Not Set/ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની હલચલ આસપાસનું ગણિત

પાંચ રાજ્યોની સાથે મતદાન કરાવવા કેન્દ્રની હિલચાલ, પૂર્ણ રાજ્યનો દરજ્જાે અપાશે કે નહિ ?, પાકિસ્તાન પાસેથી પીઓકે લઈ લેવા કાર્યવાહી થશે કે નહિ ?

India
જમ્મુ કાશ્મીરમાં કેન્દ્રશાસિત ચૂંટણી

જમ્મુ કાશ્મીરમાં ૮ પક્ષોના ૧૪ થી વધુ નેતાઓ સાથેની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી દિલનું અંતર ઘટાડવાની વાત કરી હતી અને જમ્મુ કાશ્મીરમાં હાલ સીમાંકનનું કામ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. અત્યારે જે ગણતરી મુકાઈ છે તે પ્રમાણે ત્રણ માસમાં આ સીમાંકનનું કામ પૂર્ણ કરી દેવાની ગણતરી છે. બીજી બાજુ તાજેતરમાં કેન્દ્રીય મોવડીઓએ ભાજપના જમ્મુ-કાશ્મીરના નેતાઓને રૂબરૂ બોલાવી એવી સૂચના આપી દીધી છે કે કેન્દ્ર ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી ૨૦૨૨ના એપ્રિલમાં યોજાવાની છે તેની સાથે જ આ ચૂંટણી યોજવા માગે છે તેથી જમ્મુ-કાશ્મીરના નેતાઓએ આ માટે તૈયાર રહેવું. સીમાંકનની કામગીરી પ્રમાણે ૧૧૪ બેઠક પૈકી ૨૪ બેઠકો પાકિસ્તાની કબ્જા હેઠળના કાશ્મીર માટે બાકી રાખી ૯૦ બેઠકોની ચૂંટણી થશે.

himmat thhakar 1 જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની હલચલ આસપાસનું ગણિત

આ બેઠકો જમ્મુ અને કાશ્મીર એમ બે ભાગમાં વહેેંચાયેલી હશે. ત્યાં ત્રિપાંખિયા જંગની શક્યતા છે. ભાજપ, મહેબુબા અને ઉમર અબ્દુલ્લાના પક્ષ સહિતના પાંચ પક્ષોના ગ્રુપકાર જૂથ અને કોંગ્રેસ વચ્ચે જંગ ખેલાસે. અપક્ષો મેદાનમાં ઉતરશે તે જુદા. જાે કે ગ્રુપકાર જૂથના પક્ષના નેતાઓએ એવો આગ્રહ રાખ્યો છે કે પહેલા જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જાે વડાપ્રધાન મોદીએ આપેલી ખાતરી પ્રમાણે આપી દેવો જાેઈએ પછી ચૂંટણી જાહેર કરવી જાેઈએ. કોંગ્રેસ પણ માને છે કે સરહદી રાજ્યની સરકાર પાંખો કપાયેલી સરકાર ન હોવી જાેઈએ.

a 475 જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની હલચલ આસપાસનું ગણિત

દિલ્હીમાં બહુમતીથી ચૂંટાયેલી રાજ્ય સરકારના નિર્ણયોને ઉપરાજ્યપાલ નવા કાયદા નીચે ઉલટાવી નાખે છે. આવુ સરહદી રાજ્યમાં થાય તે ચાલે નહિ. આના કારણે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સંઘર્ષ વધી જાય. જમ્મુ કાશ્મીરમાં ભાજપ માટે અનુકૂળ માહોલ ધીમેધીમે ઉભો થઈ રહ્યો હોવાનું કહેવાય છે. પરંતુ ત્યાં જે ડી.સી.સી. એટલે ડેવલપમેન્ટ કાઉન્સીલની ચૂંટણીમાં જમ્મુના ત્રણ જિલ્લાને બાદ કરતાં બધે ગ્રુપકાર જૂથનો દબદબો રહ્યો હતો. જમ્મુની જે ૧૪૦ બેઠકો હતી તેમાંથી ભાજપને ૭૦ મળી હતી. જ્યારે કાશ્મીર વિસ્તાર કે જેમાં ખીણ પણ આવી જાય છે ત્યાં ભાજપને માત્ર દસ બેઠકો મળી હતી. જેમાં ખીણમાં મળેલી ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે.

a 476 જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની હલચલ આસપાસનું ગણિત

જો કે જમ્મુ કાશ્મીરમાં પૂર્ણ કક્ષાના રાજ્યનો દરજ્જો હતો જ. પણ ૨૦૧૯ના ઓગસ્ટ માસમાં તે છીનવી લેવાયો છે અને જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવેલ છે. વડાપ્રધાને કાશ્મીરી નેતાઓને ખાતરી આપી છે તે પ્રમાણે રાજ્યોને પૂર્ણ કક્ષાનો દરજ્જાે આપે છે કે નહિ તે જાેવાનું રહે છે. ચૂંટણીમાં જમ્મુમાં તો ભાજપને વધારે બેઠકો મળશે જ. જાે કે જમ્મુમાં ભલે મહેબુબા મુફતીનો પક્ષ મજબૂત નથી પણ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ તો ત્યાં મજબૂત છે જ. ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠકમાં કોંગ્રેસે ત્યાં નોંધપાત્ર કહી શકાય તેટલી બેઠકો જીતી છે. જમ્મુ-કાશ્મીરમાં ભાજપે રાજ કરવું હોય તો જમ્મુની મોટાભાગની બેઠકો જીતવી પડે એટલું જ નહિ પરંતુ બાકીની કાશ્મીર-ખીણ વિસ્તારમાં પણ જરૂર પડે યોગ્ય સાથીદાર પક્ષ શોધીને બેઠકો જાળવી પડે. માત્ર જમ્મુમાં જીતેલી બેઠકોના આધારે જમ્મુ-કાશ્મીરમાં રાજ કરવું અઘરૂં છે.

a 477 જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની હલચલ આસપાસનું ગણિત

૨૦૧૯માં ૩૭૦મી કલમ હટાવ્યા બાદ સરકાર ભલે ત્રાસવાદ પ્રવૃત્તિ કાબુમાં આવી હોવાનો દાવો કરતી હોય પણ આ દાવો સાવ સાચો નથી. ત્રાસવાદી પ્રવૃત્તિ ઘટી છે પણ સાવ બંધ થઈ નથી. તેના કારણો જગજાહેર છે. ૨૦૧૪થી ૨૦૧૮ સુધી ત્યાં ભાજપની ભાગીદારી સાથે મહેબુબા મુફ્તીના મુખ્યમંત્રી પદ હેઠળનું જે શાસન ચાલ્યું તેની અમૂક નીતિઓના કારણે કાશ્મીર ખીણમાં ત્રાસવાદના મૂળ ઘણા ઉંડા ગયા છે. જે મૂળિયા ઉખેડી શકાયા નથી અને ત્યાં ત્રાસવાદી હુમલાના બનાવો બનતા રહે છે જેમાં ભલે ત્રાસવાદીઓ ઠાર થાય છે, શસ્ત્રો અને વિસ્ફોટકો પણ ઝડપાય છે પરંતુ કેટલાક કિસ્સામાં આપણા જવાનોને શહીદી પણ વહોરવી પડે છે. આ દુઃખદ બાબત કહી શકાય તેમ છે. ૨૦૧૯ના ઓગસ્ટથી ૨૦૨૧ જુલાઈ સુધીના ૧ વર્ષ ૧૧ માસના એટલે કે ૨૩ માસના ગાળામાં ત્રાસવાદ સાવ નાબૂદ કરી શકાયો નથી. ત્યાં ૨૦૧૯માં જે પગલાં ભર્યા તે ૨૦૧૪ બાદ તરત ભર્યા હોત તો કદાચ સ્થિત જુદી હોત તેવું નિષ્ણાતો કહે છે.

a 478 જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની હલચલ આસપાસનું ગણિત

બીજી વાત એ કે પાકિસ્તાાનના ગેરકાયદે કબ્જા હેઠળનું કાશ્મીર એટલે કે પીઓકે જમ્મુ-કાશ્મીર અને ભારતનો એક ભાગ છે તેવી વાતો પહેલા પણ થતી અને બે વર્ષથી વધુ પ્રમાણમાં થાય છે. પરંતુ આ દિશામાં એક સર્જીકલ સ્ટ્રાઈક અને એક એરસ્ટ્રાઈક સિવાય બીજી કઈ મક્કમ કામગીરી થઈ ? આ બન્ને પગલાનું જેટલું માર્કેટીંગ થયું તેટલા પ્રમાણમાં પાકિસ્તાન પર અસર થઈ નથી. પીઓકે માં આજની તારીખમાં પણ ત્રાસવાદીઓની છાવણી ધમધમે છે. પીઓકેમાં પણ હાલ પાક શાસકો ચૂંટણી યોજી રહ્યા છે અને ઈમરાનખાન ત્યાં પ્રચાર દરમિયાન ફરી એકવાર કાશ્મીરનો રાગ આલાપે છે.

જમ્મુ કાશ્મીરમાં કેન્દ્રશાસિત ચૂંટણી

કાશ્મીરના ભાવિનો ફેંસલો કાશ્મીરી પ્રજાએ લેવો જાેઈએ તેવી વાતો કરે છે પરંતુ ભારતના કાયદેસરના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરમાં તો ઘણી ચૂંટણી આવી અને ગઈ તેમાં ત્યાંની પ્રજાએ પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓની ધમકીઓ છતાં ચૂકાદો આપ્યો છે. કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કોંગ્રેસના સાંસદો ચૂંટાયા હતા. ભાજપનું શાસન આવ્યા બાદ, મોટાભાગના સાંસદો ભાજપના જ ચૂંટાય છે. કેન્દ્રમાં પહેલાય જમ્મુ-કાશ્મીરના સાંસદો પ્રધાન હતાં. આજેય છે. એટલે જમ્મુ-કાશ્મીરની પ્રજા ભારત સાથે જ છે. તેવા પુરાવાની હવે જરૂર નથી.

જમ્મુ કાશ્મીરમાં કેન્દ્રશાસિત ચૂંટણી

ઈમરાન આણિ ટોળકીએ જમ્મુ-કાશ્મીરની પ્રજાને આવી સલાહ પણ આપવાની જરાય જરૂર નથી. ઈમરાનમાં તે ક્રિકેટ ત્યારે જે થોડીઘણી પણ ખેલદિલી હતી તે અત્યારે પણ જાે હોય તો તેણે ગેરકાયદે કબજા હેઠળના કાશ્મીરને તેના મૂળ માલિક એવા ભારતને સોંપી દેવું જાેઈએ. બીજી બાજુ ઈમરાન તો શું પણ કોઈપણ પાકિસ્તાની શાસકો પાસે આવી આશા રાખવી વધુ પડતી છે. બીજી બાજુ પીઓકે પાકિસ્તાન પાસેથી છીનવી લેવાની કાર્યવાહી કરવાની ૫૬’’ ની છાતી ભારતે બતાવવી પડશે. આપણા જવાનો તો તૈયાર જ છે. માત્ર સરકાર અને નેતાગીરીએ હિંમત દાખવવાની જરૂરત છે. ચૂંટણી ભલે યોજાે પણ સાથોસાથ આ કાર્યવાહી પણ કરી બતાવાય તો કેન્દ્રમાં મજબૂત અને નિષ્ઠાવાન સરકારનું રાજ હોવાની લોકોને પ્રતિતિ થાય.