ગુજરાત/ પાટડી સરકારી તંત્ર દ્વારા ખારાઘોડા-ઝીંઝુવાડા રણમાંથી અગરિયાઓને સલામત રીતે ખસેડી રણ ખાલી કરાવ્યું

કોરોના વાયરસ મહામારી વચ્ચે હવે દેશ પર ચક્રવાત તોફાનનો ભય સતાવી રહ્યો છે. ભારતીય હવામાન ખાતા (આઇએમડી) એ ચેતવણી જારી કરી છે

Top Stories Gujarat Others
petrol 9 પાટડી સરકારી તંત્ર દ્વારા ખારાઘોડા-ઝીંઝુવાડા રણમાંથી અગરિયાઓને સલામત રીતે ખસેડી રણ ખાલી કરાવ્યું

@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

કોરોના વાયરસ મહામારી વચ્ચે હવે દેશ પર ચક્રવાત તોફાનનો ભય સતાવી રહ્યો છે. ભારતીય હવામાન ખાતા (આઇએમડી) એ ચેતવણી જારી કરી છે કે અરબી સમુદ્રમાં સર્જાતા દબાણને કારણે, 16 મી મે થી 19 મેની વચ્ચે, ‘તૌકત’ 150-160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી હવાઓની સાથે ભીષણ ચક્રવાત તોફાનમાં ફેરવાઇ થઇ શકે છે. હવામાનશાસ્ત્રીઓએ આશંકા વ્યક્ત કરી છે કે ‘તૌકતે ચક્રવાત’ ભારતીય સમુદ્રતટ પર મોટો તોફાન સર્જી શકે છે.

petrol 10 પાટડી સરકારી તંત્ર દ્વારા ખારાઘોડા-ઝીંઝુવાડા રણમાંથી અગરિયાઓને સલામત રીતે ખસેડી રણ ખાલી કરાવ્યું

ગુજરાત / તૌકતે વાવાઝોડાને પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે એલર્ટ

આગામી 17 અને 18મી મે નાં રોજ ત્રાટકનારા “તૌકતે” વાવાઝોડાનાં પગલે રણમાં મીઠું પકવતા અગરિયાઓને સલામત રીતે રણ ખાલી કરવા તંત્ર પણ કામે લાગ્યું છે. જેમાં પાટડી પ્રાંત કલેક્ટર રૂતુરાજસિંહ યાદવ, મામલતદાર કે.એસ.પટેલ, નાયબ મામલતદાર રઘુવિર ખાંભલા અને અગરિયા હિત રક્ષક મંચન‍ાં જીલ્લા કો.ઓર્ડિનેટર ભરતભાઇ સોમેરા સહિતનાં આગેવાનોએ રણમાં દોડી જઇ અગરિયાઓને સલામત સ્થળે લઇ જઇ રણ ખાલી કરાવડાવ્યું હતુ. જેમાં શનિવારે સવારથી જ વાવાઝોડાનાં સંદર્ભે રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારોને ખારાઘોડા અને ઝીંઝુવાડા રણની જુદી જુદી મંડળીઓમાં અગરિયા આગેવાનો અને અગરિયા સાથે મિટિંગ કરવામા આવી હતી.

petrol 11 પાટડી સરકારી તંત્ર દ્વારા ખારાઘોડા-ઝીંઝુવાડા રણમાંથી અગરિયાઓને સલામત રીતે ખસેડી રણ ખાલી કરાવ્યું

ચેતવણી: ચક્રવાત તોફાન તૌક્તેનાં કારણે સવારથી જ અમદાવાદનાં વાતાવરણમાં પલટો

રણની જુદી જુદી મંડળીઓમાં મીઠું પકવતા અગરિયા પરિવારોને રણમાંથી પાછા ગામમાં આવવા માટે જાણ કરવામાં આવી હતી. જેમા સવલાસ, સોની, દસાડા, નાગબાઈ, ગણેશ, કે. એસ. ઝાલા સોલ્ટ રણ અને વિસનગર રણમાં અગરિયાઓના ઝુંપડે-ઝુંપડે જઇ અગરિયા તાત્કાલીક પોતાનો સામાન લઈને ગામ ભણી રવાના કરવામાં આવ્યા હતા. જેમાં મોટા ભાગના અગરિયા સાંજ સુધીમાં રણ ખાલી કરી પોતાના માદરે વતન ગામમાં પહોંચી ગયા હતા.

s 3 0 00 00 00 2 પાટડી સરકારી તંત્ર દ્વારા ખારાઘોડા-ઝીંઝુવાડા રણમાંથી અગરિયાઓને સલામત રીતે ખસેડી રણ ખાલી કરાવ્યું