Crime/ હવસખોર યુવકે મહિલાને બાથમાં લઈને કર્યા અડપલાં, મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં છેડતીનો બનાવ સામને આવ્યો છે. ભાઈના લગ્નની તારીખ નક્કી કરવા ગયેલી બહેન સાથે સ્થાનિક વિસ્તારના નરાધમે છેડતી કરતા મહિલાએ

Ahmedabad Gujarat
crime against women હવસખોર યુવકે મહિલાને બાથમાં લઈને કર્યા અડપલાં, મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ
@રીઝવાન શેખ , મંતવ્ય ન્યુઝ, અમદાવાદ…   
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં છેડતીનો બનાવ સામને આવ્યો છે. ભાઈના લગ્નની તારીખ નક્કી કરવા ગયેલી બહેન સાથે સ્થાનિક વિસ્તારના નરાધમે છેડતી કરતા મહિલાએ પોતાના બચાવ માટે આરોપીના પગના ભાગે જોરદાર લાત મારીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. ભાઈના ઘરે જઈને બહેને સમગ્ર બનાવની હકીકત જણાવતા ઘરમાં ખુશીનો માહોલ ચિંતાના માહોલમાં બદલાઈ ગયો હતો.
વિગતવાર વાત કરીએ તો શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા એક પરિવારમાં લગ્નનો પ્રસંગ હતો. લગ્નમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે પરિવાર મુહૂર્ત કઢાવવા ગયો હતો. બધા હસી ખુશીની વાતો કરતા કરતા જતા હતાં. આ સમયે પરિવારની દીકરી પરિવારથી થોડેક પાછળ રહી ગઈ હતી. આ સમયે જ ત્યાં એક યુવક આ યુવતી પર નજર બગાડી હતી અને યુવતીને ખેંચીને કોઈ અજ્ઞાત ઘરમાં લઈ ગયો હતો.
અચાનક બનેલી આ ઘટનાને લીધે યુવતી હેબતાઇ ગઇ હતી અને બૂમ પણ ન પાડી શકી. યુવતીને રૂમમાં લઈ ગયા બાદ યુવકે યુવતીને પોતાના આલિંગનમાં લઇ લીધી અને યુવતીના અલગ અલગ અંગ પર કુસ્પર્શ કરવા લાગ્યો હતો. આ સમયે યુવતીએ બચવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ યુવક વાસનામાં અંધ થઈ ગયો હતો. આખરે યુવતીએ યુવકને લાત મારતા યુવકના પગે ઇજા થઇ હતી. જેના કારણે યુવક થોડો ખસી ગયો અને યુવતીને ભાગવામાં સફળતા મળી હતી.
યુવતીએ પોતાની આપવીતી પરિજનોને આવીને કહી સંભળાવી અને આખો પરિવાર પોલીસનાં આશરે પહોંચ્યો, સમગ્ર પરિવાર આરોપીને સજા થાય અને બીજી કોઇ યુવતી સાથે આવો દુવ્યાવહેર ન થાય તે માટે બાપુનગર પોલીસ સ્ટેશન પહોંચી પોલીસમાં ગુનો નોંધાવી તપાસ શરૂ કરાવી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…