Salangpur dham/ સાળંગપુરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમા, સાત કિ.મી. દૂરથી જ થશે દર્શન

હનુમાન દાદાના દર્શન માટે વિખ્યાત સાળંગપુર ધામ વે ‘કિંગ ઓફ સાળંગપુર’ તરીકે ઓળખાશે. ચાર કરોડનાં ખર્ચે હનુમાન દાદાની મૂર્તિ તૈયાર કરાઇ છે. ત્યારે હવે સાળંગપુર આવતા સાત કિલોમીટર દૂરથી દાદાનાં દર્શન થઇ શકશે.

Religious Top Stories Gujarat Dharma & Bhakti
Salangpur dham સાળંગપુરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમા, સાત કિ.મી. દૂરથી જ થશે દર્શન

હનુમાન દાદાના દર્શન માટે વિખ્યાત સાળંગપુર ધામ (Salangpur dham) હવે ‘કિંગ ઓફ સાળંગપુર’ (king of Salangpur) તરીકે ઓળખાશે. ચાર કરોડનાં ખર્ચે હનુમાન દાદાની મૂર્તિ તૈયાર કરાઇ છે. ત્યારે હવે સાળંગપુર આવતા સાત કિલોમીટર દૂરથી દાદાનાં દર્શન થઇ શકશે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1 લાખ 35 હજાર સ્ક્વેર ફૂટમાં તૈયાર થશે. 13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખી રાખવામાં આવશે. 11,900 સ્ક્વેર ફૂટમાં  વાવ અને એમ્ફી થિએટર બનશે

આ એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. Salangpur dham મંદિર સામે 62 હજાર સ્ક્વેરફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડન બનાવાશે. ગાર્ડનમાં 12 હજાર લોકો એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા. 55 કરોડના ખર્ચે ભોજનાલય તૈયાર કરાયું. જે 3 લાખ સ્કેવર ફૂટમાં પથરાયેલુ છે. એક સાથે 10 હજાર લોકો ડાઈનીંગ હોલમાં બેસી શકશે. લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ છે આ ભોજનાલયમાં થર્મલ બેઝથી રસોઈ તૈયાર થશે. 15 હજાર લોકોની રસોઈ માત્ર એક કલાકમાં જ બને તેવી મશીનરી. હનુમાન જયંતીના દિવસે આ ભોજનાલયનું ઉદ્ધાટન થઇ શકશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે હનુમાન જયંતીનાં દિવસે ઉદઘાટન થશે.

Salangpur dham 1 સાળંગપુરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમા, સાત કિ.મી. દૂરથી જ થશે દર્શન

શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ સાળંગપુર ધામ હવે કિંગ ઓફ સાળંગપુરના Salangpur dham નામથી ઓળખાશે. 54 ફૂટની બોર્ઝની વિરાટ હનુમાનજી દાદાની મૂર્તિનું અનાવરણ હનુમાન જયંતીના દિવસે થશે. આ અનાવરણ સાથે સાથે ગુજરાતનું પ્રથમ નંબરનું એક સાથે 10 હજાર થી લોકો ભોજન લઈ શકે તેવા આધુનિક ભોજનાલયનું હનુમાન જયંતિના દિવસે દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન થનાર છે, જેની તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

વિરાટ 54 ફૂટની બોર્ઝની હનુમાનજી દાદાની મૂર્તિની કામગીરી પુરજોશમાં ચાલુ
બોટાદ જિલ્લાનું વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામ એવું કહેવાય છે કે શ્રદ્ધાનું Salangpur dham બીજું નામ એટલે સાળંગપુર ધામ હવે આગામી દિવસો માં કિંગ ઓફ સાળંગપુર નામ થી પણ ઓળખાશે. કારણ કે અહીંયા લાખો લોકોના આસ્થા આ મંદિર પર છે. લોકો દર્શન કરવા દેશ અને વિદેશથી અહીં આવતા હોય. ત્યારે આગામી દિવસોમાં માત્ર ધામ નહિ પણ એક પર્યટક સ્થળ બને અને યુવા વર્ગ પણ અહીં દાદાના દરબારમા આવે તે વાત અને સંતોના વિચાર સાથે હાલ અહીંયા વિરાટ 54 ફૂટની બોર્ઝની હનુમાનજી દાદાની મૂર્તિની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે મૂર્તિ હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ દાદાના દરબારમાં લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે.

Salangpur dham 2 સાળંગપુરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમા, સાત કિ.મી. દૂરથી જ થશે દર્શન

મૂર્તિ કુલ 135000 સ્કવેર ફૂટ એરિયા માં મુકવામાં આવી છે

આ સાથે લાઈટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ સાથે હનુમાન ચાલીસા તેમજ સાળંગપુર મંદિરનો ઇતિહાસ જાણી શકાય તે મુજબનું આયોજન મંદિરના વહીવટીતંત્ર દ્વારા આવશે. હનુમાનજી દાદાની 54 ફૂટની આ મૂર્તિ કુલ 135000 સ્કવેર ફૂટ એરિયા માં મુકવામાં આવી છે. અને આ મૂર્તિનો 30 હજાર કિલો વજન છે. આ મૂર્તિ વેધર પ્રુફ અને ભૂકંપ પ્રુફ છે. આ સાથે આશરે 7 કિલોમીટર દૂરથી આ મૂર્તિના લોકો દર્શન કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. મૂર્તિની આસપાસ આશરે 12000 લોકો એક સાથે બેસી શકે તેવા વિશાળ બગીચાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માત્ર ધર્મ પ્રેમી નહિ પણ પર્યટક સ્થળ પર ફરવા ના શોખીનો પણ અહીં આવે અને પર્યટન સ્થળ સાથે હનુમાનજી દાદાના દર્શન કરે તેવા આશ્રય સાથે સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી અને શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરીને આખરી ઓપ અપાયો છે.

 

આ પણ વાંચોઃ Mehasana Army Jawan Death/ મહેસાણાના આર્મી જવાનનો પાંચ દિવસ પછી મૃતદેહ મળ્યોઃ તિસ્તા નદીમાં આર્મી ટ્રક પલ્ટી હતી

આ પણ વાંચોઃ રખડતા કૂતરાનો આતંક/ હાલોલમાં રખડતા શ્વાને બાળકના ગુપ્તાંગ પર ભર્યા બચકા, હાલ સારવાર હેઠળ

આ પણ વાંચોઃ Kedarnath Dham Yatra/ શિવભક્તો માટે ખુશખબર, આ એપ્રિલે ખુલશે કેદારનાથ ધામના દરવાજા, દર્શનની કરો તૈયારી