Not Set/ કરણી સેના દ્વારા આગામી 11મી તારીખે ગુજરાતમાં બંધનું એલાન આપાયું

છેલ્લા 3 વર્ષથી ગુજરાતે અનેક આંદોલનો જોયા ત્યારે ફરી એક આંદોલન ગુજરાત રાજ્યમાં થવા જઈ રહ્યું છે. હવે આંદોલનની દોડમાં રાજપૂત કરણી સેના જોડાવી જઈ રહી છે. આગામી 11 મી નવેંબરના રોજ રાજપૂત કરણી સેના ઘ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યુ છે. જેમાં વિવિધ અલગ-અલગ સમાજ ઘ્વારા સમર્થન અપાયું છે. એટ્રોસિટી એક્ટની જોગવાઇમાં સુધારા, ગૌ […]

Gujarat Others
karanisena કરણી સેના દ્વારા આગામી 11મી તારીખે ગુજરાતમાં બંધનું એલાન આપાયું

છેલ્લા 3 વર્ષથી ગુજરાતે અનેક આંદોલનો જોયા ત્યારે ફરી એક આંદોલન ગુજરાત રાજ્યમાં થવા જઈ રહ્યું છે. હવે આંદોલનની દોડમાં રાજપૂત કરણી સેના જોડાવી જઈ રહી છે. આગામી 11 મી નવેંબરના રોજ રાજપૂત કરણી સેના ઘ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યુ છે. જેમાં વિવિધ અલગ-અલગ સમાજ ઘ્વારા સમર્થન અપાયું છે.

એટ્રોસિટી એક્ટની જોગવાઇમાં સુધારા, ગૌ હત્યા પર રોક અને અનામતના કાયદામાં સુધારાની માંગ સાથે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના મેદાનમાં ઉતારવાની છે. કરણી સેના દ્વારા આગામી 11મી તારીખે સમગ્ર ગુજરાતમાં બંધનું એલાન અપાયું છે. જયારે 15મી નવેમ્બરના રોજ સંધીનાગર ખાતે એક સભા અને ત્યાર બાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી બાદ કરણી સેના દ્વારા સરકારને આવેદન પાત્ર આપવામાં આવશે. જો સરકાર આ મામલે દ્વારા કોઈ પણ હકારાત્મક પગલાં નહિ લેવાય તો આગામી દિવસોમાં ભારત બંધન એલનની ચીમકી પણ કરણી સેનાએ દ્વારા આપવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.