Against the CAA/ કેરલ સરકારે સીએએ વિરૂધ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી

અગાઉ મુસ્લિમ લીગે અરજી દાખલ કરી હતી

India

New Delhi : કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને નાગરિકતા સંશોદન કાનૂન 2019 (સીએએ) અને નાગરિતકકા સંશોધન નિયમ 2024 લાગુ ન કરવાની માંગણી કરી છે.

કેરળ સરકારે સીએએ લાગુ ન કરવાની માંગણી સાથે તર્ક આપ્યો છે કે સીએએ કાનૂન લાગુ કરવાની તાત્કાલિક આવશ્યકતા નથી અને તે આધારે જ સીએએ પર રોક લગાવી શકાય છે.

સીએએ  વિરૂધ્ધ કેરળની ઈન્ડીયન યુનિયન મિસ્લિમ લીગ (આઈયુએમએલ) પાર્ટી અને એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૌસીએ પણ અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટ સીએએ પર દાખલ અરજીઓ પર 19 માર્ચના રોજ સુનાવણી કરવા સહમત થઈ છે. અરજીઓમાં આરોપ લગાવાયો છે કે સીએએ કાનૂન અસૈવિધાનિક છે અને તે ધર્મ પર આધારિત છે. અરજીમાં એ પણ કહેવાયું છે કે નાગરિકતા સંશોધન કાનૂન આસામ સમજોતા 1985 નું પણ ઉલ્લંઘન છે.

સીએએ વિરૂધ્ધ અરજી દાખલ કરનારા ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડીયા પણ સામેલ છે. જેણે તેની અરજીમાં કહ્યું છે કે આ પહેલીવાર છે જ્યારે ભારતીય નાહરિકતા આપવા માટે ધર્મને આધાર બનાવાયો છે. સીએએ વિરૂધ્ધ 200થી વધુ અરજીઓ દાખલ થઈ છે. નાગરિકતા સંશોધન કાનૂનને  ડિસેમ્બર 2019માં સંસદમાં મંજુરી મળી હતી. ત્યારબાદ સરકારે નોટિફિકેશન બહાર પાડીને સીએએને આખા દેશમાં લાગુ કરી દીધો છે. સીએએમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ધાર્મિક આધારે પ્રતાડિત થઈને ભારત આવનારા શરર્ણાર્થીઓને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ છે. કાનૂન અનુસાર આ ત્રણ દેશોમાંથી 31 ડિસેમ્બર 2014 પહેલા ભારત આવેલા શીખ, હિન્દુ, બૌધ્ધ, પારસી, જૈન અને ખ્રિસ્તી ધર્મના લોકોને નાગરિકતા આપવામાં આવશે. જોકે આ કાનૂનથી મુસ્લિમ વર્ગને બહાર રાખવામાં આવ્યો છે. જેને કારણે આ કાનૂનનો વિરોધ થઈ રહ્યો છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે

આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો