કોરોના મહામારી/ ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે નોંધાયા આટલા કેસ અને મોતનાં આંકડા

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફાટી નીકળી છે. હાલમાં અમેરિકા સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે.

Top Stories Trending
2 243 ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે નોંધાયા આટલા કેસ અને મોતનાં આંકડા

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફાટી નીકળી છે. હાલમાં અમેરિકા સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. દરમ્યાન, વિશ્વવ્યાપી કોરોનાનો આંકડો 17.95 કરોડને વટાવી ગયો છે, જ્યારે મૃત્યુ 38.9 લાખને વટાવી ચૂક્યા છે. વળી જો ભારતની વાત કરીએ તો અહી આ વાયરસનાં કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. તાજેતરનાં આંકડાની વાત કરીએ તો ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 54 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમ્યાન 1,321 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે ભારતમાં કોરોનાનાં કુલ કેસ 3 કરોડને વટાવી ગયા છે, વળી મૃત્યુની સંખ્યા પણ 3.91 લાખને વટાવી ગઈ છે.

2 245 ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે નોંધાયા આટલા કેસ અને મોતનાં આંકડા

ભક્તિમય વાતાવરણ / અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા, માત્ર ગણતરીનાં લોકો જળયાત્રામાં જોડાયા

દુનિયામાં નોંધાયા આટલા કેસ

ગુરુવારે સવારે પોતાની નવીનતમ અપડેટમાં યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઈ) એ જાહેર કર્યું કે, તાજેતરનો વૈશ્વિક આંકડો અને મૃત્યુઆંકની સંખ્યા અનુક્રમે 17,95,37,489 અને 3,890,437 છે. સી.એસ.એસ.ઈ. અનુસાર, સમગ્ર દુનિયામાં અમેરિકા સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. જે મુજબ અહી સૌથી વધુ કેસ અને મોતનાં આંકડો અનુક્રમે, 3,35,77,613 અને 602,836 છે. આપને જણાવી દઇએ કે, સંક્રમણનાં મામલામાં ભારત 3,00,28,709 કેસોની સાથે બીજા સ્થાન પર છે. સીએસએસઈનાં આંકડા મુજબ 30 લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં બ્રાઝિલ (1,81,69,881), ફ્રાંસ (58,24,127), તુર્કી (53,87,545), રશિયા (53,06,069), યુકે (46,83,986), આર્જેન્ટિના (43,26,101 ), ઇટાલી (42,55,434), કોલમ્બિયા (40,27,016 ), સ્પેન (37,73,032), જર્મની (37,32,439) અને ઈરાન (31,28,395) છે. વળી 5,07,109 મૃત્યુ સાથે મૃત્યુની બાબતમાં બ્રાઝિલ બીજા ક્રમે છે. જ્યારે ભારત 3,91,981, મેક્સિકો 3,21,847, પેરુ 1,90,906, યુકે 1,28,291, ઇટાલી 1,27,352, રશિયા 128,719 અને ફ્રાન્સ 1,11,024 માં 1,00,000 થી વધુ મૃત્યુ નોંધાયા છે.

2 246 ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે નોંધાયા આટલા કેસ અને મોતનાં આંકડા

આત્મહત્યા / એન્ટિવાયરસ સોફ્ટવેર કંપનીનાં સ્થાપકે જેલમાં કરી આત્મહત્યા, આ લાગ્યા હતા આરોપ

ભારતમાં કોરોનાનાં નવા કેસનો આંક

મળતી માહિતી મુજબ દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, 1,321 નવા મોત નોંધાયા છે. આ સાથે, કુલ મૃત્યુ સંખ્યા 3,91,981 પર પહોંચી ગઈ છે. દેશમાં મૃત્યુ દર હાલમાં 1.30 ટકા છે. આ ઉપરાંત, રાહતની વાત એ છે કે કોરોનાનાં એક્ટિવ કેસોમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 6,27,057 સુધી પહોંચી ગઇ છે, જે કુલ કેસનાં 2.08 ટકા છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાનાં એક્ટિવ કિસ્સાઓમાં 16,137 નો ઘટાડો થયો છે. જે રાહત આપે તેવા સમાચાર છે.

મોનસૂન / વરસાદને લઇને આવ્યા ખરાબ સમાચાર, આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે

વળી સતત 42 માં દિવસે, દૈનિક નવા કેસોની સરખામણીમાં દૈનિક રિકવરી વધી રહી છે. માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 68,885 લોકો ચેપગ્રસ્ત મુક્ત બન્યા છે. એક સાથે, દેશમાં કોરોનાથી ઠીક થતાં દર્દીઓની સંખ્યા અત્યાર સુધીમાં વધીને 2,90,63,740 થઈ ગઈ છે. આ સાથે, દેશમાં રિકવર દર વધીને 96.61 ટકા થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા મુજબ, દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ હાલમાં 2.91 ટકા છે, જે સતત 17 માં દિવસે 5 ટકાથી ઓછો છે.

majboor str 22 ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે નોંધાયા આટલા કેસ અને મોતનાં આંકડા