Not Set/ વન-ડે સિરીઝની બાકી મેચોમાંથી આ ખેલાડી થયો બહાર

ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પુણેમાં વન-ડે સીરીઝની બીજી મેચ 26 તારીખે એટલે કે શુક્રવારે છે. ત્યારે આ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પુણેમાં વન-ડે સીરીઝની બીજી મેચ 26 તારીખે એટલે કે શુક્રવારે છે. ત્યારે આ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

Sports
ગરમી 143 વન-ડે સિરીઝની બાકી મેચોમાંથી આ ખેલાડી થયો બહાર

ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પુણેમાં વન-ડે સીરીઝની બીજી મેચ 26 તારીખે એટલે કે શુક્રવારે છે. ત્યારે આ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. પ્રથમ મેચમાં ટીમનો એક ખેલાડી ઈજાગ્રસ્ત થવાથી તે હવે બીજી મેચમાં રમી શકશે નહી.

ક્રિકેટ ફેન્સ રહો તૈયાર / IPL 2021 નું એન્થમ રિલીઝ, જુઓ આ વીડિયો

ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની બીજી મેચ પહેલા ટીમ ઈન્ડિયાને એક મોટો આંચકો લાગ્યો છે. ટીમનાં બેટ્સમેન શ્રેયસ ઐયરને ખભામાં ઇજા થવાનાં કારણે સિરીઝની બાકીની બે મેચમાંથી તે બહાર કરી દેવાયો છે. તેને આ ઈજા પ્રથમ વનડે મેચ દરમિયાન થઈ હતી. ફીલ્ડિંગ દરમિયાન શ્રેયસ ઐયરનાં ડાબા ખભાનું હાડકું સરકી ગયું હતું. શ્રેયસનાં ઘાયલ થયા બાદ બીસીસીઆઈએ જણાવ્યું હતું કે, શ્રેયસ ઐયરનાં ડાબા ખભાનું હાડકુ ફિલ્ડિંગ દરમિયાન 8 મી ઓવરમાં ખસી ગયુ હતુ. તેને સ્કેન માટે લઇ જવામાં આવ્યો છે અને તે આ મેચમાં વધુ રમી શકશે નહીં. આ ઘટના ત્યારે બની જ્યારે શ્રેયસે શાર્દુલ ઠાકુરની બોલિંગ પર જોની બેરસ્ટોનો શોટને રોકવા ડાઇવ લગાવી હતી. જે દરમિયાન તેને એવી પીડા થઇ રહી હતી કે તે જમીન પર પડી ગયો હતો.

વિજયી શરુઆત / ભારતે પુણે ખાતે પ્રથમ વન-ડે મેચ 66 રને જીતી, ડેબ્યૂ મેચમાં કૃણાલ અને કૃષ્ણાનું શાનદાર પર્ફોર્મન્સ

ટીમનાં ફિઝિશિયન નીતિન પટેલ તેની મદદ માટે મેદાન પર પહોંચ્યા હતા અને બાદમાં તેમને બહાર લઇ જવામાં આવ્યો હતો. શ્રેયસ ઐયરની જગ્યાએ શુભમન ગિલ મેદાનમાં ફિલ્ડિંગ કરવા આવ્યો હતો. શ્રેયસ આઈપીએલ-14 નાં પ્રથમ હાફમાં રમશે તેના પર પણ હવે શંકા છે. બીસીસીઆઈનાં એક સૂત્રએ જણાવ્યુ હતું કે, શ્રેયસનાં આઈપીએલનાં પહેલા હાફમાં રમવાની સંભાવના નથી. જણાવી દઇએ કે, શ્રેયસ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે. તેની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સની ટીમ આઈપીએલ-2020 ની ફાઈનલમાં પહોંચી હતી. શ્રેયસની ગેરહાજરીમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ રિષભ પંત, ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ અથવા સિનિયર ઓફ સ્પિનર ​​આર અશ્વિનને સોંપવામાં આવી શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ