પોસ્ટર વોર/ આતંકી કપડામાં જોવા મળ્યા અમેરિકી રાષ્ટ્રપતિ,લખવામાં આવ્યું-મેકિંગ તાલિબાન ગ્રેટ અગેન

પેન્સિલ્વેનિયાના પૂર્વ સેનેટર સ્કોટ વેગનરે રાષ્ટ્રપતિ જો બિડેન સામે આ પોસ્ટરો લગાવ્યા છે. તેણે રાજમાર્ગો પર એક ડઝનથી વધુ બિલબોર્ડ ભાડે લીધા..

Top Stories World
રાષ્ટ્રપતિ

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની શરમજનક વાપસી બાદ રાષ્ટ્રપતિ જો બિડેનની ભારે ટીકા થઈ છે. આ દરમિયાન તેમનું એક પોસ્ટર ખૂબ ચર્ચામાં આવ્યું છે. પોસ્ટરમાં રાષ્ટ્રપતિ ને તાલિબાન આતંકી કપડામાં બતાવવામાં આવ્યા છે. તેઓ મોટર્ડ પકડીને ઉભા છે. પોસ્ટરમાં ‘મેકિંગ તાલિબાન ગ્રેટ અગેન’ લખવામાં આવ્યું છે.

આ પણ વાંચો :2024 પહેલા અમેરિકા સંપૂર્ણપણે બરબાદ થઇ જશેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

ઉલ્લેખનીય છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચાર દરમિયાન ‘મેકિંગ અમેરિકા ગ્રેટ અગેન’ સૂત્ર ખૂબ જ લોકપ્રિય બન્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેન્સિલ્વેનિયાના પૂર્વ સેનેટર સ્કોટ વેગનરે રાષ્ટ્રપતિ જો બિડેન સામે આ પોસ્ટરો લગાવ્યા છે. તેણે રાજમાર્ગો પર એક ડઝનથી વધુ બિલબોર્ડ ભાડે લીધા છે અને આશરે $ 15,000 ના ખર્ચે આવા પોસ્ટરો લગાવ્યા છે. ધ યોર્ક ડેઇલીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે જો બિડેનના ખોટા નિર્ણયને કારણે અમેરિકાને સમગ્ર વિશ્વ સામે શરમજનક સ્થિતિમાં મુકવું પડે છે. આ અકળામણ વિયેતનામ કરતા પણ ખરાબ છે. તેમણે કહ્યું કે તમે તે લોકોને શું જવાબ આપશો જેઓ અફઘાનિસ્તાનમાં લડ્યા હતા.

આ પણ વાંચો :Space X દ્વારા સામાન્ય નાગરિકોને 3 દિવસ માટે મોકલ્યા અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા

પૂર્વ સીનેટરે કહ્યું કે તે ટ્રમ્પના સમર્થક નથી. જો ટ્રમ્પે આવો નિર્ણય લીધો હોત તો પણ તેમણે આવું જ કર્યું હોત. તેમણે કહ્યું કે અમેરિકન સૈનિકો પાછા ફરવાના નિર્ણયને બિડેન પર મુલતવી રાખવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, પરંતુ તેમણે સાંભળ્યું નહીં.

આ પણ વાંચો :ટાઈમ મેગેઝિને જાહેર કરી દુનિયાની 100 પ્રભાવશાળી લોકોની લીસ્ટ

આ પણ વાંચો :દક્ષિણ પશ્ચિમ ચીનમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6 નોંધાઇ

 

આ પણ વાંચો :અફઘાનિસ્તાનની સરહદ પાસે આતંકવાદી હુમલામાં પાકિસ્તાનના સાત સૈનિકોના મોત