અમદાવાદ/ GLS કોલેજમાં દલિત વિદ્યાર્થીનાં રેગીંગનો મુદ્દો હવે લઇ રહ્યો છે રાજકીય રંગ

GLS કોલેજમાં થયેલી રેગીંગ મામલે NSUI નાં વિધાર્થી પાંખ અને વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ડીસીપી ઝોન 1 ને મળી આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

Gujarat Others
રેગીંગ મામલો

GLS કોલેજમાં દલિત વિધાર્થી સાથે થયેલા રેગીંગ મામલે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને NSUI નાં વિધાર્થી પાંખ દ્વારા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ઝોન એક ડીસીપીને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો – કોરોના અપડેટ / દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઉછાળો,છેલ્લા 24 કલાકમાં 33,750 નવા કેસ,123 લોકોનાં મોત

GLS કોલેજમાં થયેલી રેગીંગ મામલે NSUI નાં વિધાર્થી પાંખ અને વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ડીસીપી ઝોન 1 ને મળી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. NSUI નાં કાર્યકર્તાઓ દ્વારા પોલીસ સ્ટેશન બહાર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ત્યારે ભોગ બનનાર વિધાર્થી અને તેના પરિવારનું કહેવું છે કે તેમના દીકરા સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે. તે ઘરે જમતો હતો ત્યારે તેને પકડી ગયા હતા. જે ફરિયાદી છે તેને સામે ફરિયાદ કરી આરોપી બનાવી દેવામાં આવ્યો છે. એટલા માટે જીગ્નેશ મેવાણી પણ રજુઆત કરવા પહોંચ્યા હતા. જ્યારે આ મામલે ડીસીપી નું કહેવું છે કે, રેગીંગ માટે કોલેજ પાસે રિપોર્ટ માંગ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ ફરિયાદ કરવામાં આવશે. જે ફરિયાદી છોકરો છે તેની સામે એક છોકરીએ 323 મુજબ ફરિયાદ કરી હતી. તે કેસમાં તેને પકડવામાં આવ્યો હતો. પરંતુ તેને ઘરેથી જમતા જમતા ઉપાડ્યો તે વાત તદ્દન ખોટી છે. રેગીંગ મામલે કોલેજમાંથી રિપોર્ટ આવશે ત્યાર બાદ ફરિયાદ નક્કી થશે.

આ પણ વાંચો – સાવધાન! / સતત વધતા કોરોનાનાં કેસે આપ્યો પ્રતિબંધને આવકારો, હેર સલૂન અને બ્યૂટી પાર્લર માટે જાહેર નવી ગાઈડલાઈન

એક તરફ પોલીસ તપાસ બાદ ફરિયાદ દાખલ કરવાનું રટણ કરી રહી છે. ત્યારે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને NSUI વિદ્યાર્થી પાંખ દ્વારા આવતીકાલે પોલીસ કમિશ્નરનાં ઘરે અથવા ઓફિસ પર આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવશે એવું જીગ્નેશ મેવાણી એ જાહેરમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીનાં રેગીંગનો આ મુદ્દો ધીરે ધીરે રાજકીય રંગ લઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.