રાજકોટ/ કરોડોનું ફુલેકુ ફેરાવનાર ધનંજય ફાયનાન્સનો માલીક ઝડપાયો

ફરીયાદ નોધાતા તાલુકા પોલીસ આ અંગે તેની પુછતાછ કરવા ગઇ હતી ત્યારે તેને ફીનાઇલ ગટગટાવી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

Rajkot Gujarat
Untitled 487 કરોડોનું ફુલેકુ ફેરાવનાર ધનંજય ફાયનાન્સનો માલીક ઝડપાયો

રાજકોટમાં ઉંચા વળતરની લાલચ આપી કરોડોનું ફુલેકુ ફેરવનાર ધનંજય ફાયનાન્સના માલીક વલ્લભ પાંભરની પોલીસે ધરપકડ કરી છે. જેમાં તેને ર0 જેટલા લોકો સાથે છેતરપીંડી કરી રૂ. 4.30 કરોડ જેવા પચાવી ગયો હતો. ઉલ્લેખનીય છે કે તેના વિરુઘ્ધ ફરીયાદ નોધાતા તાલુકા પોલીસ આ અંગે તેની પુછતાછ કરવા ગઇ હતી ત્યારે તેને ફીનાઇલ ગટગટાવી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદ તેની તબીયત સારી થતાં તેની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો ;Dhollywood / દિવંગત મહેશ-નરેશની જોડીને 9મીએ પદ્મશ્રી એવોર્ડ અપાશે

આ અંગે મળતી માહીતી મુજબ ધનંજય ફાયનાન્સના રોકાણકારોને નિયમીત  વ્યાજ મળતુ હતું પરંતુ 2019 ની સાલ બાદ વ્યાજ મળવાનું બંધ થઇ ગયું હતું. બાદ ધનશ્યામ પાંભર સુરત જતો રહ્યાનું જાણવા મળ્યું હતું. અને બાદ લોકોએ ત્યાં તપાસ કરતાં તે ભુગર્ભમાં ઉતરી ગયો હતો. જેથી લોકોએ અંતે કંટાળી ધનંજય ફાયનાન્સના એમ.ડી. વલ્લભ લાલજી પાંભર વિરુઘ્ધ પોલીસમાં કરોડોની છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી.હાલ પોલીસે વલ્લભ લાલજી પાંભરની ધરપકડ કરી છે અને તેના વિરુઘ્ધ ર0 લોકોએ કુલ રૂ. 4,30,95,000 ની છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે.

આ પણ વાંચો ;Health Tips / ડાયાબિટીસમાં પણ આ રીતે મીઠાઈ ખાવાનો માણો આનંદ