ગુજરાત/ રાજય માં સૌથી વધુ વરસાદ આણંદ માં નોંધાયો,જાણો તમારા શહેરમાં કેટલો વરસાદ નોંધાયો

રાજય માં વવાઝોડા બાદ અટકી ગયેલું  ચોમાસું  હવે સર્કીય થતું જોવા મળી રહ્યું છે .  ચોમાસુ રાજ્યના અન્ય વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે. રાજ્યના ૫૦થી વધુ તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આણંદમાં ૭ ઈંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સવારે ૬થી ૮માં ૫ ઈંચ જ્યારે સવારે ૮થી ૧૦માં ૨ ઈંચ એટલે […]

Gujarat Others
Untitled 198 રાજય માં સૌથી વધુ વરસાદ આણંદ માં નોંધાયો,જાણો તમારા શહેરમાં કેટલો વરસાદ નોંધાયો

રાજય માં વવાઝોડા બાદ અટકી ગયેલું  ચોમાસું  હવે સર્કીય થતું જોવા મળી રહ્યું છે .  ચોમાસુ રાજ્યના અન્ય વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે. રાજ્યના ૫૦થી વધુ તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આણંદમાં ૭ ઈંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સવારે ૬થી ૮માં ૫ ઈંચ જ્યારે સવારે ૮થી ૧૦માં ૨ ઈંચ એટલે કે ચાર કલાકમાં જ સાત ઈંચ વરસાદ સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હોવાનું જાણવા મળ્યું છે .

રાજય માં સૌથી વધુ વરસાદઆણંદમાં 16 કલાકમાં 8 ઇંચ વરસાદ સર્જાતા આભ ફાટયાનો માહોલ સર્જાયો હતો  તેમજ આણંદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી .જેમાં પેટલાદમાં 4 ઇંચ વરસાદથી પાણી-પાણીબોરસદમાં 2.5 ઇંચ વરસાદ ખાબકયો ,ખંભાત-આંકલાવમાં 1.5 ઇંચ વરસાદ,સોજીત્રામાં શરૂઆતથી 1.5 ઇંચ વરસાદ વરસાદ નોધાયો હતો .

સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. શુક્રવારે જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વડાલીમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો વિજયનગરમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે જ ઈડર અને ખેડબ્રહ્મામાં પણ અડધા ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

ઉત્તર ગુજરાતમાં પણ સતત બીજા દિવસે મેઘમહેર થઈ છે. મહેસાણા શહેરમાં તો મેઘરાજાની થઈ ધમાકેદાર એંટ્રી થઈ છે. એક કલાકમાં જ 3 ઈંચ વરસાદ ખાબકતા મહેસાણા શહેર જળબંબાકાર થયું છે. મહેસાણાની અનેક સોસાયટીઓમાં ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. શહેરનું ગોપીનાળું અને ભમરિયું નાળામાં પાણી ભરાતા બંને નાળા બંધ કરી દેવાયા છે. તો મહેસાણાના પરા વિસ્તારમાં 4 ફૂટ સુધી પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે.

 સૌરાષ્ટ્ર ના વિસ્તારોની વાત કરીએ તો  બોટાદના  બરવાળામાં 4 ઇંચ વરસાદ નોધાતાપંથકમાં વરસાદથી ઠંડક પ્રસરી હતી .તેમજ નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સમસ્યા સર્જાયી હતી.દેવભૂમિ દ્વારકામાં મધરાતે ભારે વરસાદ ખાબક્યો હતોવડત્રા ગામ નજીક પુલ પર વરસાદી પાણી ફરી વળતા હાઇવે પરનાં ડાયવર્ઝન પર વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી.

હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે અમદાવાદ, મહેસાણા, પાટણ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, કચ્છ, આણંદ, ભરૂચ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં વરસાદી માહોલ રહી શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે ૨૩-૨૪ જૂનના ભારે વરસાદ પડે તેની સંભાવના છે.