Diwali Guideline/ દિવાળીને લઇને સરકારે જાહેરનામું બહાર પાડ્યું, અહીં ફટાકડા ફોડ્યા તો…

ગ્રીન માન્યતા પ્રાપ્ત ફટાકડા, જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપી છે. જ્યારે વિદેશથી આયાત કરવામાં આવેલા ફટાકડાના વેચાણ…

Top Stories Gujarat
Diwali Festival Guideline

Diwali Festival Guideline: રાજ્યમાં કોરોનાની બીજી લહેર હળવી થતાં ગુજરાતીઓ દિવાળી ઉજવવા થનગનાટ કરી રહ્યાં છે. ત્યારે દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવા પર રાજ્ય સરકારે સમય મર્યાદા રાખી છે. તહેવારને લઈ ગૃહ વિભાગે ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જેમાં રાજ્યમાં ઇ-કોમર્સ વેબસાઈટ અને ઓનલાઇન તમામ ફટાકડા વેચવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. નવા વર્ષના દિવસે રાત્રે 09:00થી સવારે 11:00 કલાક સુધી ફટાકડા ફોડી શકાશે. સાથે જ રાજ્યમાં ભારે ઘોંઘાટવાળા ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. તેમજ જાહેરમાં ફટાકડા પર પ્રતિબંધ મુક્યો છે.

ગ્રીન માન્યતા પ્રાપ્ત ફટાકડા, જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપી છે. જ્યારે વિદેશથી આયાત કરવામાં આવેલા ફટાકડાના વેચાણ પ્રતિબંધ મુક્યો છે.  ભારે ઘોંઘાટવાળા ફટાકડા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. આ ઉપરાંત તમામ ઈ-કોમર્સ વેબસાઈટને ઓનલાઈન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકાયો છે. ફટાકડા બનાવવા માટે બેરીયમના ઉપયોગ પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે.

ફટાકડાને લઈને ધ્યાનમાં લેવાના મુદ્દા

દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફક્ત 09:00 થી 11:00 વાગ્યા દરમિયાન જ ફોડી શકાશે.

ઝુમખાવાળા ફટાકડા ફોડી અથવા વેચી શકાતા નથી કારણ કે તે પવન, અવાજ અને ઘન કચરાની ઘણી સમસ્યાઓ ઉભી કરે છે.

હાનિકારક ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે ફક્ત PESO દ્વારા અધિકૃત હોય અને 125 ડેસિબલ યુનિટ અથવા 145 ડેસિબલ (c) PKથી ઓછા અવાજનું સ્તર હોય તેવા જ ફટાકડા વેચાઈ કે ફોડી શકાશે.

હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો, ધાર્મિક સ્થળોની 100 મીટરની અંદરના વિસ્તારોને સાયલન્ટ ઝોન ગણવામાં આવે છે અને ત્યાં ફટાકડા ફોડી શકાતા નથી.

ફટાકડાનું વેચાણ લાયસન્સ ધરાવતા ડીલરો દ્વારા જ કરવામાં આવશે. વિદેશી ફટાકડાની આયાત પર પણ પ્રતિબંધ છે. તેથી, કોઈ વિદેશી ફટાકડાની આયાત, જાળવણી અથવા વેચાણ કરી શકાશે નહીં.

ફ્લિપકાર્ટ, એમેઝોન સહિતની કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકશે નહીં કે તેઓ ઓનલાઈન વેચાણ પણ કરી શકશે નહીં.

અમદાવાદ શહેરના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપો, એલપીજી સ્ટેશનો જેથી લોકોને અગવડ ન પડે કે કોઈ જોખમી પરિસ્થિતિનું નિર્માણ ન થાય. બોટિંગ પ્લાન્ટ્સ, એલપીજી એરપોર્ટ અને ગોડાઉન જ્યાં ગેસ સ્ટોરેજ અને અન્ય જ્વલનશીલ પદાર્થો એકઠા થાય છે તેની નજીક ફટાકડા ફોડવા જોઈએ નહીં.

કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ/ફટાકડાના ફુગ્ગા)નું ઉત્પાદન, વેચાણ કે ક્યાંય ઉડાડવામાં આવશે નહીં.

દિવાળીના તહેવાર દરમિયાન પ્રદૂષણના સ્તરમાં વધારો ન થાય તે માટે, ફક્ત PESO સંસ્થા દ્વારા અધિકૃત ગ્રીન ફટાકડાનું વેચાણ અને ઉપયોગ કરી શકાશે.

આ પણ વાંચો: world war 3 / રશિયાની છેલ્લી ચેતવણી: યુક્રેન નાટોમાં જોડાશે તો ત્રીજા વિશ્વ યુદ્ધની થશે શરૂઆત