Not Set/ મેડિકલ અભ્યાસક્રમમાં રેગ્યુલર ના રહેતા વિદ્યાર્થીઓને ગુજરાત હાઇકોર્ટે આપ્યો ઝટકો

અમદાવાદ. 25 જુલાઈ 2018. આજ રોજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા મેડિકલ ક્ષેત્રમાં એક મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે મેડિકલમાં એડમિશન લઈને હાજર ન રહેનારા વિદ્યાર્થીઓના મામલે એક મહત્વના નિર્ણયની સુનાવણી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે મેડિકલમાં એડમિશન લઈને હાજર ન રહેનારા વિદ્યાર્થીઓના મામલે મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે વર્ષ 2017-2018 માં મેડિકલ ડેન્ટલ અભ્યાસક્રમમાં […]

Top Stories Ahmedabad Gujarat
483535 gujarat high court 2 મેડિકલ અભ્યાસક્રમમાં રેગ્યુલર ના રહેતા વિદ્યાર્થીઓને ગુજરાત હાઇકોર્ટે આપ્યો ઝટકો

અમદાવાદ.
25 જુલાઈ 2018.

આજ રોજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા મેડિકલ ક્ષેત્રમાં એક મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે મેડિકલમાં એડમિશન લઈને હાજર ન રહેનારા વિદ્યાર્થીઓના મામલે એક મહત્વના નિર્ણયની સુનાવણી કરી હતી.

ગુજરાત હાઈકોર્ટે મેડિકલમાં એડમિશન લઈને હાજર ન રહેનારા વિદ્યાર્થીઓના મામલે મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે વર્ષ 2017-2018 માં મેડિકલ ડેન્ટલ અભ્યાસક્રમમાં એડમિશન મેળવ્યા બાદ પણ વિદ્યાર્થીઓ કોલેજોમાં હાજર રહેતા નથી.

જેને લઈને રેગ્યુલર હાજર ન રહેનાર વિદ્યાર્થીઓને ગુજરાત હાઈકોર્ટે એક મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટનું કહેવું છે કે એડમિશનની બાબતે

“ભલે વિદ્યાર્થી ક્યાંય પણ નોકરી કરતા હોય તે છતાંય તેમને રાહત મળી શકશે નહીં.”

ગુજરાત હાઇકોર્ટે ડેન્ટલ કાઉન્સિલ અને ગુજરાત યુનિવર્સિટીની અપીલ ગ્રાહ્ય રાખી અને આ મેડિકલ ક્ષેત્રે આવો મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. જેની સાથે જ ગુજરાત હાઇકોર્ટે એ પણ જણાવ્યું હતું કે,

“ડેન્ટલ કોલેજના અભ્યાસક્રમ દરમિયાન કોલેજમાં હાજર ન રહેનારા વિદ્યાર્થીઓને 2018-2019 માં એડમિશનને પાત્ર ગણાતાં નથી. ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે મેડિકલ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ ભરેલ ક્યાંય પણ નોકરી કરતા હોય, તેમ છતાં પણ તેમને કોઈ પ્રકારની રાહત મળી શકશે નહીં.”