Not Set/ કોરોનાની ત્રીજી લહેરને લઈ સરકાર સતર્ક, વેપારીઓ માટે પણ રસીકરણ અભિયાન બનાવાયું સખ્ત

ગુજરાતમાં હવે ધીરે ધીરે કોરોના બીજી લહેર પૂર્ણ થવાના આરે છે. ત્યારે ત્રીજી લહેર ન આવે તે માટે હવે સરકાર અત્યારથી જ અગમભાગ રૂપે પગલાં લઈ રહ્યું છે.

Top Stories Gujarat Others
A 158 કોરોનાની ત્રીજી લહેરને લઈ સરકાર સતર્ક, વેપારીઓ માટે પણ રસીકરણ અભિયાન બનાવાયું સખ્ત

ગુજરાતમાં હવે ધીરે ધીરે કોરોના બીજી લહેર પૂર્ણ થવાના આરે છે. ત્યારે ત્રીજી લહેર ન આવે તે માટે હવે સરકાર અત્યારથી જ અગમભાગ રૂપે પગલાં લઈ રહ્યું છે.કોરોના રસી જ એક ઉત્તમ ઈલાજ હોવાના કારણે હવે રસી પર ભાર આપવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં  દિનપ્રતિદીન ઘટાડો નોંધાઇ રહ્યો છે.હવે રાજ્ય સરકારે રસીકરણને વેગવંતુ  બનાવવા કમર કસી છે. હવે ખાસ કરીને શાકભાજી,હોટલ-રેસ્ટોરન્ટ, ચાનીકીટલી, પાનના ગલ્લાવાળા સહિતના દુકાનદારોએ કોરોનાની રસી લીધી નહી હોય તો દંડ-કાર્યવાહી કરશે.આ ઉપરાંત દુકાનને સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. જેણે રસી લીધી નહી હોય તેણે આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ રાખવો પડશે.

આ પણ વાંચો :બોટાદ નર્મદાની LD-6 કેનાલનું અધુરું કામ પૂર્ણ કરવા કારોલના ગ્રામજનોની માંગ

છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોનાના કેસો સતત ઘટી રહ્યાં છે.ગુજરાતમાં અત્યારે કોરોનાના રોજ કેસોનો આંકડો માત્ર 544 સુધી પહોચ્યો છે. ઘટતા જતાં કેસોને પગલે રાજ્ય સરકારે પણ બજારો ખુલ્લા રાખવાના સમયમાં છુટછાટ આપી છે. એટલું જ નહીં, મોટાભાગના પ્રતિબંધ હળવા કરાયાં છે. હવે સરકાર કોઇ જોખમ ખેડવા તેયાર નથી ત્યારે રસીકરણ પર ધ્યાન કેન્દ્રીત કરાયુ છે.

ધંધા સાથે જોડાયેલાને ફરજિયાત રસી

  • શાકભાજી-ફ્રૂટ વેચનારાં
  • ચાની કીટલી
  • પાનના ગલ્લા
  • રીક્ષા-ટેક્સી ચાલક ક્લિનર
  • હેર સલુન-બ્યુટી પાર્લર
  • ખાનગી સિક્યુરિટી
  • પ્લમબર
  • લુહાર ઇલેક્ટ્રીશિયન
  • હોટલ રેસ્ટોરન્ટ

આ પણ વાંચો :મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા કોરોના વેક્સિનની જાગૃતિ માટે અભિયાન શરૂ કર્યુ

આ તમામ વ્યવસાયકારોને રસી લઇ લેવા અપીલ કરવામાં આવશે. જેમણે રસી લીધી નહી હોય તે વ્યવસાયકારે આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ રાખવો પડશે. દસ દિવસથી કોરોના નથી તેવો રિપોર્ટ પોલીસ માંગે તો રજૂ કરવાનો રહેશે. જેણે રસી લઇ લીધી હશે તેણે પોલીસ માંગે તો રસીકરણનું સર્ટીફિકેટ દેખાડવુ પડશે.

આ પણ વાંચો : ડાયરેક્ટર આયશા સુલ્તાના વિરુદ્ધ રાજદ્રોહ કેસ, કોવિડ વિશે જુઠાણું ફેલાવાનો આરોપ 

આ પણ વાંચો :વલસાડના કપરાડમાં 50 ફુટ ઉપરથી મજૂર નીચે પટકાતા તેનું ઘટના સ્થળે મોત