Election/ ભાજપનાં ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ, ઉત્સાહનો માહોલ જોવા મળ્યો

આજે 6 મનપાની ચૂંટણી અંગે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ભાજપનાં ઉમેદવારોએ ફોર્મ ભરવાના શરૂ કરી દીધા છે.

Gujarat Others
PICTURE 4 51 ભાજપનાં ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ, ઉત્સાહનો માહોલ જોવા મળ્યો

આજે 6 મનપાની ચૂંટણી અંગે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ભાજપનાં ઉમેદવારોએ ફોર્મ ભરવાના શરૂ કરી દીધા છે. આ પ્રક્રિયા વિજય મુહૂર્તમાં કરવામાં આવી છે. આ દરમિયાન ભાજપ ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આપને જણાવી દઇએ કે, ભાજપે ગઇ કાલે ગુરુવારનાં રોજ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જે બાદ આજે હવે કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન ભાજપ ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરત

સુરતમાં ભાજપનાં ઉમેદવારો ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જો કે ફોર્મ ભરતા પહેલા ઉમેદવારોએ ઉત્સાહ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વોર્ડ નંબર 18 નાં ઉમેદવાર દિનેશ રાજપુરોહિતે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાત કરી હતી. તેમણે કહ્યુ કે, સુરત શહેરમાં ચોમેર વિકાસ થયો છે. શહેરમાં 1995થી ભાજપ મનપામાં સત્તામાં છે. સુરતને સ્વચ્છ શહેર બનાવવામાં ભાજપનો ફાળો છે. આ સાથે તેમણે વિકાસની વાતોથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

અમદાવાદ

અમદાવાદનાં પાલડી વોર્ડનાં ઉમેદવાર ફોર્મ ભરવા પહોંચી ગયા છે. પ્રિતેષભાઈ,જૈનિક વકીલ અને પૂજા બેન દવે ગોતા મહેસુલ વિભાગની ઓફીસ પહોંચી ચુક્યા છે.

વડોદરા

વડોદરામાં ભાજપ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારો હાલમાં ફોર્મ ભરી રહ્યા છે. તેઓ એ વિજય મુહૂર્ત સાચવી ફોર્મ ભરવાનું શરૂ કર્યુ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો