Not Set/ જાવેદ હબીબ પર થૂંકનારને મળશે આટલી રકમ,જાણો સમગ્ર વિગત

મુઝફ્ફરનગરમાં એક કોન્ફરન્સમાં નગર નાઈની રહેવાસી પૂજા ગુપ્તાના વાળ પર જાવેદ હબીબ થૂંક્યા હતા , જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો

Top Stories India
JAVED HABIB જાવેદ હબીબ પર થૂંકનારને મળશે આટલી રકમ,જાણો સમગ્ર વિગત

પ્રખ્યાત હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબ થૂંક વિવાદમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. હવે ભાજપના નેતા અને યુપીના બાગપતના જિલ્લા પંચાયત સભ્ય મનુપાલ બંસલે મંગળવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે, જેમાં તેમણે લખ્યું છે કે જાવેદ હબીબના માથામાં કોણ થૂંકશે. તેને 51 હજારનું ઈનામ આપશે.

3 જાન્યુઆરીએ મુઝફ્ફરનગરમાં એક કોન્ફરન્સમાં નગર નાઈની રહેવાસી પૂજા ગુપ્તાના વાળ પર જાવેદ હબીબ થૂંક્યા હતા , જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.  બીજા વાયરલ વીડિયોમાં, મહિલા કહી રહી છે કે હું ગલીના વાળંદ પાસેથી વાળ કપાવીશ, પરંતુ જાવેદ હબીબના ત્યાં નહીં.

બરૌત શહેરના મધુબન કોલોનીમાં રહેતી પૂજા ગુપ્તા વંશિકા બ્યુટી પાર્લર ચલાવે છે. પૂજાને 3 જાન્યુઆરીએ મુઝફ્ફરનગરમાં એક સેમિનારમાં બોલાવવામાં આવી હતી. પીડિતાએ જણાવ્યું કે તેનું અપમાન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે  લેડી બ્યુટિશિયનની ફરિયાદ પર મંસૂરપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ એપિડેમિક એક્ટ સંબંધિત કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે. જોકે, વીડિયો વાયરલ થયા બાદ જાવેદ હબીબે માફી માંગી હતી. ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા જાવેદ હબીબે કહ્યું કે હું દિલથી માફી માંગુ છું.

રાષ્ટ્રીય મહિલા આયોગે દિલ્હીના પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને પત્ર લખીને હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબના વાયરલ વીડિયોના સંબંધમાં કાર્યવાહીની માંગ કરી છે. આ મામલામાં મહિલા આયોગ વતી હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબને નોટિસ મોકલવામાં આવશે. હબીબ પર ભારતીય દંડ સંહિતા અને રોગચાળાના રોગો અધિનિયમ, 1897ની કલમ 355 (કોઈપણ વ્યક્તિનું અપમાન કરવાના ઈરાદાથી હુમલો અથવા ફોજદારી બળ, અન્યથા ગંભીર ઉશ્કેરણી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો