IPL 2021/ ભારત તરફથી સૌથી વધુ સિક્સર ફટકારનાર આ ખેલાડી બન્યો પ્રથમ Batsman

મુંબઈ ઈન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્માએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 માં મંગળવારે રાજસ્થાન રોયલ્સ સામે 12 બોલમાં 22 રન બનાવ્યા હતા.

Sports
11 92 ભારત તરફથી સૌથી વધુ સિક્સર ફટકારનાર આ ખેલાડી બન્યો પ્રથમ Batsman

મંગળવારે રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે 8 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને રાજસ્થાન રોયલ્સ તરફથી 91 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે રોહિતની ટીમે 8.2 ઓવરમાં હાંસલ કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્માએ રાજસ્થાન રોયલ્સ સામે 12 બોલમાં 22 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં તેણે એક ફોર અને બે સિક્સર ફટકારી હતી.

11 93 ભારત તરફથી સૌથી વધુ સિક્સર ફટકારનાર આ ખેલાડી બન્યો પ્રથમ Batsman

આ પણ વાંચો – IPL 2021 / મુંબઈની ટીમે માત્ર 8.2 ઓવરમાં રાજસ્થાનને હરાવી Playoff માં આવવાની આશા રાખી જીવંત

મુંબઈ ઈન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્માએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 માં મંગળવારે (5 ઓક્ટોબર) રાજસ્થાન રોયલ્સ સામે 12 બોલમાં 22 રન બનાવ્યા હતા. આ દરમિયાન રોહિતનાં બેટમાંથી એક ચોક્કો અને બે છક્કા નિકળ્યા હતા. શ્રેયસ ગોપાલની બોલ પર સિક્સર ફટકારતા જ રોહિતે T20 ક્રિકેટમાં 400 સિક્સર ફટકારલાનો આંકડો સ્પર્શી હતો. રોહિતે T20 ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ છક્કા ફટકાર્યા છે. T20 ક્રિકેટમાં સૌથી વધુ છક્કા લગાવવાનો વર્લ્ડ રેકોર્ડ ક્રિસ ગેલનાં નામે છે, જેમણે 1042 સિક્સર ફટકારી છે. રોહિત ભારત માટે 400 સિક્સર ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. રોહિતે હવે ઓસ્ટ્રેલિયાનાં મર્યાદિત ઓવરનાં કેપ્ટન એરોન ફિન્ચને પાછળ છોડી દીધો છે. ફિંચનાં ખાતામાં 399 T20 સિક્સર છે. ડેક્કન ચાર્જર્સ, ઈન્ડિયા, ઈન્ડિયા એ, ઈન્ડિયન્સ, મુંબઈ અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે રોહિતે આ સિક્સર ફટકારી છે. ગેલ T20 ક્રિકેટમાં 1000 થી વધુ સિક્સર ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. કીરોન પોલાર્ડ બીજા નંબરે છે, જેણે 758 સિક્સર ફટકારી છે અને આન્દ્રે રસેલ 510 T20 સિક્સર સાથે આ યાદીમાં ત્રીજા નંબરે છે. રોહિત હવે T20 ક્રિકેટમાં સૌથી વધુ છક્કાનાં મામલે સાતમાં નંબરે આવી ગયો છે.

11 94 ભારત તરફથી સૌથી વધુ સિક્સર ફટકારનાર આ ખેલાડી બન્યો પ્રથમ Batsman

આ પણ વાંચો – Sports / ઈંગ્લેન્ડ અને ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો આંચકો, સ્ટાર ઓલરાઉન્ડર IPL 2021 અને T 20 વર્લ્ડ કપમાંથી બહાર

મેચની વાત કરીએ તો, પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 90 રન જ બનાવી શકી અને મુંબઈ ઈન્ડિયન્સે 8.2 ઓવરમાં બે વિકેટ ગુમાવી 94 રન બનાવ્યા અને મેચ જીતી લીધી હતી. નાથન કુલ્ટર-નાઇલે 4 ઓવરમાં 14 રન આપીને 4, જ્યારે જિમી નીશમે 4 ઓવરમાં 12 રન આપીને 3 વિકેટ લીધી હતી. બીજી બાજુ, ઈશાન કિશને જોરદાર વાપસી કરી, અણનમ 50 રન ફટકાર્યા અને સિક્સર સાથે ટીમને જીતાડી હતી.