Cricket/ ભારતની નવમી વિકેટ પડી, ટીમ ઈન્ડિયાએ પહેલા સેશનમાં ગુમાવી 5 વિકેટ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ડે-નાઈટ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે.

Sports
Electionn 31 ભારતની નવમી વિકેટ પડી, ટીમ ઈન્ડિયાએ પહેલા સેશનમાં ગુમાવી 5 વિકેટ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ડે-નાઈટ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. ભારતની પહેલી ઇનિંગ્સ આ સમયે ચાલુ છે. મેચનાં પ્રથમ દિવસે ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રૂટે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ઈંગ્લિશ બેટ્સમેનો ભારતીય સ્પિન બોલરોની સામે મેદાનમાં ટકી શક્યા નહોતા અને પૂરી ટીમ પ્રથમ ઈંનિંગમાં 112 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઇન્ડિયા તરફથી અક્ષર પટેલે છ અને રવિચંદ્રન અશ્વિને ત્રણ વિકેટ લીધી હતી.

Cricket / ટીમ ઈન્ડિયા પહેલા દિવસની રમતનાં અંતે ડ્રાઈવિંગ સીટ પર, જાણો કેવો રહ્યો 1st Day?

ત્રીજી ટેસ્ટ મેચનાં બીજા દિવસે રમત શરૂ થઈ ગઈ છે. ભારતીય ટીમનો સ્કોર ઈંગ્લેન્ડની ટીમનાં સ્કોરને વટાવી ગયો છે. ભારતીય ટીમે હવે ઈંગ્લેન્ડને લીડ આપવાનું શરૂ કરી દીધું છે. રોહિતનો પ્રથમ દિવસનાં અંત સુધી સાથ આપનાર રહાણે ફરી એકવાર પોતાની ઇનિંગ્સ મોટી બનાવવામાં નિષ્ફળ ગયો હતો. રહાણે એલ્બી આઉટ થયો હતો. તેની વિકેટ સ્પિનર ​​જેક લીચે લીધી હતી. ભારતને 114 રનનાં સ્કોર પર ચોથો ફટકો લાગ્યો છે. રહાણેનાં આઉટ થયા બાદ, રિષભ પંત રોહિતનો સાથ આપવા પહોંચ્યો હતો.

Cricket / નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અક્ષર પટેલે રચ્યો ઈતિહાસ, આ રેકોર્ડ કર્યો નામે

સ્પિનર ​​જેક લીચે ફરી એકવાર તેની સ્પિનની ફિરકીથી હિટ મેન રોહિતને આઉટ કર્યો હતો. રોહિત 66 રન બનાવીને આઉટ થયો હતો. ભારતીય ટીમને રોહિત તરીકે પાંચમો ઝટકો લાગ્યો છે. રિષભ પંત પણ રોહિતનાં આઉટ થયા પછી તુરંત જ આઉટ થયો હતો. પંત માત્ર એક જ રન બનાવી શક્યો, ઈંગ્લિશ કેપ્ટન જો રૂટે તેને વિકેટકિપરનાં હાથે કેચ પકડાવ્યો અને તેને પેવેલિયન મોકલી દીધો હતો. હાલમાં ભારતીય ટીમની 9 વિકેટ પડી ગઈ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ