Not Set/ કેરળનાં ગવર્નર રાજ્ય સરકારથી નારાજ, કહ્યુ- હુ માત્ર રબર સ્ટેમ્પ નથી

કેરળ સરકારે નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. રાજ્ય સરકારે આ કાયદાને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. હવે આ મામલે રાજ્યપાલનું નિવેદન પણ સામે આવી ગયું છે. કેરળનાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન રાજ્ય સરકારનાં આ પગલાથી ઘણા નારાજ દેખાઇ રહ્યા છે અને તેને પ્રોટોકોલનું ઉલ્લંઘન ગણાવી રહ્યા છે. રાજ્યપાલે કહ્યું કે, તેઓ […]

Top Stories India
Kerala Governor કેરળનાં ગવર્નર રાજ્ય સરકારથી નારાજ, કહ્યુ- હુ માત્ર રબર સ્ટેમ્પ નથી

કેરળ સરકારે નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. રાજ્ય સરકારે આ કાયદાને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. હવે આ મામલે રાજ્યપાલનું નિવેદન પણ સામે આવી ગયું છે. કેરળનાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન રાજ્ય સરકારનાં આ પગલાથી ઘણા નારાજ દેખાઇ રહ્યા છે અને તેને પ્રોટોકોલનું ઉલ્લંઘન ગણાવી રહ્યા છે. રાજ્યપાલે કહ્યું કે, તેઓ જોવા માંગે છે કે રાજ્ય સરકાર રાજ્યપાલની મંજૂરી વિના સુપ્રિમ કોર્ટમાં જઈ શકે છે કે નહીં.

Image result for kerala government

રાજ્યપાલે કહ્યું કે, તે એમ નથી કહેતા કે તેમણે (રાજ્ય સરકારે) જે નિર્ણય લીધો તે ખોટો છે. સુપ્રીમ કોર્ટમાં કોઈની પણ અરજી દાખલ કરવી એ બંધારણીય અધિકાર છે. પરંતુ સામાન્ય સૌજન્ય કહે છે કે તેઓએ મને પૂછવું જોઈએ, અથવા તેમણે મને આ વિશે થોડી માહિતી આપવી જોઈએ. કેમ કે હું બંધારણીય રૂપે રાજ્યનો હેડ છું, મને જ આ વિશે અખબારમાંથી માહિતી મળી છે. સ્પષ્ટ રીતે કહુ છુ કે હું એક માત્ર રબર સ્ટેમ્પ નથી. આ અગાઉ રાજ્યમાં સીએએ લાગુ નહીં કરવાની દરખાસ્ત વિધાનસભામાં પણ પસાર થઈ ચૂકી છે. આવું કરનાર કેરળ પ્રથમ અને એકમાત્ર રાજ્ય છે. કેરળમાં, લેફ્ટ ગઠબંધન લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટ (એલડીએફ) ની સરકાર છે. જેની આગેવાની પિનરાયી વિજયન કરી રહ્યા છે. કેરળ સરકારે અરજીમાં સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે, સીએએ બંધારણનાં આર્ટિકલ 14, આર્ટિકલ 21 અને આર્ટિકલ 25 નો ભંગ કરે છે.

મળતી માહિતી મુજબ, સીએએ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 60 જેટલી અરજીઓ દાખલ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, કેરળ સરકારની આ અરજી 22 જાન્યુઆરી માટે સૂચિબદ્ધ કરવામાં આવી છે. વિજ્યને 3 જાન્યુઆરીએ 11 મુખ્યમંત્રીઓને પત્ર લખીને સીએએનો વિરોધ કરવાની અપીલ પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.