કર્યો છે.

રેમડેસિવિરના ડોઝમાં પણ અમદાવાદ જિલ્લાને કુલ જથ્થાના 25.44 ટકા આપી દેવામાં આવે છે. એફિડેવીટમાં જણાવાયું છે કે, રાજ્ય સરકારની માગણીને કારણે કેન્દ્રએ 200 મેટ્રીક ટન જેટલો વધારે મેડિકલ ઓક્સિજનનો જથ્થો આપ્યો છે.

રાજ્ય કક્ષાએ સરકારે ઓક્સિજન સપ્લાય માટે કંન્ટ્રોલરૂમ પણ તૈયાર કર્યો છે.પહેલા કોરોના વેવમાં 50 હજાર બેડ હતા ત્યાં 1 મેની સ્થિતિએ 1,03,033 બેડ ઉભા કરવામાં આવ્યા છે.

જીએમડીસી ખાતેના ધનવંતરી હોસ્પિટલમાં પણ 2જી મેની સ્થિતિએ 641 જેટલા દર્દીઓ દાખલ થયા છે.

સરકારે કહ્યું છેકે, તેમણે આરટીપીસીઆરના મશીનો વધારીને ટેસ્ટની સંખ્યામાં મોટો વધારો કર્યો છે.

સરકાર પાસે જ 72 મશિનો છે. ટેસ્ટ માટે તમામ લેબરોટરી જે અગાઉ 2 શીફ્ટમાં ચાલતી હતી તે હવે 24 કલાક ચાલે છે.

રાજ્યમાં તાલુકા કક્ષાએ ખરાબ પરિસ્થિતિ

એડવોકેટ એસોસિયેશનના એડવોકેટ દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ કે, રાજ્યમાં તાલુકા કક્ષાએ ખરાબ પરિસ્થિતિ છે. સાયલામાં ઓક્સિજન અને આઇસીયું સાથેની હોસ્પિટલ નથી. RTPCR રિપોર્ટ માટે 3 થી 4 દિવસ સુધી રાહ જોવી પડે છે. કલેક્ટરે સરકારી કર્મચારીઓને પ્રથમ સારવાર આપવાનો તઘલખી નિર્ણય કરેલો છે.

નાના શહેરોમાં ટેસ્ટિંગની સુવિધાનો અભાવ

હાઈકોર્ટની સુનાવણી દરમિયાન સીનિયર એડવોકેટ પરસી કવિના ટેસ્ટિંગની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, કેટલાક શહેરોમાં રિસોર્સની અછત સર્જાય છે જેમાં ઘણા પ્રોબ્લેમ છે જેમાં મુખ્ય 3 સમસ્યા છે જેમાં પહેલું છે ટેસ્ટનું રિપોર્ટિંગ જે લેટ થાય છે, બીજું છે જેમાં કેટલાક જિલ્લાના ગામોમાં ટેસ્ટિંગની વ્યવસ્થા નથી અને જ્યાં વ્યવસ્થા છે ત્યાં સાધનો ઘૂળ ખાય છે ત્યાં પૂરતો સ્ટાફ નથી. આ ગંભીર બાબત છે.

તેમણે કહ્યું, અમારા એડવોકેટ એસો.એ જિલ્લાના બાર એસો.જોડે વાત કરીને પરિસ્થિતિઓ જાણી છે એને ધ્યાનમાં લઈને આજે રજૂઆત કરી એ છે. સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, તાપી નર્મદા,પંચમહાલ અને બનાસકાંઠામાં પણ ટેસ્ટિંગની સુવિધાઓ અભાવ છે. ધન્વતંરી રથ પણ ક્યાંય લોકો સુધી પહોંચ્યા નથી. તેઓ PHC સેન્ટર આગળ જ પાર્ક હોય છે. નાના શહેરો અને ગામડાઓમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, સુવિધાઓ અને સારવાર નો અભાવ છે.

45 વર્ષથી ઉપરની વયના લોકોને અચાનક વેક્સીન  આપવાનું બંધ કરી દેવામાં આવ્યું

તો બીજી તરફ, 45 વર્ષથી ઉપરની વયના લોકોને અચાનક વેક્સીન  આપવાનું બંધ કરી દેવામાં આવ્યું તેની પાછળનું કારણ સમજ નથી પડતી. માત્ર પ્રેસનોટ મારફતે લોકોને જાણ કરી દેવામાં આવી છે. વેક્સીનેશનને લઈને યોગ્ય માહિતી લોકો સુધી પહોંચતી નથી. ક્યારે મળશે અને કેવી રીતે મળશે તેની માહિતી સરકાર પાસે પણ નથી.

ઓક્સિજનનો જથ્થો ક્યારે અને કેટલો આવશે,માહિતી સરકાર પાસે પણ નથી 

સાથે જ ઓક્સિજનની ઓક્સિજનના જથ્થા વિશે પણ એસોસિયેશને રજૂઆત કરી કે, ઓક્સિજનનો જથ્થો ક્યારે અને કેટલો આવશે તેની માહિતી સરકાર પાસે પણ નથી. 45 વર્ષથી ઉપરના લોકોનું વેક્સીનેશન બાકી છે, છતાં હાલ તેમને વેક્સિન આપવાની બંધ કરી દેવામાં આવી છે.

આવનારા 15 દિવસમાં જ સંક્રમણની ચેઇન તોડી શકાય છે,સરકારે લોકડાઉન મૂકવું જોઈએ 

શાલીન મહેતાએ હાઈકોર્ટમાં રજૂઆત કરી કે, કોરોનાના RTPCR ટેસ્ટ 23 એપ્રિલથી 1.89 લાખ હતા, તે ઘટીને 1.38 થયા છે  આંકડા ઘટાડવા માટે ટેસ્ટ ઘટાડવામાં આવ્યા છે. ધન્વંતરિ હોસ્પિટલમાં વોર્ડ બોય દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ગઈકાલે મને એક કોલ આવ્યો હતો કે ધન્વંતરિ હોસ્પિટલમાં લંચ છેક સાંજે 4:00 વાગે આપવામાં આવ્યું હતું. તો હાઇકોર્ટ સમક્ષ શાલીન મહેતાએ કહ્યું કે, આવનારા 15 દિવસમાં જ સંક્રમણની ચેઇન તોડી શકાય છે. આ માટે સરકારે લોકડાઉન મૂકવું જોઈએ. નબળા વર્ગના લોકો માટે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ.

આવનારા દિવસોમાં લગ્નો પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ

આવનારા દિવસોમાં લગ્નો પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. ગંભીર દર્દીઓની હાલત ખરાબ છે. હોસ્પિટલો કહી રહી છે કે, ઓક્સિજન નહિ મળે, દાખલ થવું હોય તો થાવ. હોસ્પિટલમાં સફાઈ પણ કરાતી નથી. બોપોરનું જમવાનું સાંજે 4 વાગ્યે મળે છે. ધન્વંતરિ રથની કામગીરી માટે જાહેરાતો થઈ, પણ સંતોષકારક કામગીરી નથી થઈ.

‘સરકારે ટેસ્ટ ઘટાડ્યા, એટલે કેસ ઘટ્યા’

એડવોકેટ પરસી કવિનાએ આગળ કહ્યું, DRDO હોસ્પિટલમાં 600 જેટલા જ બેડ કાર્યરત છે એ કેમ બધા ચાલુ કરવામાં નથી આવતા. તમે DRDO હોસ્પિટલમાં બાથરૂમ જોવો તો ખબર પડે કેટલી ગંદકી છે. ગાંધીજી તો ક્યારના સફાઈ અને સ્વચ્છતાની વાત કરી ગયા છે આપણને આની વ્યવસ્થા હજી નથી આવડી. કોઈ સ્ટાફ નથી ત્યાં સફાઈ કામદારોનો. RT-PCR ટેસ્ટિંગના આંકડામાં ઘણો ફેરફાર જોવા મળે છે. આ યોગ્ય નથી. 26 જગ્યાએ RT-PCR ચાલુ કરવામાં આવ્યા, ત્યાં પણ કોઈ આંકડા મળતા નથી. RT-PCRની કીટ પણ સરકારી જગ્યાએ ઓછી આપે છે એટલે ટેસ્ટ ઓછા થાય છે, એટલે ટેસ્ટિંગ ઓછા થાય છે અને કેસ ઓછા આવે છે. સરકારને એવું લાગે છે કે રાહત થઈ. વેક્સિનેશનમાં પણ ફિયાસકો થયો છે. સરકારે કેટલા ડોઝ મંગાવ્યા એ તો જાહેરાત કરે છે પણ કેટલા આવ્યા એ પણ કહેવું જોઈએને કેમ જણાવતા નથી.

ગુજરાત પીએમ કેર ફન્ડમાંથી કેમ ઓક્સિજન પ્લાન્ટ માટે ફન્ડ મળે તેની રાહ જોવે છે 

સરકારી વકીલ કમલ ત્રિવેદીએ કહ્યું કે, ઓક્સિજન સપ્લાય માટે કન્ટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. જેથી શહેરમાં અને જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સિજન સીધે સીધો પહોંચી શકે. 7 માંથી 5 ઓક્સિજન PSA પ્લાન્ટ ચાલુ છે. જેઓને ઓક્સિજન સપ્લાયની જરૂરી નથી. 2 પ્લાન્ટ નવસારી અને મોરબીમાં ટૂંક સમયમાં ચાલુ થશે. બીજા 32 PSA પ્લાન્ટ માટેની પ્રોસેસ ચાલી રહી છે. જેના પર ચીફ જસ્ટીસે કહ્યું હતું, ગુજરાત પીએમ કેર ફન્ડમાંથી કેમ ઓક્સિજન પ્લાન્ટ માટે ફન્ડ મળે તેની રાહ જોવે છે,રાજ્ય સરકાર કેમ ફન્ડિંગ નથી કરતું એ કરે તો પ્લાન્ટ વધી શકે છે. જેના પર સરકારી વકીલ કહ્યું, આ PSA પ્લાન્ટ માટેનું રો-મટીરીયલ આપણે બહારના દેશમાંથી મંગાવીએ છીએ. જે 2-3 મહિનામાં આવે છે જેના કારણે વિલંબ થઈ રહ્યો છે .સરકાર પ્રયત્ન કરી રહી છે કે જલ્દીથી આ પ્લાન્ટ તૈયાર થાય આ પ્લાન્ટ 30 થી 60 લાખમાં તૈયાર થઈ જાય છે.

રેમડેસિવિર ઈન્જેક્શનના વિતરણ દરેક જિલ્લામાં સરખું કરો : હાઇકોર્ટ

રાજ્યમાં રેમડેસિવિરના વિતરણ અંગે સરકાર તરફથી દલીલ કરાઈ હતી કે, દર્દીની ગંભીરતા જોઈને રેમડેસિવિર અપાય છે. જેમાં છેલ્લા દિવસમાં અમદાવાદમાં 25.44% ઈન્જેકશન આપ્યા છે અને જિલ્લામાં 75% ઈન્જેકશન ફળવામાં આવ્યા છે. જવાબમાં હાઇકોર્ટે કહ્યું, અમદાવાદ રાજ્યનો ભાગ છે તેને વધારે રેમડેસિવિર અપાય છે જિલ્લામાં હજી ઘણી ડિમાન્ડ છે ત્યાં ઈન્જેકશન પહોંચતા નથી. અમદાવાદ મોટું સીટી છે પણ જિલ્લા અને અન્ય શહેરો પણ મહત્વના છે સરખું વિતરણ કરો. હવે તમે અમને છેલ્લા 15 દિવસ કે મહિનો જીલ્લા પ્રમાણે ઈન્જેકશન કેટલા આપ્યા એની માહિતી આપજો.

AMC પોતાની અલગ પોલિસી થી કામ કરે છે આવું કેમ?

વધુમાં હાઈકોર્ટના ચીફ જસ્ટીસે કહ્યું, તમે સરકારી એફિડેવિટમાં કેટલી માહિતી ખોટી લઈને આવ્યા છો આવી બેદરકારી તમારા સોર્સ કેવા છે? સરકાર ટેસ્ટિંગનો આંકડો કેમ બરાબર બતાવતી નથી. ટેસ્ટિંગ ઓછું થાય છે એ હકીકત છે તમે વ્યવસ્થા કેમ વધારતા નથી. હાઇકોર્ટે વધુમાં કહ્યું કે, AMC એ રાજ્ય સરકારની અંડરમાં આવે છે, તો તેને રાજ્ય સરકારની પોલિસી પ્રમાણે કામ કરવું પડે. પરંતુ AMC પોતાની અલગ પોલિસી થી કામ કરે છે આવું કેમ? 108ની લાઈનો આ પોલિસીના ચક્કરમાં જ લાગે છે. બને સંકલન કરી ને કામ કરવું જોઈએ.

કોરોના વાયરસ સંક્રમણની વકરેલી સ્થિતિના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લીધેલી સુઓમોટો પિટિશનમાં આજે ફરી સુનાવણી શરૂ કરાઈ હતી. હાઈકોર્ટે AMCને ખખડાવી કહ્યું કે AMC સરકારની પોલિસી મુજબ કામ નથી કરતી, શા માટે બાળકો જેવું વર્તન કરે છે, 108ની લાઈનો આ પોલિસીના ચક્કરમાં જ લાગે છે.

kalmukho str 1 સરકારે ટેસ્ટ ઘટાડયા એટલે કેસ ઓછા દેખાય છે, હાઇકોર્ટમાં એડ્વોકેટ્સ એસોસિયેશનની રજૂઆત