હિટવેવ/ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ગરમીનો પારો ઉંચો રહેશે,બહાર નીકળતા પહેલા વિચારજો!

આવનાર પાંચ દિવસમાં તાપમાં ઉંચો રહેવાની પ્રબળ શક્યતા જાહેર કરી છે.શનિવારથી રાજ્યમાં ફરી ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે.

Top Stories Gujarat
20 5 ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ગરમીનો પારો ઉંચો રહેશે,બહાર નીકળતા પહેલા વિચારજો!

દેશમાં ગરમીએ માઝા મૂકી છે,ધીરે ધીરે ગરમીનો પારો ઉંચે ચડી રહ્યો છે,ગરમી વધવાથી લૂ લાગવાની પણ શક્યતા વધી ગઇ છે,આગામી દિવસોમાં પણ ગરમી ખુબ વધવાની છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે, આવનાર પાંચ દિવસમાં તાપમાં ઉંચો રહેવાની પ્રબળ શક્યતા જાહેર કરી છે.શનિવારથી રાજ્યમાં ફરી ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનથી અમદાવાદ સહિત રાજ્યમાં મિશ્ર વાતાવરણ છે. ગયા અઠવાડિયા કરતા થોડી રાહત મળી હતી. ત્યારે શનિવારથી ગરમી ફરી 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહ્યું હતું. 26 અને 27 માર્ચના રોજ કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી રહેશે.

રાજ્યમાં છેલ્લા અઠવાડિયામાં સતત હિટવેવ રહ્યું અને તાપમાન 41 ડીગ્રી સુધી પહોંચ્યું. માર્ચ મહિનામાં જ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવે એપ્રિલ મહિનો પણ ભારે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે 25મી માર્ચથી ગરમીનો બીજો રાઉન્ડની આગાહી કરી છે. જેમાં 25થી 27 માર્ચ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગીર સોમનાથ, કચ્છ, ભાવનગર, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, દીવ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં હિટવેવની આગાહી છે. નોંધનીય છે કે, 24 અને 25 માર્ચે અમદાવાદનું તાપમાન અનુક્રમે 38 અને 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. ત્યારબાદ તે 40 ડિગ્રીને પાર જવાની સંભાવના છે.