Saurashtra/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આંતરિક રાજકારણ શિક્ષણમાં પ્રવેશ્યું

વિદ્યાર્થીઓને પહોંચાડી રહ્યું છે નુકશાન

Top Stories Gujarat
Beginners guide to 2024 06 23T151144.516 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આંતરિક રાજકારણ શિક્ષણમાં પ્રવેશ્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આંતરિક રાજકારણ શિક્ષણમાં પ્રવેશ્યું

વિદ્યાર્થીઓને પહોંચાડી રહ્યું છે નુકશાન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનુ આંતરિક રાજકારણ હવે શિક્ષણમાં પણ પ્રવેશ કરતા વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડી રહ્યું છે. પૂર્વ કુલપતિ દ્વારા જસાણી ગ્રાન્ટેડ કોલેજના મિનાક્ષી પટેલને ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક બનાવાયા હતા. તેમને નવા ઇન્ચાર્જ કુલપતિ આવ્યાના 6 માસ બાદ હટાવી દેવાયા હતા. જોકે, તે વખતે લોકસભા ચૂંટણીની આચારસંહિતા હોવાથી નવી નિમણૂક કરવામાં આવી ન હતી અને ક્લાર્કને શારીરિક શિક્ષણ નિયમકનો હવાલો સોંપવામાં આવતા આશ્ચર્ય જન્મ્યું હતું. જોકે, હવે ચૂંટણી આચારસંહિતા હટી જતા કુલપતિ દ્વારા નવા ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક તરીકે કુંડલીયા ગ્રાન્ટેડ કોલેજના શારીરિક શિક્ષણ વ્યાખ્યાતા હરીશ રાબાને મૂકવામાં આવ્યા છે. જેમને પણ અગાઉના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક વધારાના માસિક રૂ. 20,000નો પગાર મળશે. હવે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલકૂદના સ્તરને ઉંચુ લઇ જવા માટે શું કરી શકે છે, તે તો સમય જ બતાવશે.

હરીશ રાબાએ 14 જૂનથી જ શારીરિક શિક્ષણ નિયામક તરીકેનો ચાર્જ સંભાણી લીધો છે, પરંતુ કુલપતિએ હજુસુધી સત્તાવાર જાહેર કર્યું નથી. ભાસ્કરે કુલપતિને કરેલા સવાલના જવાબમાં આ વાત સામે આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ. નીલાંબરી દવેએ જણાવ્યું હતું કે, નવા ઇન્ચાર્જ શારિરીક શિક્ષણ નિયામક તરીકે કુંડલિયા ગ્રાન્ટેડ કોલેજના શારીરિક શિક્ષણ વ્યાખ્યાતા હરીશ રાબાને નિમણૂક આપવામાં આવી છે. દરમિયાન રાબાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, 14 મી જૂનથી ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક તરીકેનો હોદ્દો સંભાળ્યો છે. તેઓની મુખ્ય ગેમ હેન્ડ બોલ અને એથલેટિક્સ છે. જેમને ગુજરાત રાજ્ય રમતવીર એવોર્ડ મળી ચૂક્યો છે. તેમણે કહ્યુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા રમત-ગમતના તમામ મેદાનોનો ઉપયોગ થાય તે પ્રકારનો પ્રયત્ન કરવામાં આવશે. ટૂંક સમયમાં જ બોર્ડ ઓફ સ્પોર્ટ્સની બેઠક બોલાવી રમત-ગમતના વિકાસ માટેના નિર્ણયો લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ કાયમી શારીરિક શિક્ષણ નિયામક તરીકે જતીન સોનીએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યા બાદ તત્કાલીન ઇન્ચાર્જ કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીએ શારીરિક શિક્ષણ નિયામકનો ચાર્જ જસાણી ગ્રાન્ટેડ કોલેજના મિનાક્ષી પટેલને સોંપ્યો હતો. તેમના દ્વારા સારી કવોલિટીના ટ્રેક શૂટ અને ટી શર્ટ – શોર્ટ્સ, કીટ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ટ્રેકશૂટ ઉચ્ચ ગુણવતા વાળું, પેરાશૂટ મટીરિયલ, અંદરની બાજુ ફૂલ નેટ, અપરમાં હુડી સ્ટાઇલ કેપ અને બંને સાઇડ ચેઇન, લોઅરના બંને સાઇડ ચેઈનવાળા આપવામાં આવ્યા હતા. તો સાથે જ ઇન્ટર કૉલેજ ગેમના પ્રથમ 3 વિજેતા ખેલાડીઓને વ્યક્તિગત તેમજ ટીમને સ્પર્ધા પૂર્ણ થયાના દિવસે જ એવોર્ડ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જે એવોર્ડ એટ્લે કે, ટ્રોફી અગાઉ કુરિયરમાં મોકલાતા તૂટી જવાની સમસ્યા હતી. આ ઉપરાંત ઇન્ટર કૉલેજ ગેમના વિજેતા 3 ખેલાડીઓને પ્રથમ વખત મેડલ આપવાનો પણ પ્રારંભ થયો હતો. રૂ. 1,500 ની મર્યાદામાં કેપ, શૂઝ અને કીટ બેગ આપવાનું પૂર્વ ઇન્ચાર્જ VC દ્વારા નક્કી કરાયું હતું, જે હજુ સુધી મળ્યું નથી. જોકે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરિક રાજકારણનો ભોગ તેમને બનવું પડ્યું અને કોઈ ઠોસ કારણ આપ્યા વિના પદ પરથી હટાવી વધારાની જવાબદારી છીનવી લેવામાં આવી.

સામે પક્ષે એ પણ હકીકત છે કે, હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ દ્વારા જેમને શારીરિક શિક્ષણ નિયામક તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, તેવા હરીશ રાબા પણ સ્પોર્ટ્સ પર્સન છે અને ખેલકૂદમાં સારું કામ કરી શકે તેમ છે. પરંતુ તેમને ચાર્જ આપ્યાની સાથે જ વિરોધ શરૂ થઈ ગયો છે. સૂત્રો તરફથી જાણવા મળતી વિગત મુજબ પ્રદેશ ભાજપમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે ઉપરોક્ત શારીરિક શિક્ષણ વ્યાખ્યાતા કોંગ્રેસની કોલેજમાં છે, જેથી તેમને જવાબદારી સોંપવી ન જોઈએ. હવે કોઈ ગ્રાન્ટેડ કોલેજ હોય તો તેમાં કામ કરતા વ્યક્તિ તે કોલેજના પ્રિન્સીપાલના રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે, તેવું માનવું અયોગ્ય છે. આજ બતાવે છે કે, માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંતરિક રાજકારણ જ નહીં, પરંતુ શહેર ભાજપ દ્વારા પણ શિક્ષણની આ મહાવિદ્યાલયમાં લેવાતા નિર્ણયો બાબતે ખોટી રીતે ચંચુપાત કરવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસકાંઠામાં ચવાણાંમાંથી મૃત ગરોળી નીકળતાં મચી ચકચાર

આ પણ વાંચો: દમણનાં દરિયા કિનારે અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ

આ પણ વાંચો: અંબાલાલ પટેલે અતિભારે વરસાદની કરી આગાહી

આ પણ વાંચો: અમદાવાદ ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 160 વિરૂદ્ધ ગુનો નોંધાયો