આદેશ/ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસા મામલે હાઇકોર્ટે સીબીઆઇને તપાસ સોંપી

બીજેપીના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે અમે હાઇકોર્ટના આદેશનું સ્વાગત કરીએ છીએ, જયારે ટીએમસી આ નિર્ણયથી ખુશ નથી ,તે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે.

Top Stories
મમમતા બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસા મામલે હાઇકોર્ટે સીબીઆઇને તપાસ સોંપી

હાઇકોર્ટે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદની હિંસાની CBI તપાસના આદેશ આપ્યા છે. મમતા બેનર્જીની સરકારને આંચકો આપતા હાઈકોર્ટે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. આ સિવાય કલકત્તા હાઈકોર્ટે હિંસાની ઘટનાઓની તપાસ માટે SIT ની રચના કરવાનો પણ આદેશ આપ્યો છે. પશ્ચિમ બંગાળ કેડરના વરિષ્ઠ અધિકારીઓને પણ આમાં સામેલ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે  બંગાળની તૃણમૂલ સરકારે હિંસાની ઘટનાઓની CBI તપાસનો વિરોધ કર્યો હતો. આવી સ્થિતિમાં હાઈકોર્ટનો આ નિર્ણય તેમના માટે ઝટકા સમાન છે.

હાઈ કોર્ટ દ્વારા બંગાળમાં ચૂંટણી બાદ હિંસામાં થયેલી હત્યા અને  અન્ય ગુનાખોરીની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) સામેલ કરી  છે. સીબીઆઈ અને એસઆઈટીની તપાસ ઉચ્ચ અધિકારીની નિગરાનીમાં થશે, કોર્ટ દ્વારા સીબીઆઈને 6 સપ્તાહમાં રિપોર્ટ સબમિટ કરવાનું રહેશે.

હાઇકોર્ટના આદેશ પર બીજેપીના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે અમે હાઇકોર્ટના આદેશનું સ્વાગત કરીએ છીએ, જયારે ટીએમસી આ નિર્ણયથી ખુશ નથી ,તે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. ઉલ્લેકનીય છે બંગાળમાં ચૂટણીમાં ભારે હિંસા વકરી હતી અને આ હિસામાં અનેક લોકો માર્યા ગયા હતા, આ ચૂટણીમાં મમતા બેનર્જી બહુમતીથી જીત્યા હતા.