Interesting/ પોર્નસ્ટારે WWE સ્ટાર Undertaker વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યુ- મને ડર હતો કે તે મારું અપહરણ કરી લેશે

રેસલિંગ જગતમાં પોતાની અનોખી શૈલી માટે લાંબા સમયથી જાણીતા, અંડરટેકરથી એક સમયે પ્રખ્યાત પોર્ન સ્ટાર જેન્ના જેમ્સન ખૂબ જ ડરતી હતી.

Trending
Jenna and Undertaker

રેસલિંગ જગતમાં પોતાની અનોખી શૈલી માટે લાંબા સમયથી જાણીતા, અંડરટેકરથી એક સમયે પ્રખ્યાત પોર્ન સ્ટાર જેન્ના જેમ્સન ખૂબ જ ડરતી હતી. 1000 થી વધુ એડલ્ટ ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી જેન્નાએ તેની ઓટોબાયોગ્રાફી ‘How to make love like a Pornstar’માં લખ્યું છે કે તે અંડરટેકરની સારી મિત્ર હોવા છતાં તેનાથી હંમેશા ડરતી હતી કે તે તેનું અપહરણ કરી લેશે.

Jenna and Undertaker

આ પણ વાંચો – કેરળ / લો બોલો!! WhatsApp પર પત્નીઓની અદલા-બદલીનો ચાલી રહ્યો હતો ખેલ, પોલીસે રેકેટનો કર્યો પર્દાફાશ

પોર્ન સ્ટાર જેન્ના જેમ્સને હાલમાં જ એક મોટો ખુલાસો કર્યો છે. જેન્નાએ કહ્યું કે, જાણીતા રેસલર અને એકવાર WWE ચેમ્પિયન અંડરટેકરે તેને એક ક્રેઝી ફેનથી બચાવી હતી. પરંતુ તે પછી અંડરટેકરે પોતે જ તેનું અપહરણ કર્યું હતું. તેની ઓટોબાયોગ્રાફી ‘How to make love like a Pornstar’માં જેન્ના જેમ્સને લખ્યું છે કે તે અંડરટેકરને ત્યારે મળી જ્યારે તે 16 વર્ષની હતી અને ટેટૂનાં એક સ્ટોરમાં કામ કરતી હતી. અંડરટેકર તે સમયે WWE નાં દિગ્ગજ કુસ્તીબાજોમાંના એક હતા. તે સમયે, તે તેના વિરોધીઓને રિંગમાં શબપેટીમાં મૂકતો હતો. આવો તમને જણાવીએ જેન્ના જેમ્સને શું ખુલાસો કર્યો છે. જેન્ના જેમ્સને તેની આત્મકથામાં લખ્યું છે કે, એક દિવસ તે ટેટૂની દુકાનમાં હતી અને અંડરટેકરને ટેટૂ કરવા માટે સોય બનાવી રહી હતી. તેણે કહ્યું કે, તે ખૂબ જ શરમાળ હતી અને અંડરટેકરને જોઈને ઘણી ખુશ થઇ હતી.

Jenna and Undertaker

આ દરમિયાન કંઈક એવું બન્યું જેણે તેના જીવનમાં અંધકાર લાવ્યો. તેણે કહ્યું કે એક રાત્રે અંડરટેકરે તેને એક પાગલ ચાહકથી બચાવ્યો જે તેના પાર્લરમાં ડ્રિંક ખરીદવા આવ્યો હતો. પરંતુ થોડી વાર પછી તે ફરી આવ્યો અને ફરીથી પીણું ખરીદવાની વાત કરી. અંડરટેકરે તેને લાતો અને ગાળો બોલી ત્યાથી ભગાડી દીધો હતો. જેમ્સને લખ્યું છે કે, તે સમયે મારો બોયફ્રેન્ડ પણ ત્યાં હાજર હતો. અંડરટેકરે મને કહ્યું કે હું તારા બોયફ્રેન્ડને લાત મારીને તને કિડનેપ કરીશ. હું જાણતી હતી કે અંડરટેકર આ વાત મજાકમાં નહીં પણ ગંભીર રીતે કહી રહ્યો હતો. જેમ્સને જણાવ્યું કે, અંડરટેકર પાસેથી આ સાંભળીને તે ઉપરનાં માળે દોડી ગઈ અને તેના બોયફ્રેન્ડને તુરંત જ ભાગી જવા કહ્યું કારણ કે તે જાણતી હતી કે અંડરટેકર તેનું અપહરણ કરીને તેને લઈ જશે.

Jenna and Undertaker

આ પણ વાંચો – OMG! / લો બોલો!! ન કોઇ ટેસ્ટ ન ઘરની બહાર નિકળી છતા આ મહિલાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

આપને જાણીને નવાઇ લાગશે કે, ખતરનાક ફાઇટર બ્રોક લેસનરની પત્ની સેબલનું પણ અંડરટેકરે અપહરણ કર્યું હતું. જણાવી દઈએ કે બ્રોક સાથે લગ્ન કરતા પહેલા એક એવો પ્રસંગ પણ હતો જ્યારે WWE નાં તમામ સ્ટાર્સ સેબલને ગમાડતા હતા. અંડરટેકર તેમાંથી એક હતો. આટલું જ નહીં, અંડરટેકર સેબલને એટલી પસંદ કરતા હતા કે એકવાર તેણે સેબલ સાથે લગ્ન કરવા માટે તેનું અપહરણ પણ કરી લીધું હતું. ત્યારબાદ અંડરટેકરે તેને લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ સેબલે ના પાડી દીધી. સેબલની સુંદરતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તે પ્લેબોય મેગેઝીન દ્વારા તેના કવર પેજ પર ત્રણ વખત દર્શાવવામાં આવી હતી.