Alert!/ હવામાન વિભાગની આગાહી, મુંબઈ સહિત આ બે જિલ્લાઓ માટે યલો એલર્ટ,આપી આ ચેતવણી

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) એ મહારાષ્ટ્રના ત્રણ જિલ્લા મુંબઈ, સિંધુદુર્ગ અને થાણે માટે યલો એલર્ટ જાહેર કર્યું છે

Top Stories India
3 27 હવામાન વિભાગની આગાહી, મુંબઈ સહિત આ બે જિલ્લાઓ માટે યલો એલર્ટ,આપી આ ચેતવણી

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) એ મહારાષ્ટ્રના ત્રણ જિલ્લા મુંબઈ, સિંધુદુર્ગ અને થાણે માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મંગળવારે મુંબઈગરોની સવાર પણ વરસાદની સાથે થઇ હતી. હવામાન વિભાગે મંગળવારે સવારે 93.4 મીમી વરસાદ નોંધ્યો હતો. મુંબઈમાં ચોમાસાની સિઝનમાં ઘણી વખત ભારે વરસાદ થયો છે.

19 સપ્ટેમ્બર સુધી દૈનિક વરસાદની આગાહી

હવામાન વિભાગે મહારાષ્ટ્રના ત્રણ જિલ્લા મુંબઈ, થાણે અને સિંધુદુર્ગ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે મુંબઈમાં લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જયારે મંગળવારે દિવસભર આકાશ વાદળછાયું રહ્યું હતું અને ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે 14 અને 15 સપ્ટેમ્બરે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરી છે.  ઉપરાંત મુંબઈમાં 19 સપ્ટેમ્બર સુધી દરરોજ વરસાદ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં નિરંતર વરસાદ

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ તબાહી મચાવી રહ્યો છે. અહીં સતત ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ઘણા વિસ્તારોમાં પાણી ઘરોમાં પહોંચી ગયા છે અને રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. ભારે વરસાદને કારણે ઔરંગાબાદ જિલ્લામાં નદીમાં કપડા ધોવા ગયેલી ત્રણ મહિલાઓ પૂરમાં વહી ગઈ હતી. જયારે ગઢચિરોલીમાં ભારે વરસાદને કારણે, 40 ગામોનો સંપર્ક તૂટી ગયો છે. કંઈક આવો જ કિસ્સો અમરાવતી જિલ્લામાં પણ છે જ્યાં ગામડાઓમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. મહારાષ્ટ્રમાં વરસાદને કારણે રોડ ટ્રાફિકને અસર થઈ છે.