Merger/ ICICI બેંકમાં આ કંપની થઇ મર્જ,આજની બેઠકમાં લેવાયો નિર્ણય

આજે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક મળી હતી, જેમાં ડિમર્જર સ્કીમને મંજૂરી આપવામાં આવી હતી

Top Stories Business
10 4 2 ICICI બેંકમાં આ કંપની થઇ મર્જ,આજની બેઠકમાં લેવાયો નિર્ણય

સ્થાનિક બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝે ગુરુવારે જણાવ્યું હતું કે ડિલિસ્ટિંગ પછી, તે હવે ICICI બેન્કની સંપૂર્ણ માલિકીની પેટાકંપની હશે. ICICI સિક્યોરિટીઝના રોકાણકારોને દર 100 શેર પર ICICI બેંકના 67 શેર મળશે. હકીકતમાં આ મુદ્દે આજે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક મળી હતી, જેમાં ડિમર્જર સ્કીમને મંજૂરી આપવામાં આવી હતી.શેરધારકો, લેણદારો, આરબીઆઈ, એનસીએલટી અને એક્સચેન્જ દ્વારા ડિમર્જરને મંજૂરી મળવાની બાકી છે. ICICI સિક્યોરિટીઝે જણાવ્યું છે કે શેરધારકોને કંપનીના દરેક 100 શેર માટે ICICI બેન્કના 67 ઇક્વિટી શેર મળશે. તે પછી તે ICICI બેંકનો હિસ્સો બની જશે. ICICI સિક્યોરિટીઝમાં ICICI બેન્કનો સૌથી મોટો હિસ્સો છે, 31 માર્ચ, 2023 સુધી ICICI બેન્ક પાસે ICICI સિક્યોરિટીઝમાં 74.85 હિસ્સો હતો. બાકીના 25.15 ટકા શેર જાહેર શેરધારકો પાસે છે.

ઉલ્લેખનીય છે કે ICICI સિક્યોરિટીઝ એ ભારતમાં પાંચમા નંબરનું સૌથી મોટું સ્ટોક બ્રોકર છે. ICICI સિક્યોરિટીઝ પાસે મે 2023 ના અંત સુધીમાં NSE ખાતે 6.8%ના બજાર હિસ્સા સાથે 2.1 મિલિયન સક્રિય ક્લાયન્ટ્સ છે.  આજે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક મળી હતી, જેમાં ડિમર્જર સ્કીમને મંજૂરી આપવામાં આવી હતી