Not Set/ દયાળ ગ્રામ પંચાયત કચેરીની ઓફીસ શ્રમિક મજૂરોના વસવાટના આવાસમાં ફેરવાઈ..!!

સ્વચ્છતા અભિયાન અંતર્ગત શૌચાલયોના બાંધકામ માટે અને વિકાસના અન્ય કામો જે લાભાર્થીઓ દ્વારા કરાવવાના બદલે બહારથી પરપ્રાંતિય મજૂરો લાવીને કોન્ટ્રાક્ટ પધ્ધતિ જેવા કામો માટે આવેલા આ શ્રમિકોને ગ્રામ પંચાયત કચેરીની ઓફીસમાં જ ઉતારો આપવામાં આવ્યો હોવાના પ્રજાજનોના ચોંકાવનારા આક્ષેપો.

Gujarat Trending
દયાળ

મોહસીન દાલ, ગોધરા@ મંતવ્ય ન્યુઝ

ગોધરા તાલુકાના દયાળ ગામે આવેલ ગ્રામ પંચાયત કચેરી કે જેમાં સરપંચ અને તલાટી કમ મંત્રી બેસીને ગામના વિકાસનો કાર્યભાર સંભાળતા હોય છે અને ગ્રામજનો પણ આ પંચાયત કચેરીમાં અરજદાર બનીને આવતા હોય છે. આ દયાળ ગ્રામ પંચાયત કચેરી અત્યારે જાણે કે ધર્મશાળા બની ગઈ હોય એમ દેખાતા આ દ્રશ્યોમાં પંચાયત ઓફીસમાં પરપ્રાંતિય મજૂરોને રહેવા માટે આપવામાં આવ્યું છે અને ઠેર ઠેર કરવામાં આવેલા પથારાઓ વચ્ચે જ ઓફીસમાં તેમનો સમાન પણ મુકવામાં આવ્યા હોવાના આ ગંભીર દ્રશ્યો સામે ખુદ દયાળ ગામના પ્રજાજનો ખૂબ જ નારાજ છે પરંતુ તેઓને સાંભળનાર એકપણ જવાબદાર વ્યક્તિ ગ્રામ પંચાયત કચેરીમાં બિરાજમાન છે જ નહિ.!!

dayal gram 2 દયાળ ગ્રામ પંચાયત કચેરીની ઓફીસ શ્રમિક મજૂરોના વસવાટના આવાસમાં ફેરવાઈ..!!

ગોધરાથી અંદાઝે ૦૫ કિ.મી.ના અંતરે આવેલ દયાળ ગ્રામ પંચાયત કચેરીના આ સુંદર મકાનની ઓફીસ અત્યારે પંચાયત વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શૌચાલયોના બાંધકામ માટે અને વિકાસના અન્ય કામો જે લાભાર્થીઓ દ્વારા કરાવવાના બદલે બહારથી પરપ્રાંતિય મજૂરો લાવીને કોન્ટ્રાક્ટ પધ્ધતિ જેવા કામો માટે આવેલા આ શ્રમિકોને ગ્રામ પંચાયત કચેરીની ઓફીસમાં જ ઉતારો આપવામાં આવ્યો હોવાના પ્રજાજનોના આ ચોંકાવનારા આક્ષેપોમાં ગ્રામ પંચાયત કચેરીની આ ઓફીસમાં જ તેમની ઘરવખરીની ચીજ વસ્તુઓ સામેલ ઠેર ઠેર પથારીઓ પણ કરવામાં આવી છે.

dayal gram 3 દયાળ ગ્રામ પંચાયત કચેરીની ઓફીસ શ્રમિક મજૂરોના વસવાટના આવાસમાં ફેરવાઈ..!!

દયાળ ગામના સ્થળ ઉપર હાજર કેટલાક રહીશોના જણાવ્યા અમે અમારા કામો માટે તલાટી કમ મંત્રીને શોધવા જ પડે છે કેમ કે તેમની જોડે પાંચ ગામનો વહીવટ અને મોબાઈલ ફોન તો સ્વીચ ઓફ જ હોય છે. કારણ કે તલાટી કમ મંત્રી પંચાયત કચેરીએ ક્યારે આવે અને ક્યારે પરત જાય આ ભાગ્યે જ ખબર પડે.!! અને અમારી ગ્રામ પંચાયત કચેરીની આ ઓફીસ સરપંચ દ્વારા ગામમાં કામ કરવા માટે આવેલા આ પરપ્રાંતિય મજૂરોને આપી દેવામાં આવી છે. અને આ અંગે ગોધરા તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂમાં ચર્ચા કરતા તેમના દ્વારા તાત્કાલિક તલાટી કમ મંત્રીનો સંપર્ક કરીને આ પંચાયત કચેરીના મકાનને ત્વરિત ખાલી કરાવવા અંતે આદેશ આપવામાં આવ્યા હતા,પરંતુ પંચમહાલ જિલ્લા પંચાયત અને ગોધરા તાલુકા પંચાયતના સત્તાધીશો કે જેઓ દરેક ગ્રામ પંચાયત કચેરીઓમા અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવી હોવાનો ગર્વ અનુભવી રહ્યા છે આ સત્તાધીશોએ લગભગ ધર્મશાળામાં ફેરવાઈ ગયેલ આ દયાળ ગ્રામ પંચાયત કચેરીની રૂબરૂ મુલાકાત લેવા જેવી છે ખરી?!!

majboor str 5 દયાળ ગ્રામ પંચાયત કચેરીની ઓફીસ શ્રમિક મજૂરોના વસવાટના આવાસમાં ફેરવાઈ..!!