Not Set/ શાળામાં શિક્ષકને જ ગુજરાતી લખવામાં સમસ્યા, તો બાળકોનું કોણ !

એક તરફ થી ગુજરાત સરકાર દ્વારા ભણશે ગુજરાતના સ્લોગન સાથે શિક્ષણનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેની વચ્ચેશિક્ષણનું ખાનગીકરણ શિક્ષણને હિમાલયની ઊંચાઈ પર લઈ જઈ રહ્યુ છે, જેનુ મોટામાં

Gujarat Trending
bhnshe શાળામાં શિક્ષકને જ ગુજરાતી લખવામાં સમસ્યા, તો બાળકોનું કોણ !

રીયાજ કુરેશી,છોટાઉદેપુર@ મંતવ્ય ન્યૂઝ

એક તરફ થી ગુજરાત સરકાર દ્વારા ભણશે ગુજરાતના સ્લોગન સાથે શિક્ષણનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેની વચ્ચેશિક્ષણનું ખાનગીકરણ શિક્ષણને હિમાલયની ઊંચાઈ પર લઈ જઈ રહ્યુ છે, જેનુ મોટામાં મોટું ઉદાહરણ નસવાડી તાલુકામાં આવેલી ધમસ્યા ગામ નજીક બહુમાળી ઇમારતમાં ચાલતી ખાનગી શાળા ગાયત્રી વિદ્યાલયમાં શિક્ષકો દ્વારા બાળકોને શિક્ષણ પુરુ પાડવામાં આવે છે.

bhanshe 3 શાળામાં શિક્ષકને જ ગુજરાતી લખવામાં સમસ્યા, તો બાળકોનું કોણ !

બાળકોને સારું શિક્ષણ મળે જેથી મધ્યમ વર્ગના લોકો પણ બાળકને વધુ ફી ભરીને શાળાએ મોકલતા હોય બાળકનું ભવિષ્ય આગળ વધવા માટે મજૂરી કરીને પેટ પર પાટા બાંધીને બાળકના ખર્ચા પુરા કરતા વાલીઓને જ્યારે બાળકને અભ્યાસ કરાવતા શિક્ષકને લખવામાં તકલીફ પડે તો બાળકોના ભવિષ્ય સાથે મજાક ઉડાવતો આ એક કિસ્સો બન્યો છે.

હાલ બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે જ્યારે શિક્ષક દ્વારા “શેક્ષણિક” ની જગ્યાએ “શૌક્ષણિ” લખવામાં આવતું હોય તો આ એક શરમજનક વાત કહે કહેવાયધોરણ 1 થી 12 સુધીના વર્ગો ચાલતી શાળામાં આવા શિક્ષકો થી વિદ્યા આપવામાં આવતી હોય તો બાળકને ઊંચાઈ પર થી નીચે પડતા કોન રોકી શકે ? આ વાલીઓના હૃદયની પીડાનો અંત આવશે ખરા ?

majboor str 23 શાળામાં શિક્ષકને જ ગુજરાતી લખવામાં સમસ્યા, તો બાળકોનું કોણ !