Weather/ ગુજરાતનો સૌથી ઓછો વરસાદ આ તાલુકામાં નોધાયો

રાજસ્થાન સરહદે આવેલા ધાનેરા તાલુકા નોંધાયો તાલુકા ના ખેડૂતો ની ભગવાન ને અરજ….બાપલીયા હવે તો વરસ..ક્યાં સુધી જોવડાવીશ રાહ……

Top Stories Gujarat Others
s2 9 ગુજરાતનો સૌથી ઓછો વરસાદ આ તાલુકામાં નોધાયો

સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ધમરોળી નાખ્યું છે. પાણી ખેતર થી માંડીને ધર સુધી એકધાર્યા જોવા મળ્યા. પણ કમનીસબે બનાસકાંઠાના પાણી માટે વલખા મારતા ધાનેરા તાલુકામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. ધાનેરામાં સિઝનનો 62mm એટલે કે 10 ટકા જ વરસાદ નોંધાયો છે. વરસાદ આવવાની અપેક્ષાએ ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ લાવી ખેડ ખાતર નાખી તૈયારી કરી નાખી હતી. પણ વરસાદ રિસાતા ધાનેરા તાલુકાના ખેડુતો ફરી મુંજવણમાં મુકાયા છે. કારણ કે તાલુકામાં પાણીના તળ ઉડે ગયા છે. અને વરસાદ આવતો નથી જેથી ખેતીમાં શુ પાકશે  એ સવાલ સવા ખેડૂતોને મૂંઝવી રહ્યો છે.

ધાનેરા તાલુકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ છે. શ્વેતકાન્તિમાં હરણફાળો તાલુકાનો છે. થાવર ગામ દુધ ક્ષેત્રે પ્રથમ જિલ્લામાં આવ્યું છે. પણ વરસાદ ન આવતા પશુઓ માટે ઘાસચારાની સમસ્યા સર્જાય એવી પરિસ્થિતિ છે. જો વરસાદ ન આવે તો બહારથી ઘાસચારો લાવવો પડે એમ છે.  વરસાદ થાય તો ખેતર અને સિમમાં લીલું ઘાસ સરળતા થી મળી રહે છે.  પણ કર્મ ની કઠણાઇ થી વરસાદ ન પડતા લીલું ઘાસ પશુઓ અને ખેડૂતો માટે સ્વપ્ન સમાન બની જવાની પરિસ્થિતિ છે. ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક છે.  અને બન્ને માટે જરૂરી છે પાણી અને એ જ પાણી તાલુકામાં નથી ત્યારે ધાનેરા તાલુકા ના ખેડૂતો અને પશુપાલન કરતા પશુપાલકો ભગવાન સામે જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે બાપલીયા હવે તો મહેર કર…

ખેતી માટે એક વિઘોમાં હાલ ધાનેરા તાલુકામાં ખેડૂતો 8 હજાર ની આસપાસ ખર્ચ કરી રહ્યા છે ક્યાંક વરસાદ આવશે એવી અપેક્ષા એ ખર્ચ માથે નહિ પડે પણ હાલ તો કુદરત જ રુઠતા ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે ત્યારે ક્યારે કુદરત મહેર કરે છે એ તો કુદરત જ જાણે ….

જુનાગઢ / 2 વર્ષના બાળક પર કુતરાઓનો હુમલો,સારવાર દરમિયાન મોત