Not Set/ આધ્રનાં દિગ્ગજ નેતાએ ધારણ કર્યો ખેસ, ચંદ્રબાબુ નાયડૂનાં હતા ખાસ

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) નાં શક્તિશાળી નેતા આદિનારાયણ રેડ્ડી, દિલ્હીનાં દીન દયાળ ઉપાધ્યાય માર્ગ પર સ્થિત ભાજપનાં મુખ્યાલયમાં પાર્ટીમાં જોડાતા સદસ્યતા ગ્રહણ કરી. દિલ્હીમાં દીન દયાલ ઉપાધ્યાય માર્ગ પર સ્થિત ભાજપ મુખ્યાલય ખાતે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) નાં શક્તિશાળી નેતા આદિનારાયણ રેડ્ડી સોમવારે પાર્ટીમાં જોડાયા. પાર્ટીનાં રાષ્ટ્રીય મહાસચિવ અરુણસિંહે તેમને સદસ્યતા અપાવી. ભાજપમાં સામેલ થયા […]

Top Stories India
adi આધ્રનાં દિગ્ગજ નેતાએ ધારણ કર્યો ખેસ, ચંદ્રબાબુ નાયડૂનાં હતા ખાસ

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) નાં શક્તિશાળી નેતા આદિનારાયણ રેડ્ડી, દિલ્હીનાં દીન દયાળ ઉપાધ્યાય માર્ગ પર સ્થિત ભાજપનાં મુખ્યાલયમાં પાર્ટીમાં જોડાતા સદસ્યતા ગ્રહણ કરી.

દિલ્હીમાં દીન દયાલ ઉપાધ્યાય માર્ગ પર સ્થિત ભાજપ મુખ્યાલય ખાતે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) નાં શક્તિશાળી નેતા આદિનારાયણ રેડ્ડી સોમવારે પાર્ટીમાં જોડાયા. પાર્ટીનાં રાષ્ટ્રીય મહાસચિવ અરુણસિંહે તેમને સદસ્યતા અપાવી. ભાજપમાં સામેલ થયા પછી રેડ્ડીએ કહ્યું કે મોદી સરકારનાં નેતૃત્વમાં દેશ બદલાઇ રહ્યો છે. કાશ્મીરથી કલમ 370 રદ કરવાના તાજેતરનાં સરકારના નિર્ણય અને ત્રિપલ તલાકથી સાબિત થયું છે કે આ સરકાર દેશનાં હિતમાં સખત નિર્ણયો લેવામાં અચકાતી નથી. તેમણે કહ્યું કે સરકાર સબકા સાથ, સબકા વિકાસનાં મંત્રનો ખરેખર પાલન કરી રહી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, નાયડુનો પક્ષ છોડ્યા બાદ રેડ્ડીએ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહને પણ મળ્યા હતા.

આદિનારાયણ રેડ્ડી આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની પાછલી સરકારમાં મંત્રી હતા. તેમને નાયડુએ 2017 માં મંત્રી બનાવ્યા હતા. તેઓ વાઈએસઆર કોંગ્રેસમાંથી વર્ષ 2016 માં નાયડુની પાર્ટીમાં જોડાયા હતા. અગાઉ, તે 2004 અને 2009 માં કોંગ્રેસની ટિકિટ પર કોડપ્પા જિલ્લા બેઠક પરથી ધારાસભ્ય હતા, જ્યારે 2014 માં વાયએસઆર તે જ બેઠક પર ત્રીજી વખત કોંગ્રેસનાં ધારાસભ્ય બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ટૂંકા ગાળામાં જ તેમની ગણતરી ચંદ્રબાબુ નાયડુની નજીકનાં નેતાઓમાં થઈ હતી, પરંતુ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની ખરાબ પરિસ્થિતિ જોઇ તેઓ પાર્ટી બદલવાનાં પ્રયાસમાં લાગી ગયા. એક મહિના અગાઉ 12 સપ્ટેમ્બરે રેડ્ડીએ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) નાં સભ્યપદથી રાજીનામું આપ્યું હતું, ત્યારે એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ શાસક પક્ષ વાયએસઆર કોંગ્રેસમાં જોડાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.