gujarat highcourt/ ગુજરાત હાઈકોર્ટે સરપંચને હટાવવાના અંતિમ આદેશ પસાર કરવા સંદર્ભે સરકારને સ્ટે આપ્યો

જેમાં ફતેપુરાના તાલુકા વિકાસ અધિકારીએ નિનામાને કારણદર્શક નોટીસ ઈશ્યુ કરી હતી. જેમાં તેમને ગુજરાત પંચાયતની કલમ 31(1)(એમ) હેઠળ બે કરતા વધુ બાળકો હોવાથી ગેરલાયક ઠર્યા હોવાના આધારે તેમને હોદ્દા પરથી દૂર કેમ ન કરવામાં આવે તેમ જણાવાયું હતું.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 22T165610.942 ગુજરાત હાઈકોર્ટે સરપંચને હટાવવાના અંતિમ આદેશ પસાર કરવા સંદર્ભે સરકારને સ્ટે આપ્યો

@Nikunj Patel

Gujarat News: ગુજરાત હાઈકોર્ટે સરપંચ તરીકેના કાર્યકાળ દરમિયાન ત્રીજા બાળકના જન્મ બાદ બે બાળકના નિયમના ભંગ માટે ગામના સરપંચને હટાવવાના કોઈપણ અંતિમ આદેશ પસાર કરવા બાબતે સરકારને સ્ટે આપ્યો છે.

આ કેસમાં દાહોદના કરોડીયા પુર્વા ગ્રામ પંચાયતના સરપંચ રાધિકા નિનામા સામેલ છે. તેઓ ડિસેમ્બર 2011માં ચુંટાયા હતા. તેમને બે દીકરીઓ હતી માટે તે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવા માટે લાયક હતા. જોકે 2023ની સાલમાં તેમણે ત્રીજા બાળકને જન્મ આપ્યો હતો. આ અંગે બે ગ્રામજનોએ અધિકારીઓને આ બાબતની જાણ કરી હતી. તેમણે અયોગ્યતાના નિયમોને ટાંકીને તેમને ઓફિસમાંથી દૂર કરવાની માંગણી કરી હતી.

જેમાં ફતેપુરાના તાલુકા વિકાસ અધિકારીએ નિનામાને કારણદર્શક નોટીસ ઈશ્યુ કરી હતી. જેમાં તેમને ગુજરાત પંચાયતની કલમ 31(1)(એમ) હેઠળ બે કરતા વધુ બાળકો હોવાથી ગેરલાયક ઠર્યા હોવાના આધારે તેમને હોદ્દા પરથી દૂર કેમ ન કરવામાં આવે તેમ જણાવાયું હતું.

નિનામાએ આ નોટીસને પડકારી હતી. જેમાં તેમના વકીલની દલીલ હતી કે સરપંચનું પદ પંચાયતના અન્ય સભ્યો કરતા અલગ છે. કલમ 30 પંચાયતના સભ્યોને લાગુ પડે છે. આથી સરંપચના કેસમાં તે ઈપ્સો ફેક્ટો લાગુ થશે નહી. સરપંચની ગેરલાયકાત માંગવા માટે કલમ 30 ની અરજી અધિકારક્ષેત્ર વગરની છે, એમ તેમણે પડકાર ફેંક્યો હતો.

તેમણે વધુમાં દલીલ કરી હતી કે બે બાળકના નિયમના ઉલ્લંઘનના કેસમાં ગેરલાયકાત માત્ર પંચાયત સભ્યોને જ લાગુ પડે છે. સરપંચ માત્ર પંચાયતના હોદ્દેદાર સભ્ય છે. એ દલીલ પણ કરાઈ હતી કે ગામના સરપંચને કલમ 30 લાગુ પાડવી તે ડિવીઝન બેન્ચ સમક્ષ નિર્ણય માટે પેન્ડીંગ છે., જેણે સરપંચને દુર કરવા પર રોક લગાવી છે. કેસની સુનાવણી બાદ ન્યાયમૂર્તિ વીડી નાણાવટીએ રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો અને સત્તાવાળાઓને આદેશ આપ્યો હતો કે આગામી આદેશો સુધી આ મદ્દે અંતિમ નિર્ણય ન લે. આ અંગે વધુ સુનાવણી 13 મી માર્ચ પર રાખવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: