Not Set/ ધાનેરામાં મુસલમાનોએ રમઝાનની ઉત્સાહ ભેર કરી ઉજવણી, રાગ-દ્વેશ ભૂલી ભાઇઓની જેમ મળ્યા ગળે

દેશભરમાં રમઝાનનો તહેવાર ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. ભારતમાં દરેક તહેવાર અને ધર્મનું અનેરૂ મહત્વ હોય છે અને લોકો દરેક તહેવાર ધામધૂમથી ઉજવે છે ધાનેરામાં આજે મુસ્લિમ બિરાદરોએ રમઝાન માસ પૂર્ણ થતાં ઈદની ઉત્સાહ ભેર ઉજવણી કરી હતી. રમઝાન એ મુસ્લિમ સંસ્કૃતિનો એક મહાન મહિનો છે. તેમાં નિયમો બહુજ કઠીન હોય છે. રમઝાનનાં મહીનાને બહુજ પવિત્ર […]

Gujarat Others
Eid ul Fitr India 7 ધાનેરામાં મુસલમાનોએ રમઝાનની ઉત્સાહ ભેર કરી ઉજવણી, રાગ-દ્વેશ ભૂલી ભાઇઓની જેમ મળ્યા ગળે

દેશભરમાં રમઝાનનો તહેવાર ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. ભારતમાં દરેક તહેવાર અને ધર્મનું અનેરૂ મહત્વ હોય છે અને લોકો દરેક તહેવાર ધામધૂમથી ઉજવે છે ધાનેરામાં આજે મુસ્લિમ બિરાદરોએ રમઝાન માસ પૂર્ણ થતાં ઈદની ઉત્સાહ ભેર ઉજવણી કરી હતી.

WhatsApp Image 2019 06 05 at 12.53.41 PM 1 ધાનેરામાં મુસલમાનોએ રમઝાનની ઉત્સાહ ભેર કરી ઉજવણી, રાગ-દ્વેશ ભૂલી ભાઇઓની જેમ મળ્યા ગળે

રમઝાન એ મુસ્લિમ સંસ્કૃતિનો એક મહાન મહિનો છે. તેમાં નિયમો બહુજ કઠીન હોય છે. રમઝાનનાં મહીનાને બહુજ પવિત્ર માનવામાં આવે છે. જે મુસ્લિમ કેલેન્ડર મુજબ નવમો મહિનો છે. મુસ્લિમ ધર્મમાં ચાંદનું મહત્વ વિશેષ હોય છે. રમઝાન મહિનામાં મુસ્લિમ બિરાદરો એક-બીજાને પ્રેમથી મળે છે. જૂના રાગ દ્વેશ ભૂલીને ભાઇની જેમ એકબીજાને ગળે મળી રમઝાન મહિનો મનાવે છે. આ પાક મહિનાને “शब-ए-कदर” કહેવાય છે. એવી માન્યતા છે કે, આ દિવસે અલ્લાહએ તેમના અનુયાયોને ‘કુરાન શરીફ’થી નવાઝ્યા હતા, તેથી જ આ મહિનાને પવિત્ર મનાય છે. જેમાં અલ્લાહ માટે રોઝા અદા કરાય છે. જેને મુસ્લિમ પરિવારોનાં નાનાથી લઇ મોટા સદસ્ય પુરેપુરી નિષ્ઠાથી નિભાવે છે. ઇસ્લામ ધર્મ મુજબ મુસલમાનનો મતલબ “मुसल-ए-इमान” થાય છે. જેનો અર્થ છે, “જેનુ ઇમાન પાકુ છે તે”.

WhatsApp Image 2019 06 05 at 12.55.49 PM ધાનેરામાં મુસલમાનોએ રમઝાનની ઉત્સાહ ભેર કરી ઉજવણી, રાગ-દ્વેશ ભૂલી ભાઇઓની જેમ મળ્યા ગળે

ઇસ્લામ ધર્મમાં સારા માણસ બનવા માટે પહેલા મુસલમાન બનવું જરૂરી છે અને મુસલમાન બન્યા પછી પાંચ કર્તવ્યોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. જેમાં પહેલું વિશ્વાસ(ઈમાન), બીજું નમાઝ, ત્રીજું રોઝો, ચોથું હજ અને પાંચમું જકાત(દાન). ઇસ્લામનાં આ પાંચ કર્તવ્ય વ્યક્તિને પ્રેમ, સહાનુભૂતિ, સહાયતા અને એકતાની પ્રેરણા આપે છે જે બાબતને લઇ ને આજે ધાનેરામાં પણ મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ નમાજ અદા કરી અને રમઝાન માસ પૂર્ણ થતાં પવિત્ર ઈદની ઉજવણી કરીને એકબીજાને ગળે મળ્યા હતા અને ખુદા પાસે દુવા માંગી હતી કે સમગ્ર તહેવાર સુખ-શાંતિથી ઉજવાય એ માટે ધાનેરા પોલીસ પણ હાજર રહીને તહેવારની ઉજવણીમાં ચાર ચાંદ લગાવ્યા હતા.